Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 50
________________ શબ્દસંનિધિ અને પરમાત્માની પ્રણય-અનુભૂતિ આલેખે છે, તો આનંદઘન એમનાં પદોમાં સુમતિનો ચેતન માટેનો તલસાટ વ્યક્ત કરે છે. કબીરનાં પદોમાં આત્માના વિયોગનું દર્શન છે. એણે પ્રેમનો પ્યાલો પીધો છે અને એ પ્રેમના પ્યાલાએ કેવી પરિસ્થિતિ સર્જી છે ? કબીર પ્યાલા પ્રેમકા, અંતર લિયા લગાય; રોમ-રોમ મેં રમિ રહા, ઓર અમલ ક્યા ખાય. સબ રગ તાંત રબાબ તન, બિરહ બજાવે નિત; ઔર ન કોઈ સુનિ સકે , કે સાઇ કે ચિત્ત. પ્રીતિ જો લાગી ધુલ ગયી, પૈઠિ ગઈ મન માંહિ ; રોમ-રોમ પિઉ-પિઉ કહૈ, મુખ કી સરધા નાહિં."* આ પ્રેમને કારણે રોમ-રોમ પ્રિયતમની પુકાર કરે છે. આ વેદના એવી છે કે અંતરમાં વલોણું ફરે છે અને બહાર એને કોઈ સમજી શકતું નથી. આનંદઘનજીએ પણ પ્રેમની કથાને ‘અકથ કહાની’ કહી છે. આ બંને સાધકોએ માયાનું વર્ણન કર્યું છે. કબીર તો માયા અને છાયાને એકસરખી રીતે બતાવે છે. ભાગતા માણસની પાછળ માયા પડછાયાની જેમ એની સાથે ફર્યા કરે છે, પણ જો માણસ માયાની સામે થાય તો એ નાસી જાય છે. કબીર માયાને ઠગારી કહે છે. માયા મોહિનીએ ભલભલા વિદ્વાન અને સુજ્ઞજનોને મુગ્ધ કર્યા છે તેમજ એણે માનવી અને પ્રભુની વચ્ચે અંતરાયો ઊભા કર્યા છે. આથી જ સત્ય જ્ઞાન મેળવીને માયાના મોહપાશમાંથી દૂર થનારા વિશે કબીર કહે છે : માયા દીપક નર પતંગ ભૂમિ ભૂમિ માહિં પરંત, કોઈ એક ગુજ્ઞાન તે ઉબરે સાધુ સંત.” (માયારૂપી દીપક છે અને મનુષ્યો એ ભ્રમમાં ભૂલા પડીને માયાદીપકમાં કૂદી પડે છે. સાચા ગુરુ પાસેથી જ્ઞાન મેળવીને એમાંથી બચી કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદઘન જનારા સાધુસંત તો કોઈક જ હોય છે.) આનંદધન કહે છે કે આતમકલિકા” જાગતાં એમની મતિ આત્માને મળવા લાગી છે અને એમણે માયારૂપી દાસી અને તેના કુટુંબને ઘેરી લઈને કબજે કર્યો છે. માયામાં ફસાયેલો ચેતન પોતાની અવદશાને દર્શાવે છે. આ ચેતન પ્રકૃતિએ અનાવૃત હોવા છતાં કર્માવૃત થઈ ગયો છે. એનો પ્રકાશ અંદર ગૂંગળાઈ રહ્યો છે. પોતાની શુદ્ધ ચેતનાનો એને ખ્યાલ છે. એ એના હૃદયમાં જ રહેલી છે, છતાં માયાને કારણે એ શુદ્ધ ચેતના પ્રગટ થઈ શકતી નથી. ચેતન સંસારના મોહરાગમાં મસ્ત બનેલો છે. એ પરભાવમાં રમણ કરે છે. સ્થળ ઇન્દ્રિયસુખોમાં મોજ માણે છે. શરીર, પૈસા અને જુવાનીની ઘણી મોટી હાનિ થાય છે. દિવસે દિવસે એની અપકીર્તિ વધતી જાય છે અને એ ખાનદાની છોડી કુમાર્ગે ચડી ગયો હોવાથી એના માણસો પણ એનું માનતા નથી. માયાની આવી ભ્રમજાળને આલેખતાં કવિ આનંદઘન કહે છે : “પરવર ભમતાં સ્વાદ કિશો લહે ? તન ધન યૌવન હાણ; દિન દિન દીસે અપયશ વધતો, નિજ જન ન માને કાંણ. * આવી જ રીતે કવિ આનંદઘન એક પદમાં (પદ ૧૦૦મું, શ્રી આનંદઘનજીનાં પદો, ભાગ ૨, લે. મોતીચંદ કાપડિયા, પૃ. ૪૩૨) તન, ધન અને જુવાનીને ક્ષણિક કહે છે અને આ પ્રાણ તો પળવારમાં ઊડી જ શે; તન જશે, પછી ધન શા કામનું ? આથી જન્મોજન્મ સુખ આપતી ભલાઈ કરવાનું કવિ કહે છે. વ્યાપક દર્શન ધરાવતો આ મસ્ત કવિ જાણે જનસમુદાયને વહાલથી જાગ્રત કરતો હોય તેમ કહે છે. બેહેર બેહેર નહિ આવે, અવસર બેહેર બેહેર નહિ આવે; ન્યું જાણે હું કર લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે. અવસરે ૧” * ‘સના સ ત્ય સૌર સાધ-II', નૈ. મુવનેશ્વરનાથ મિશ્ર માઘવ, પૃ. ૧૩ * *શ્રી આનંદધનજીનાં પદો', ભાગ ૨, લે. મોતીચંદ કાપડિયા, પૃ. ૪૫.

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80