Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 48
________________ શબ્દસંનિધિ ગમે એવા અને ગમે ત્યાંથી શબ્દો લઈને એમનું કામ આગળ ધપાવશે અને ધપાવે પણ છે. આને પરિણામે અખબારની ભાષા બેડોળ બનવા લાગી છે.. બીજી બાજુ અખબારોએ પણ સાહિત્યનો વધુ ને વધુ સંપર્ક કેળવવાની જરૂર છે. સાહિત્યનો સંપર્ક અખબારનું સ્વરૂપ સફાઈદાર રાખવામાં અને ભાષાને સંમાર્જિત કરવામાં ઉપયોગી થાય છે. કોઈ સ્થળે બૉમ્બમારો થયો, તે જ મોટો બનાવ નથી, પરંતુ કોઈ નવું પુસ્તક લખાયું એ પણ બનાવે છે. કાવ્ય કે નાટના ક્ષેત્રે કોઈ નવો પ્રયોગ થયો એ પણ એક મોટી ઘટના છે. વર્તમાનપત્ર આની ઉપેક્ષા કરે તો સાહિત્ય કરતાં વર્તમાનપત્રને વધુ નુકસાન થશે. વર્તમાનપત્ર સાહિત્યને કાચી સામગ્રી પૂરી પાડે છે, તો વર્તમાનપત્રને વિકસાવવા માટે, ભાષાને ધારદાર રાખવા માટે, એનું કોમ્યુનિકેશન સચોટ બની રહે તેટલા માટે સાહિત્યમાંથી પ્રેરણા લેતા રહેવું જોઈએ. માણસના સાચા મિજાજને સમજવા માટે પણ સરજાતા સાહિત્યનો સતત સંપર્ક જરૂરનો છે. આજે આ બંને વચ્ચે અળગાપણું હોવાથી શિષ્ટ સાહિત્યકૃતિઓની ભાષા અને અખબારી ભાષા વચ્ચે અંતર વધતું જાય છે. જે કોઈ રીતે ઇષ્ટ નથી. આ અંતરને નિવારવાનો એક માર્ગ વર્તમાનપત્રોમાં સાહિત્ય વિભાગને મહત્ત્વ મળે ને પ્રત્યેક જાગ્રત વર્તમાનપત્ર તે વિભાગને ગાજતો રાખે એ છે, કારણ કે સાહિત્ય અને પત્રકારત્વને એકબીજા વિના ચાલવાનું નથી અને તેઓ પોતાનું દારિદ્રશ્ય કોઈ પણ ત્રીજા સાધન વડે ફેડી શકે તેમ નથી. અપ્રગટ સ્તુતિકાવ્યા [શ્રી કેશવ હર્ષદ ધ્રુવને અંજલિ] મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન સાધુઓને હાથે બહોળા પ્રમાણમાં સાહિત્યસર્જન થયું છે. અર્વાચીન યુગમાં પણ એ પરંપરાનું સાતત્ય જોવા મળે છે. આમાં આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમણે માત્ર ચોવીસ વર્ષના સાધુજીવન દરમ્યાન સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી – એમ ત્રણ ભાષાઓમાં કુલ ૧૦૮ ગ્રંથો લખ્યા. એ સમયે સાધુસમાજમાં યેનકેન પ્રકારેણ શિષ્યો બનાવવાની હોડ ચાલતી હતી ત્યારે જ્ઞાનોપાસક બુદ્ધિસાગરસૂરિજીએ ૧૦૮ ‘અમર ગ્રંથશિષ્યો’ બનાવવાનો નિર્ણય ર્યો હતો. એમના ૨૫ ગ્રંથો ચિંતન અને તત્ત્વજ્ઞાનથી ભરેલા છે. ૨૪ ગ્રંથોમાં એમની કાવ્યસરવાણી વહે છે. જ્યારે સંસ્કૃત ભાષામાં એમણે બાવીસેક ગ્રંથો લખ્યા હતા. એમના કાવ્યસાહિત્ય વિશે ગુજરાતના લોકપ્રિય નવલકથાકાર શ્રી ૨. વ. દેસાઈએ કહ્યું હતું : - “શ્રી બુદ્ધિસાગરજીનું સાહિત્ય એટલે ? એને હિંદુ પણ વાંચી શકે, જૈન પણ વાંચી શકે અને મુસ્લિમ પણ વાંચી શકે. સૌને સરખું ઉપયોગી થઈ પડે તેવું એ કાવ્યસાહિત્ય બુદ્ધિસાગરજીને આપણા ભક્ત અને જ્ઞાની કવિઓની હારમાં મૂકી દે એવું છે.” યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી ગુજરાતી સાહિત્યના વર્તમાન પ્રવાહોથી અને સાક્ષરોથી પરિચિત હતા. એમણે ગુજરાતી સાહિત્યના સંશોધક શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવે વિશે એક સ્તુતિકાવ્ય લખ્યું છે. એક જ્ઞાની અને ધ્યાની યોગીરાજને સાહિત્ય-સંશોધક પ્રત્યે કેટલો આદર હોય છે તે આ કાવ્યમાં પ્રગટ થાય છે. શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ પોતાની રોજનીશીમાં આ કાવ્ય લખ્યું છે. અત્યાર સુધી અપ્રગટ રહેલું એ કાવ્ય આ પ્રમાણે છે –

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80