Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 56
________________ શબ્દસંનિધિ ‘વિરહકી ફાંસડિયાં’ની વાત કરી છે, તો આનંદઘન પણ સુમતિના વિરહની વ્યથા આલેખતાં કહે છે : “વિરહવ્યથા કછું ઐસી વ્યાપતી, માનું કોઈ મારતી બેજા, અંતક અંત કાલું લેગો પ્યારે, માહે જીવ તું લેજા.” વિરહની પીડા તો એવી વ્યાપે છે કે જાણે કોઈ હૃદયને તીક્ષ્ણ તીરથી વીંધતું ન હોય ! ઓ અલ્કા વિરહ, તું ક્યાં સુધી આવી પીડા આપીશ ? તારી મરજી હોય તો આ જીવ લઈને જા ને. વિરહની પીડાનો કેવો તરફડાટ કવિએ શબ્દોમાં અંકિત કર્યો છે ! આનંદઘનનાં પદો વાંચતાં જ ‘દરદ દીવાની' મીરાંની યાદ મનમાં ઊપસી આવે છે. સંસારના પામર સુખને ત્યજવાનું મીરાં અને આનંદઘન બંને કહે છે. મીરાં એ સંસારસુખને ‘ઝાંઝવાનાં નીર’ જેવું તુચ્છ અને ‘પરણીને રંડાવું પાછું' હોવાથી એને કાચું સુખ ગણે છે. આવા સંસારના કેટલાય કટુ અનુભવો મીરાંને એના જીવનમાં થયા છે. સંસારનો કાચો રંગ તો ઊડી જ જવાનો. કવિ આનંદઘન પણ મમતાની સોબતમાં પડેલા માનવીને જાગવા કહે છે. શુદ્ધ ચેતના પોતાના પતિ ચેતનને સંસારના મોહમાંથી જગાડવા માટે અનુભવમિત્રને વિનંતી કરે છે. જે માનવી સંસારના મોહમાં ફસાયેલો છે, એ તો આનંદઘનના કહેવા પ્રમાણે અજાગલ સ્તનમાંથી દૂધ મેળવવાની વ્યર્થ આશાએ ફાંફાં મારતો જ કહેવાય. “અનુભવ નાથકું ક્યું ન જગાવે, મમતા સંગ સો પાય અજાગલ, થન તેં દૂધ કહાવે." (‘આનંદઘનનાં પદો', ભાગ ૧, પૃ. ૧૭૬) સંસારના સ્વપ્નવત સુખમાં રાચતા માનવીને આનંદધન હીરાને છોડી દઈને માયારૂપ કાંકરા પર મોહ પામતો બતાવે છે. એની દશા ૧૦૨ કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદઘન ભારે બૂરી થાય છે. જેમ નરપશુ એકાએક હુમલો કરીને બકરીને મારી નાખે છે, એવી રીતે આવા માનવીને કાળ ગ્રસી જાય છે. કવિ કહે છે : “સુપનકો રાજ સાચ કરી માચત, રાહત રાહ ગગન બદરીરી, આઈ અચાનક કાલ તોપચી ગહેગી ક્યું નાહર બકરીરી.” ‘સંસારીના સુખ’ને ત્યજનારી મીરાંને સંસાર તરફથી કેટલી કેટલી આફતોનો સામનો કરવો પડ્યો હતો ! સાસરવાસ અને મહિયર ત્યજીને એણે કાશી, વૃંદાવન સેવ્યાં અને છેવટે દ્વારકામાં વાસ કર્યો. જગત અને ભગત વચ્ચે આ સનાતન દ્વંદ ખેલાતું આવ્યું છે. આથી જ મીરાં કહે છે કે જેને ઘેર સંત પરોણો ના'વે, તેના ઘેર શા માટે જવું ? પોતાની સાંસારિક સ્થિતિને વ્યક્ત કરતાં મીરાં ગાઈ ઊઠે છે : “સાસરો અમારો અગ્નિનો ભડકો, સાસુ સદાની શૂળી રે, એની પ્રત્યે મારું કાંઈ ન ચાલે રે, એને આંગણિયે નાખું પૂળી રે.” (‘મીરાંનાં પદો”, સંપાદક : ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી, પૃ. ૧૬૪-૧૬૫) સાસુ, સસરો, જેઠાણી, દેરાણી, નણંદ અને પડોશણ એ બધાં મીરાંને પરેશાન કરે છે, પરંતુ મીરાં તો આ બધાંથી બેપરવા બનીને પોતાની મસ્તીમાં જ આંગણામાં ‘થૈ’, ‘થૈ’ નાચે છે. કવિ આનંદઘન પણ સાંસારિક સંબંધોને આ રીતે આલેખે છે. તેઓ કહે છે કે ચેતન જે નારીના મોહમાં અંધ બન્યો છે એને ક્રોધ અને માન નામના બે દીકરા થયા છે, જેને લોકો તમાચા મારે છે. એને લોભ નામનો જમાઈ છે અને માયા નામની દીકરી છે, અને એવો એનો પરિવાર વધતો જાય છે : “ક્રોધ, માન લોભ જમાઈ બેટા ભયે હો, દંત ચપટા લોક; માયા સુતા હો, એહ વઢચો પરિોહ." (‘આનંદઘનનાં પદો', ભાગ ૨, પૃ. ૩૦૧) 103

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80