Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 61
________________ શબ્દસંનિધિ હોતું નથી. આ તો અનુભવની ચીજ છે. પ્રેમબાણ વાગ્યાં હોય તે જાણે ! આથી જ આનંદઘન કહે છે કે આ ‘અકથ કહાણી' તો અનુભવથી જાણી શકાય : અનુભવગૌચર વસ્તુકોરે જાણવો યહ ઇલાજ , કહેને સુનને કો કછુ નહિ પ્યારે આનંદઘન મહારાજ.” અખાએ સમાજની અજ્ઞાનતા, જડતા અને ધમધતા પર છપ્પાથી ચાબખા લગાવ્યા. સમાજની જડ અને નિર્જીવ રૂઢિઓનું પાલન કરવાની મનોવૃત્તિ અને જડ ક્રિયાકાંડમાં ખુંપ્યાં રહેવાની અજ્ઞાનતા પર અટ્ટહાસ્ય કરતાં અખો કહે છે : “તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પોહોત હરિને શરણ." આ જ જડતાનો વિરોધ યોગી આનંદઘન અખાની કટાક્ષ વાણીને બદલે એક કહેવત પ્રયોજીને કરે છે : શુદ્ધ સરધાન વિણ સર્વ કિરિઆ સહી, છાર પરિ લીપણો જાણો.” (સ્તવન : ૧૪, ગાથા : ૫) આ બંને સંતોએ શુન્યવાદ અને ચાર્વાકવાદનો સખત વિરોધ કર્યો છે. અખો એ શુન્યવાદની મજાક કરતાં કહે છે : હવે શુન્યવાદીને શુન્ય શૂન્ય, વિશ્વ નહીં, ને નહીં પાપ પૂન્ય; ઉત્પત્ય નહીં, ને નહીં સમાસ, સ્વપર નહીં, નહીં સ્વામીદાસ. એમ વરતે શુન્યવાદી ખરો, પણ અખા ન ચાલે શૂન્ય ઊફરો.” કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદથન યોગી આનંદધન ચાર્વાક મતનું ખંડન કરતાં સ્તવનોમાં ગાંભીર્યથી કહે છે : ભૂત ચતુષ્ક વરજી આતમતત્ત, સતા અલગી ન ઘટે, અંધ શકટ જો નિજર ન નિરખો, તો સુ કીજે શકટે.” (સ્તવન : ૨૦, ગાથા : ૬) એ સમયે સંપ્રદાય વાદવિવાદમાં ડૂબેલા હતા. પોતાનો મત સૌથી શ્રેષ્ઠ – એવી સ્થાપના માટે પક્ષાપક્ષી અને દલીલબાજી ચાલતી હતી. આવું સ્વમતનું ઝનૂન આવા જ્ઞાની અને યોગીઓને ક્યાંથી પસંદ પડે ? મતમતાંતરની આ લડાઈમાં મમત્વનું જ મહત્ત્વ હતું. આથી જ્ઞાની અખા અને યોગી આનંદઘને આવા જુદા જુદા મતની સ્થાપના માટે અહર્નિશ પોતાની શક્તિ વેડફનારાઓ પર તીવ્ર અણગમો દર્શાવ્યો છે. સાચા ધર્મને જાણ્યા વિના અંધારા કૂવામાં ઝઘડતા લોકો જેવા આ મતવાદીઓ અખાને લાગે છે. ખટદર્શનના જૂજવા મતા, માંહોમાંહે તેણે ખાધી ખતા. એકનું થાણું બીજો હો , અન્યથી આપને અધિકો ગણે, અખા એ અંધારો કૂવો, ઝઘડો ભાગી કોઈ ન મુ .” અખો ખટદર્શનના જૂજવા મતના મુમત પર ટીકા કરે છે, જ્યારે આનંદઘનજી એના પર પ્રહાર કરવાને બદલે એકવીસમાં ‘શ્રી નેમિનાથ-જિનસ્તવનમાં પ્રદર્શનના છ મતને જિનેશ્વરનાં છ અંગ તરીકે દર્શાવે છે અને એ રીતે એમની વ્યાપક ઔદાર્યવાળી સમન્વયદૃષ્ટિ પ્રગટ થાય છે. તેઓ પણ પોતાના મતમાં જ મસ્ત રહેનારા માનવીઓની અખાની માફક ટીકા કરે છે :

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80