Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 54
________________ શબ્દસંનિધિ આ રીતે કબીર અને આનંદઘનનાં પદોમાં એમનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. બંનેનું હૃદય કવિનું, ચિત્ત યોગીનું અને મિજાજ બાદશાહનો હતો. એમનાં પદોમાં મસ્તીની ઝલક છે. કાનમાં નિરંતર ગુંજ્યા કરે એવું શ્રૃતિપટુત્વ છે. પદોના ઉન્નત અને અલૌકિક ભાવ, સચોટ રૂપકો, ગહનમધુર ભાષા અને ઊંડું રહસ્યગર્ભ ચિંતન કાવ્યરસિકોને આનંદમાં તલ્લીન કરે છે. આનંદઘનનાં પદોની સંખ્યા કબીર જેટલી નથી. કબીર જેવું આવેશભર્યું બયાન એમાં નથી. એમાં વ્યવહારજીવનની નગદ કલ્પના નથી. આમ છતાં આનંદઘનનાં પર્દા એની સંખ્યાના પ્રમાણમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. એમાં વિકસિત કમળ જેવું આત્મજ્ઞાન, ભાવોનું લાલિત્યભર્યું આલેખન, રહસ્યગર્ભ અનુભૂતિનું વેધક નિરૂપણ, સંકુચિતતાને બદલે વ્યાપક ભાવનાઓની ઉજ્વળતા એ સર્વને જોતાં આનંદઘનને “જૈન કબીર’ કહીએ તો તે ખોટું ન ગણાય. આ પદોમાં અનુભવાર્થી વૈરાગી કવિ આનંદઘનની સર્વોચ્ચ અવસ્થા પ્રગટ થાય છે. કવિએ ‘અનુભવ લાલી’ના આત્મસાક્ષાત્કારથી ‘અગમ પીઆલો’ પીધો છે અને પરમતત્ત્વમાં લીન બનીને અમરત્વના અનુભવની મસ્તી માણી છે અને ગાઈ પણ છે. ભક્તિ અને મસ્તી મીરાં અને આનંદધનનાં પદ-સાહિત્યમાં પ્રભુમિલનનો તીવ્ર તલસાટ અને ઉચ્ચ અધ્યાત્મજીવનના સંસ્કાર પ્રગટ થાય છે. મીરાંની કૃષ્ણભક્તિ જીવનના કોઈ આઘાતજનક બનાવમાંથી એકાએક પ્રગટેલી નથી, તે જ રીતે આનંદઘનની વૈરાગ્યવૃત્તિ કોઈ સાંસારિક ઘટનાની ઠેસથી જાગી ઊઠેલી જણાતી નથી. આ સંતોના જન્મજાત સંસ્કારોમાં જ વૈરાગ્યનાં બીજ રોપાયેલાં હોય છે, જે સમય જતાં વિકાસ પામે છે. મીરાં અને આનંદઘન અંગે એક સામ્ય પણ જોવા મળે છે. દ કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદઘન મેડતાની ભૂમિ પર મીરાંનો જન્મ થયો અને એ પછી આશરે સવાસો વર્ષ બાદ એ જ ભૂમિ પર આનંદધન વિચર્યા હશે. જ્યાં મીરાંની પ્રેમલક્ષણા ભક્તિનું સ્વયંભૂ ઝરણું પ્રગટ થયું, તે જ ભૂમિ તપસ્વી આનંદઘનની કર્મભૂમિ બની. અહીં મીરાં અને આનંદઘનના પદસાહિત્યની તુલના કરવાનો ઉપક્રમ રાખ્યો છે. આ બંને સંતોનાં પદો સ્વયંસ્ફુરિત છે, ક્યાંય સહેજે આયાસ માલૂમ પડતો નથી. મીરાંએ ભક્તિ અને આનંદધને યોગના રહસ્યને આત્મસાત્ કર્યું છે અને એ પછી બંનેએ અંતરના નિગૂઢ ભાવોને પ્રેરણામય ઉલ્લાસથી ભાવવાહી વાણીમાં અભિવ્યક્ત કર્યા અથવા અભિવ્યક્ત થઈ ગયા એમ કહેવું વધુ યોગ્ય ગણાશે. મીરાંને માટે કૃષ્ણભક્તિ જેવી સ્વાભાવિક હતી એ જ રીતે આનંદઘનજીને માટે યોગ એ ચર્ચા કે અભ્યાસનો નહીં, પણ અનુભવમાં ઊતરેલો વિષય હતો. આથી તેઓ યોગ અને આધ્યાત્મિક તત્ત્વોને રસિક અને ઉત્કટ વાણીમાં પોતાની કવિતામાં ઉતારી શક્યા છે. મીરાંની માફક આનંદઘનનાં પદોમાં અનુભૂતિ અને અભિવ્યક્તિ બંનેની વેધકતા પ્રતીત થાય છે. વિરહિણી મીરાંએ પિયામિલન માટે ઝૂરતાં, અકળાતાં અને તરફડતાં વિરહનાં આંસુ સાર્યાં છે. મીરાંનું વિરહગાન તે મીરાંનું જ, અન્ય કોઈ એની તોલે ન આવે. એનો વિરહ એ કોઈ આતુર ભક્તનો વિરહ નથી, પણ પ્રેમવિહ્વળ વિરહિણીની વેદનાભરી ચીસ છે. કોઈ અન્યનું વિરહગાન એ ગાતી નથી, પણ પ્રેમની વેદી પર સર્વસ્વ સમર્પણ કરી ચૂકેલી નારીની રીતે કૃષ્ણવિરહની વેદના ઠાલવે છે. “મેં વિરહણી બૈઠી જાશું, જગત સબ સોર્વે રી આલી...” વિરહની એ પીડા આનંદઘનજીએ એટલી જ તીવ્રતાથી અને fee

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80