Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 32
________________ શબ્દસંનિધિ ન કોઈ અમુક પાત્ર જોઈને વિલ, ન વન્સ મોર (once more)'ની ગર્જનાઓ, ન—” (પૃ. ૫) આમ ‘વન્સ મોરની ગર્જનાઓ' કરાવવાનો નાટકકારે હેતુ રાખ્યો જ નથી, છતાં કવિતા અંગે ‘વન્સ મોર’ને ન છૂટકે માન આપવું પડે તો ઉપરની કડીને બદલે બીજી કઈ કડી પ્રયોજવી, તે પરિશિષ્ટમાં આપવાની વાત કરી છે. આવું પરિશિષ્ટ નાટકનો ભાગ છપાયા પછી લખવાનો ઇરાદો હતો, પણ તે બર આવ્યો લાગતો નથી. આમ છતાં ચોથા પ્રવેશને અંતે આવતી કવિતાની એક વધુ કડી પ્રથમ આવૃત્તિના ટિપ્પણમાં આપી છે. પણ અહીં તો નાચને વધુ સમય આપી શકાય તેમ હોય તો તે માટે બીજી કડી આપી છે, નહીં તો વન્સ મોર’ના હુકમને માન આપવા માટે. બીજી આવૃત્તિમાં આ જ કડીઓ મૂકવાનો લેખકે વિચાર રાખ્યો હોય, તે શક્યતા નકારી શકાય તેમ નથી. બીજા મુદ્રણ સમયના નિવેદનમાં કંચનરાયની એના પિતા આગળની કબૂલાત અને પ્રાયશ્ચિત્તનું નિરૂપણ ટૂંકાવ્યાનું લેખક કહે છે. પૃ. ૧૧૫ પરનો આ પ્રાયશ્ચિત્તના આલેખનમાં કેટલેક સ્થળે શબ્દો બદલ્યા છે અથવા કાઢી નાખ્યા છે. જ્યારે નીચેનાં વાક્યો જ કાઢી નાખ્યાં છે— મ્હારી જાતને રોકી જ શકતો નથી..... હું છેક પામર છું.... અને પતંગિયું બત્તીમાં પડે તેમ યાહોમ કરીને ત્રુટી પડું છું. પરિણામ જે આવવાનું હોય તે આવો.... મ્હારી બુદ્ધિ આટલી પરિણામાન્ય કેમ ? જે કહેશો તે કરીશ, પણ હને પરિણામદૃષ્ટિ અને તે મુજબ વૃત્તિને ઉગતી જ રોકી, દાબી, મસળી નાખવાની શક્તિ આપો.’ પૃ. ૧૩૭ને અંતે આવતી રમણભાઈની ઉક્તિમાં ઉમેરે છે : ‘જે અનુભવે અનુભવે વધતી જ જાય છે.’ ૫૪ ‘ઉગતી જુવાની’ની અપ્રગટ મુદ્રણપ્રત પૃ. ૧૬૮ પર બહેરામની ઉક્તિમાં શીરીન કંચનની પાછળ વિલાયત જઈને ઉદ્યોગ હુન્નરોમાંથી બેત્રણનો ‘કેમિસ્ટ’ બનીશ.” એમ આવે છે, ત્યાં લેખક ઉમેરે છે : “અને જો ખોદા મેહરબાન, તો સસ્સા બી પહેલવાન !” પૃ. ૧૬૯ પર પ્રથમ આવૃત્તિમાં મણિભાઈની ઉક્તિ આ પ્રમાણે છે 4 ------ “ના, જી. દારૂ ઉપર ખરો વિજય જેમ તે પીવાની દરેક અનુકૂલતા હોય છતાં ન પિયે, અગર કોઈ વાર તેવી સજ્જનોની સોબતમાં લિઝ્ઝત ખાતર જરા પિયે પણ, તેમાં છે, કેવલ નિષેધમાં નથી; તેમ ખરું બ્રહ્મચર્ય એમના મનથી ગૃહસ્થાશ્રમના સહધર્મચારમાં છે...” આમાં નીચે મુજબ સુધારો કરે છે— “સ્ત્રી યા પુરુષના એકલ જીવનને રમણ અધૂરું અર્ધું જીવન જ માને છે; સંપૂર્ણ અને કુદરતી રીતે ખીલતું માનવજીવન એ એકપત્નીવ્રત ગૃહસ્થાશ્રમના સહધર્મચારમાં જ જુવે છે..." નાટકને અંતે નીચેની ત્રણ પંક્તિ પ્રો. ઠાકોર ઉમેરે છે. આ પંક્તિ લવજી બોલે છે— “ધમ ધમ ધમ ધોધવા પર ધોધવા રેલુંછેલ કરી મુકસે ! વાહ રે વાહ ખોદા ! હારી હેરથી જ લીલાલ્હેર !' կա નાટકના છેલ્લા પ્રવેશનો પ્રવેશ ૧૨મો અહીં પડદો પડે છે. ઉપર્યુક્ત ત્રણ પંક્તિના ઉમેરા નીચે લેખકે ૧૬-૪-૪૯ એ તારીખ નાખેલી છે. આ દિવસ નાટકના સંમાર્જનના કાર્યની પૂર્ણાહુતિ સૂચવે છે.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80