Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 52
________________ શબ્દસંનિધિ કહો માં આનંદધન રહસ્યવાદી કવિની જેમ ચેતનમય પરમતત્વના રૂપની ઝાંખી કરે છે. કબીર આ શરીરની ક્ષણભંગુરતા બતાવે છે. એ કાયાને કાચા કુંભ જેવી કહે છે અને માનવી એ કાચી કાયા અને અસ્થિર મનને આશરે બધુંય સદાકાળ સ્થિર રહેવાનું છે એમ માની છાતી કાઢી ફરી રહ્યો છે, એ ગર્વમાં ઘૂમે છે, માયાના મોહમાં મસ્તાન છે. પણ કબીર કહે છે કે એને ફરતો જોઈને તો મહાકાળ હસ્યા કરે છે અને પછી એની દશા કેવી થાય છે ? “હમ જાનેં થે ખાયેંગે બહુત જમી બહુ માલે, જ્યોં કી ત્યોં હિ રહ ગયા પકરિ લે ગયા કાલ.” (આપણે તો માનતા હતા કે ખૂબ જ મીનજાગીર છે, અપાર માલમિલકત છે, નિરાંતે ઘડપણમાં એને ભોગવીશું. પણ થયું શું ? કાળ ઝાપટ મારીને ઉપાડી ગયો અને બધુંય એમનું એમ રહી ગયું ! ) વહી જતા કાળ સામે કબીરની માફક જ આનંદઘન એક સુંદર કલ્પનાથી માનવીને જગાડે છે : ક્યા સૌર્વ ઉઠ જાગ બાઉરે અંજલિ જલ ક્યું આવું ઘટત હૈ, દેત પદ્ધરિયા ધરિયે ધાઉં રે. છંદ ચંદ નાગિંદ મુનિ ચલે, કો રાજા પતિ સાહે રાઉ રે." કબીર અને આનંદઘન બંનેએ જડ બાહ્યાચારનો વિરોધ કર્યો અને એ જ રીતે એ બંને પુસ્તકિયા જ્ઞાનથી પ્રભુપ્રાપ્તિનો માર્ગ મેળવવા ચાહનારાઓનો વિરોધ કરે છે. શાસ્ત્રજ્ઞાન એ દીપક છે, પણ આત્મજ્ઞાન એ રત્ન છે. દીપકના પ્રકાશથી રત્નની શોધ થાય, પણ દીપક એ જ રત્ન છે એમ માની ન શકાય. શાસ્ત્રીય જ્ઞાનથી આગળ વધીને સાધકે આત્મજ્ઞાન મેળવવાનું છે. આથી જ કબીર અને આનંદઘન કોરા અને અનુભવહીન શાસ્ત્રજ્ઞાનની ટીકા કરે છે. કબીર કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદથન કહે છે કે આંધળાઓએ સ્પર્શીને જોયેલા હાથીનું તેમનું જ્ઞાન અપૂર્ણ છે, એવું જ પંડિતોના જ્ઞાન વિશે છે. ધ્યાનથી વિમુખ એવા જ્ઞાનીની દશાને વર્ણવતાં કબીર કહે છે : “જ્ઞાની ભૂલે શાન કથિ નિકટ રહ્યો નિજ રૂપ, બાહર ખોર્જે બાપુરે ભીતર બહુ અનૂપ.” (જ્ઞાની બિચારો જ્ઞાનની વાતોના વમળમાં ભૂલો પડ્યો હતો. પોતાનું સાચું સ્વરૂપ પોતાની જ પાસે હતું. જે અનુપમ વસ્તુ એની ભીતરમાં હતી, એની શોધ માટે બિચારો કરતૂરીમૃગની જેમ બહાર ભટક્યા કરતો હતો.) સંત કબીરની જેમ આનંદથન પણ શાસ્ત્રને બદલે અનુભવેના રસરંગમાં લીન છે. આનંદધન ‘અવધૂ ક્યા માગું ગુણહીના' પદમાં કહે છે કે હું વેદ નથી જાણતો, કિતાબ નથી જાણતો, વિવાદ કરવા માટે તર્ક નથી જાણતો કે છંદરચના માટે કવિતા નથી આવડતી. આપનો જાપ નથી જાણતો. ભજનની રીત કે નિરંજનપદનાં નામ નથી જાણતો. બસ, હું તો તારા દ્વારે ઊભો રહીને તારું રટણ કરી જાણું છું. મધ્યકાલીન રહસ્યવાદી કવિઓમાં ‘અવધૂ', ‘નિરંજન' અને ‘સોહં' જેવા શબ્દોનો પ્રયોગ થયેલો જોવા મળે છે. સંત કબીરની વાણીમાં તો ‘અવધૂ” શબ્દ વારંવાર નજરે પડે છે. આનંદઘનનાં પદોમાં પણ ‘અવધૂ' શબ્દનો પ્રયોગ જોવા મળે છે. આ ‘અવધૂ” શબ્દનો પ્રયોગ આનંદઘનજીએ એમનાં પદોમાં સાધુ યા સંતના અર્થમાં કર્યો છે. તેઓ કહે છે : “સાધો ભાઈ ! સમતા રંગ રમીજે , અવધૂ મમતા સંગ ન કીજૈ ." આ જ રીતે આનંદધન નિરંજન શબ્દનો પ્રયોગ પરમાત્માના અર્થમાં કરે છે. જે સમસ્ત ઠગારી આશાઓને હણીને ધ્યાન દ્વારા

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80