Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 25
________________ શબ્દસંનિધિ મણિલાલના સાહિત્યસર્જન સાથે એમના જીવનમાં દેખાતી કુરૂપતાનો મેળ બેસાડવાની એક ચાવી ‘સુદર્શન ગઘાવલિ'માં મળે છે. તેઓ કહે છે કે આપણી આચાર છે, તે આપણા મર્યત્વનો અંશ છે, જ્યારે આપણા વિચાર છે, તે ઐશ્વર્યનો અંશ છે. વિચાર અને આચાર બંને ઉચ્ચ હોય તે ઉત્તમ વસ્તુ; પરંતુ માનવીના આચાર ભુલાઈ જાય છે, એના વિચાર જ પાછળ રહી જાય છે. આથી માનવીનું સાચું મૂલ્યાંકન એના આચાર પરથી નહીં પણ વિચાર પરથી થવું જોઈએ. સંપાદકે સૂચવ્યું છે તેમ મણિલાલ નભુભાઈને અન્ય સંદર્ભમાં રજૂ કરેલો આ વિચાર એમના જીવનના મૂલ્યાંકનના સંદર્ભમાં વિચારવા જેવો ગણાય. ગાંધીજી જીવતા હતા ત્યારે એમના આચાર પર પણ સહુની નજર રહેતી. ગાંધીજીના ગયા પછી એ આચાર અદૃશ્ય થયા છે; માત્ર એમના વિચારો જ એમની પાસે રહ્યા છે. ચાર એ શરીરની ક્રિયામાંથી ઊભો થતો આકાર છે, વિચાર તો માનવીય ચેતનાનો અંશ હોવાથી અ-ક્ષર છે. મણિલાલમાં આચાર દૂષિત અને વિચાર તર્કશુદ્ધ અને વિશુદ્ધ, એવો દેખાઈ આવે તેવો વિરોધ હોવાથી એમના જીવન પર વધુ પડતો ભાર મૂકવામાં આવે છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આચાર અને વિચારનું થોડું દૈત તો હોય છે જ. દરેક વ્યક્તિના આચાર એના વિચારની કોટિ સુધી પહોંચી શકતા નથી. કેટલાકમાં એ વિસંવાદ ઘેરો દેખાતો નથી, જ્યારે મણિલાલના દાખલામાં આપણને તે વધુ પડતો ઘેરો દેખાય છે. વળી માનવી ચારેબાજુ વિષમતાથી ઘેરાય હોય ત્યારે એ વિષમતાથી એનામાં કેવી માનસિક અને શારીરિક નબળાઈ આવે એનો તો જે અનુભવ કરે એને જ ખ્યાલ આવે. પત્ની, મિત્રો, સોબત અને શેરીનું વાતાવરણએ બધાંમાંથી મળેલા કુસંસ્કારો તે કઈ રીતે ભૂલી અનોખી આત્મકથા શકે ? ‘સ્મરણયાત્રા'માં બાલ્યકાળને આલેખતાં કાકાસાહેબે કહ્યું છે કે એ ઉંમરે તો સ્મરણો શિલાલેખ જેવા બની જાય છે. મણિલાલના ઉછેરે એમની સંસ્કારસંપત્તિ પર ઘેરી અસર પાડી છે. આ આત્મવૃત્તાંતમાં મણિલાલનું છેલ્લાં ત્રણ વર્ષનું આત્મવૃત્તાંત મળતું નથી. મણિલાલ પાછળનાં વર્ષોમાં યોગની સાધના કરતા હતા. આપણા કવિચિત્રકાર ફૂલચંદ શાહે પણ એની નોંધ લીધી છે. છેલ્લાં ત્રણ વર્ષનું એ આત્મવૃત્તાંત મળ્યું હોય તો મણિલાલનું ખરું સ્વરૂપ અથવા તો એમનામાં આવેલું પરિવર્તન કદાચ જોવા મળત. આચાર અને વિચારનું દૈત એ કદાચ એમના જમાનાનું પણ લક્ષણ હોઈ શકે. વિક્ટોરિયન યુગમાં બાહ્ય અને આંતરજીવન પરસ્પરથી સાવ ભિન્ન હોય તેવું બનતું; કારણ કે એ યુગમાં દંભ અને ઢાંકપિછોડાથી પોતાના સાચા વ્યક્તિત્વને છુપાવવાનો મોટા માણસો પ્રયત્ન કરતા હતા. મણિલાલની એટલી વિશેષતા ખરી કે એમણે પોતાના બધા દોષોને કાગળ પર મૂકીને આચાર્ય આનંદશંકર ધ્રુવે કહ્યું છે તેમ અધમર્પણ કરી દીધું છે. માત્ર એમનું ઐશ્વર્ય એટલે કે વિચારસંપત્તિ અને સાહિત્યસંપત્તિ જ આપણી પાસે રહે છે. આમ આત્મવૃત્તાંતની એક ખૂબી એ ગણી શકાય કે આમાં ક્યાંક પોતાના મહત્તાનાં ગુણગાન, બડાશ કે આત્મપ્રશંસા જોવા મળતાં નથી. શ્રી મુનશી અને એવા બીજા ઘણા આપણા આત્મચરિત્રકારો આમાંથી બચી શક્યા નથી. તેનાથી મણિલાલ મુક્ત રહી શક્યા છે. નર્મદ ‘મારી હકીકત માં જે ન કરી શક્યો, તે મણિલાલે કરી બતાવ્યું છે. ઘણી વાર આત્મચરિત્રકાર અમુક નકશાને સામે રાખીને પોતાનું આત્મચરિત્ર લખતો હોય છે. પોતાના વર્તમાનના સંદર્ભમાં ભૂતકાળને

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80