Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 72
________________ શબ્દસંનિધિ અવ્યાખ્યય માનવી પડે છે. એનું ખરું સૌંદર્ય કોઈ સિદ્ધાંતમાં પકડી શકાતું નથી. માણસ પોતે જ તેનાં સંવેદનો અનુભવે છે. તેની બાની ‘શીય’ છે. આ ‘છાની બાની'ને શોધવાનો કવિનો મનોરમ પ્રયત્ન *ભણકારા' કાવ્યમાં આકર્ષક રીતે નજરે પડે છે –પુણે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની બાની ભીની નિતરિ નિંગળ અંતરે શીય, સેહૂની !!” આ અનિર્વચનીય કવિતાનો મહિમા બળવંતરાયે ગદ્ય અને પદ્ય બંનેમાં ખૂબ ગાયો છે. પુરાણા સમયનાં રાજ્ય અને રાજ્યકુલોની માહિતી તો તે સમયની મૂર્તિઓ અને સિક્કાઓ પરથી મેળવીએ છીએ. કોઈ ટીંબો કે શિલાલેખ તેની ગવાહી આપે છે. આમ બધી કલાઓ કાલવહનમાં ડૂબી જાય છે. એ કમાત્ર અનશ્વર અમર્ત્ય છે કવિતા. તે નાની હોય કે સેંકડો પંક્તિના વિરાટે તનુવાળી હોય, પણ તેની નોંધમાં જે ઝિલાયું છે તે જ આપણું શબ્દમાં ઝિલાયેલું અમર તત્ત્વ છે. મનુષ્ય ઘડેલાં બધાં કાર્યોમાં આનું એકનું જ તેજ અસલ છે, માત્ર કવિતાસ્વામિની એકલી જ અમર છે, એમ કહીને તેઓ તેને યોગ્ય રીતે જ “ કલારાણી' કહે છે. સર્વ કલાઓ પોતાની આ વડી ભગિની કવિતાને હાથ જોડી સ્તવે છે. આમ બળવંતરાયના કહેવા પ્રમાણે તે કાલવહનમાં તરનાર અમર ‘એક શબ્દ ગોંફ સુંદર ' જ છે. જગતના બધા વિચારો અને પદાર્થોથી કવિતા વિલક્ષણ છે પણ તે અમર છે, અનેશ્વર છે, એવું શાસ્ત્રીય દૃષ્ટિએ ભલે સિદ્ધ ન કરી શકાય, પણ બળવંતરાયનો કવિતા પ્રત્યેનો ઊંડો આદર એમાંથી વ્યક્ત થાય છે, એ મોટી વાત છે. કવિતાની વ્યાપકતા વિશે પણ બળવંતરાયનો આદર આધુનિક લાગે છે. કવિતા સમાજના જુદા જુદા વર્ગો સુધી પહોંચી ગયેલી હોય છે. ભલે ભિન્નરુચિ લોકોને અનુસરી ને ભિન્ન નેમથી પ્રવર્તતી હોય, પરંતુ “જાણો જન કોઈ જે ન ગાનથી ઘવૈયા’ એમ કહીને તેઓ કવિતાની સર્વજનસ્પર્શક્ષમતાને ઉપસાવી આપે છે. કવિતામાં પ્રગટ થતી બળવંતરાયની કાવ્યવિભાવના બળવંતરાયના વ્યક્તિત્વની ઝલક તેમના સહૃદય ભાવક વિશેના અને લોકપ્રિયતા વિશેના ખ્યાલમાં જોવા મળે છે. કાવ્ય ચિરંજીવ બનવું હોય તો ભાવકના હૃદયમાં ‘કિમપિ દ્રવ્ય' બનવું પડે. કવિએ ભાવકે તો શોધવાના જ હોય છે. ભવભૂતિ જેવાય ભવિષ્યમાં ભાવક મેળવવાની આશા રાખે છે ને ! આ કવિ ‘મયિ રક્ત' એવા ભાવકોને એક દેશકાળના હોવાથી ‘સમાનધર્મી' તો લેખે જ છે, પણ ‘સહોદર વડા* અને ‘સ્વજન’ પણ ગણે છે. તેના હૃદયમાં થોડી જગા મળે તો કવિ પરમ લ્હાણસુખ માણે છે અને આથી જ સ્વજનની ગાળને હેતથી નાળ માને છે. આ કવિ ભાવકનું ગૌરવ કરે છે, પણ લોકપ્રિયતા પાછળ ભટકતા નથી. કવિતા લોકપ્રિયતાથી પર છે. કવિને લોકપ્રિયતાની ક્યાં સુધી જરૂર છે તે ‘સર્જ ક કવિ અને લોકપ્રિયતા' સૉનેટમાં તેઓ લાક્ષણિક છટા અને ખુમારીથી બતાવે છે. સર્જ ક લોકપ્રિયતાને સ્વતંત્રપણે વિહરવાની છૂટ આપતાં કહે છે જુઓ ઊઘાડું છે જિ હાર, જાવ જો જવું જ નીસરી.” કવિ લોકપ્રિયતાની દરકાર કરતો નથી, પરંતુ લોકપ્રિયતા સામેથી તેને કંઠે માળા આરોપવા દોડતી આવે છે. તે કોઈ મોસમી ગીત રચનાર કરતાં પ્રતિભાવંત સ્વમાની કવિને ત્યાં રહેવાનું પસંદ કરે છે. બળવંતરાયની કાવ્યવિભાવના પર મૅથ્ય આર્નલ્ડની અસર જણાય છે. તેઓ માને છે કે ઉત્તમ ઊર્મિકાવ્ય, ઉત્તમ મહાકાવ્ય કે ઉત્તમ નાટક ઊર્મિવત જ હશે, પરંતુ તેમાં પ્રધાન તો વિચાર જ હોવો જોઈએ. રમણભાઈએ ઊર્મિકવિતાને શ્રેષ્ઠ કહી. પરલક્ષી કાવ્ય કરતાં આત્મલક્ષી કાવ્યને વધુ મહત્ત્વ આપ્યું. તેનો પ્રત્યાઘાત બળવંતરાયમાં જોવા મળે છે. તેઓ દ્વિજોત્તમ જાતિની કવિતા તો વિચારપ્રધાન કવિતાને જ ગણે છે.

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80