Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 67
________________ શબ્દસંનિધિ નથી, પરંતુ તેનું આકર્ષક રીતે રાસાયણિક સંયોજન થયેલું જોવા મળે છે. વળી કવિએ બાહ્યપ્રકૃતિનિરૂપણના સન્નિવેશમાં ‘આત્યંતર નો ખૂબીથી પરિચય કરાવી દીધો છે. આ પછી તે અલકા અને તેની અલૌકિકતાની વાત કરે છે. સુંદર રમણીય ચિત્રો અને મૃદંગના મધુર ધ્વનિવાળા, મણિજડિત, ગગનચુંબી ટોચવાળા પ્રાસાદો, સુવર્ણરેતીમાં રમત રમતી કન્યાઓ, કામક્રીડામાં શરમાઈને રત્નપ્રદીપો પણ ચૂર્ણમૂઠી નાખવાનો વિફળ યત્ન કરતી બિમ્બાધાઓ, અસરાના સાથવાળા અને બૈભ્રાજ નામના બાહ્યોદ્યાનમાં કિન્નરો સાથે કુબેરની કીર્તિ ગાતા યક્ષો – આ સૌ અલકાને અનોખા રંગે રંગે છે. વળી – मत्या देवं धनपतिसखं यत्र साक्षाद्वसन्तं प्रायश्चापं न वहति भयान्मन्मथः षट्पदज्यम् । सभूभड्गप्रहितनयन: कामिलक्ष्येष्वमोथै - स्तस्यारम्भश्चतुरवानिताविभ्रमैरेव सिद्धः ।। [જ્યાં કુબેરના મિત્ર એવા (શિવ) દેવને સાક્ષાત્ વસતા જોઈને મોટેભાગે કામદેવ ભયથી ભમરારૂપી પણછવાળું ધનુષ્ય હાથમાં લેતો નથી. તેનું કામ તો કામરૂપી લક્ષ્યમાં કદી નિષ્ફળ નહીં જનારા એવા ચતુર સ્ત્રીઓના ભૂભંગ સહિતના નયનવ્યાપારવાળા વિભ્રમોથી જ સિદ્ધ થઈ જાય.] યથ તેના ઘરના મનોરમ વર્ણન પછી વિરહિણી યકૃણીનું અવિસ્મરણીય ચિત્ર આપે છે. પ્રણયભાવાવિષ્ટ યક્ષને પોતે જેની રગરગ જાણે છે તેવી પ્રિયા સાક્ષાતુ જાણે કે દેખાય છે ને તેમાંથી જ ઊભું થાય છે પ્રસ્તુત ચિત્ર. આમાં તેની વિરહવેદના અત્યંત તીવ્રપણે વ્યક્ત થઈ છે. વિરહના ભાવની આવી સચોટ અભિવ્યક્તિઓ જ ‘મેધદૂતને રંગદર્શિતા રેલાવતું બનાવી જાય છે. ચક્રવાકી જેવી અટૂલી, ‘મેઘદૂત'ની ભાવસૃષ્ટિ હિમથી ચીમળાયેલી પદ્મિની જેવી, ઊના નિ:શ્વાસે બદલાયેલા રંગવાળા હોઠવાળી. હાથ પર માથું ઢાળેલું છે તેવી, સારિકાને પ્રિયતમ વિશે પૂછતી, પ્રિયતમ વિશેની સ્વરચિત મૂઈનાને વારંવાર ભૂલી જતી, માનસિક વ્યાપારથી સંયોગ અનુભવતી, રાત્રે વિરહમાં પીડાતી, ચંદ્રકિરણો તરફ જૂના સ્નેહને કારણે અભિમુખ થઈ, હતાશ બની પાછી ફરતી એવી સTaltવ ચશર્માનની વાદળવાળા દિવસની સ્થળકમલિની] તે ન તો જાગતી હશે કે ન તો ઊંઘતી હશે. આ પછી યક્ષ પોતાની વિરહાવસ્થા બતાવે છે. આમાં તેનાં ભૂતકાળનાં સ્મરણો અને વર્તમાનની સ્થિતિનાં મનોહર ચિત્રો આપે છે : त्वामालिख्य प्रणयकुषितां धातुरागैः शिलायामात्मानं ते चरणपतितं यावदिच्छामि कर्तुम् । अखैस्तावन्मुहुरुपचितैदृष्टिरालुप्यते में क्रूरस्तस्मिन्नपि न सहते संगम नौ कृतान्तः ।। પ્રણયની કોપેલી યક્ષપત્નીને ધાતુરંગે શિલા પર આલેખીને યક્ષ પોતાને તેને ચરણે પડેલો દોરવા જાય છે, ત્યાં તો વારંવાર આંસુ ઊભરાતાં તેની દૃષ્ટિ લોપાય છે ! મેઘદૂત'માં આમ રંગદર્શી વસ્તુને ઉઠાવ આપવામાં તેનાં દેશ્યચિત્રોએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. વસ્તુની રંગદર્શિતાની સાથે બધાં જ ચિત્રો ગાઢપણે ભળી ગયેલાં છે. સૂચનકલામાં ચતુર એવા કવિ માત્ર થોડા જ શબ્દોમાં આખું ચિત્ર આપણા માનસપટ પર અંકિત કરી દે છે. વળી આ દશ્યચિત્રો લાધવપૂર્ણ હોવાથી કાવ્યમાં સચોટતા લાવે છે, ધાર્યું વાતાવરણ અને ધારી અસર ઊભી કરે છે. આ દૃશ્યચિત્રો ‘કોઈ ધનાઢચને ખંડ ખંડે રત્નો જડેલાં હોય’ તેવાં લાગે છે. યમાંગના હોય કે ભૂવિલાસથી અજાણ ગામડાની ગોરી હોય, વારાંગના હોય કે કોઈ માનવેતર હોય, પ્રકૃતિનું કોઈ તત્વ હોય કે નગરનો કોઈ પ્રાસાદ

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80