Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 71
________________ શબ્દસંનિધિ બાબતમાં ગુણદર્શન પણ કરે છે. તેઓ કહે છે કે ‘ભલે ને અધૂકડાં’ કે મધુકણ’ જેવાં કાવ્યો હોય, તેમ છતાં ‘પદો જેનાં ગુંજ્ય ફેરિ ફરિ જિતી જાય હઇડાં' તેવાં હોય તો તેને પ્રમાણવાં જોઈએ. મધુને એક બિંદુ પણ કેવું મીઠું લાગે છે ! કવિ ‘સૉનેટપ્રશસ્તિ'માં પણ સોનેટ વિશે આ જ કહે છે ભલે ન ભડ કાય, સુંદર તું તો અણ્યે અણૂ ” વિચારપ્રધાનતા અને પરલક્ષિતાના આગ્રહી બળવંતરાયની કાવ્યષ્ટિ સંકુચિત નથી. તેઓ કાવ્યને વિશાળ સંદર્ભમાં જુએ છે. મહાન કવિતાની અપૂર્વતા – અલૌકિકતા બતાવતી રચના ‘ગુર્જરી કવિતા બઢોર્ટમાં કહે છે – “અર્થશબ્દ, ધૃતિછાય, રૂપરંગો, સુરતાલો, વળિ મેધાબલ ભૌમ, વ્યોમની પ્રતિભાછૉળો, જુગલ પરસ્પર પ્રીતે, સ્વતંત્ર સ્વકીય રીતે, સાહિ બાહ્ય નર્તન જહાં આસ્માન ઉજાળો ! દેશ કાલ હદ ટપી અમર નરવંશે હાલો !?” અહીં શબ્દ અને અર્થ, ધૃતિ અને છાયની માફક બુદ્ધિ અને પ્રતિભાની આવશ્યકતા બતાવી છે. ‘મહાસર્ગ માં કવિ બતાવે છે કે આવા કાવ્યનો પ્રસાદ એ સ્વર્ગનો પ્રસાદ છે. આ કવિતા સ્વપ્નમૂલક છે, પણ હવાઈ નથી. કવિ પાસે સ્વપ્ન છે, Ideal છે, પણ તે કેવળ ખ્યાલ નથી. આ તો સૂક્ષ્મ સત્ય છે. આ સત્યના નિરૂપણ કાજે તે આજની કોઈ પણ ઐતિહાસિક ભૂમિકા સ્વીકારે, પરંતુ અંદર ગૂંથેલું રહસ્ય તો સનાતન હોય છે. આમાં વ્યવહારનું સત્ય નથી હોતું, પણ તાત્ત્વિક સત્ય હોય છે. બળવંતરાયનું આ દૃષ્ટિબિંદુ કવિતામાં વાસ્તવિકતા વિશેના એમના મંતવ્યમાં પણ દેખાય છે. કવિતા ખાલી છે, પણ ખોટી નથી, તે કવિતામાં પ્રગટ થતી બળવંતરાયની કાવ્યવિભાવના સ્વપ્નમય છે, છતાં વાસ્તવિક છે. કાવ્યનો પ્રાણ વાસ્તવિકતા છે, પણ એનું રૂપ જ્વાબી હોઈ શકે. આથી જ કવિ ‘હો વાંસલડી’ કાવ્યમાં કહે છે – “વાસ્તવથી પણ વાસ્તવ દ્વારા શ્વાસ નાડિ સુર ટૌકા; ખ્વાબ થકી પણ ખ્વાબી હાર વીક્ષણ નન લટકાં.” કાવ્ય દિવાસ્વપ્નથી સરજાય છે, પણ તે દિવાસ્વપ્ન નથી હોતું. તે તો ‘વાસ્તવથી ચડિયાતા, વાસ્તવોન્નયનતણા જંત્ર’નું કામ કરે છે. આમ કાવ્યને તેઓ વાસ્તવથી ચડિયાતું ન બનાવતાં તેને વાસ્તવિકતાને ઊંચે લઈ જનારા, વાસ્તવિકતાને ભાવનામાં પલટાવી નાખનારા યંત્ર તરીકે ઓળખાવે છે. વાસ્તવિકતાનું આદર્શરૂપે દેહાંતર થાય તેમાં જ કાવ્યની ચમત્કૃતિ છે. કાવ્યવિષયની બાબતમાં પણ તેઓ આવું જ વાસ્તવિક વલણ ધરાવે છે. પોતે દિવ્ય પ્રેમની વાતો કરનાર કે સૂરવિલાસના અદ્ભુત રસો પર વારી જનાર કવિ નથી. જોકે એમણે પોતે જ કવિતામાં પ્રેમની સ્થળ ભૂમિકામાંથી સૂક્ષ્મ ભૂમિકા તરફ જતા પાત્રનું વર્ણન કર્યું છે. આથી દિવ્ય પ્રેમનો કેવળ વિરોધ હોય એમ માની શકાય નહીં. માત્ર દિવ્યપ્રેમના આકાશમાં તે ઊડી જવા માગતા નથી, જીવનની સ્થળ વાસનાઓનો પણ સ્વીકાર કરે છે અને એને ગાવાની પોતાની કવિ તરીકેની ફરજ માને છે. તે પોતાને ધીંગી ધરતી પર રહી કવનાર કવિ કહે છે, પરંતુ આ કવિ કઠોર-નઠોર ભૂતલવાસી નથી. તેઓ ખ્વાબી પણ છે. તેના અણસારા ‘અનંત પ્યાસની પ્રથમ બે પંક્તિમાં સારા પ્રમાણમાં મળે છે – મહને ચુમવું, વ્યોમ, હારું અતિદૂર ઉર્વોચ્ચ એ દિસંત ન દિસંત ઊર, વદ, ચૂમવા દેશ ને ?” આ બધી ચર્ચા પછી પણ અંતે તો કવિતાને અસંવેદ્ય અને

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80