Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 31
________________ ‘ઉગતી જુવાનીની અપ્રગટ મુદ્રણપ્રત નાટકના સત્તાવનમાં પાનાથી (પૃ. ૬૧, કર સિવાય) બાકીનું આખું નાટક તેમજ ટિપ્પણની સંપૂર્ણ ‘ડમી’ મળે છે. આમાં પ્રો. ઠાકોરે સુધારાવધારા કર્યા છે, જેમાંના ઉલ્લેખનીય સુધારાઓ નીચે પ્રમાણે છે : પૃ. ૭૪ પરની ગઝલમાં પ્રથમ આવૃત્તિમાં એક કડી આ પ્રમાણે ‘જિગર–તે ક્યાં, હે પ્રભો, છડા પણ સહવા પ્રભો.’ ગઝલની ભાષાને જોઈને નીચે પ્રમાણે ઉચિત સુધારો કરવા લાગે શબ્દસંનિધિ ‘મહારી જોડણી માટે મુખ્ય સૂચના’ એ મથાળું કરીને પાંચ મુખ્ય સૂચનાઓ લખી છેI હકાર (૧) મોટી મોટી મોટુંમાં નહીં. (૨) અમને, અમારું, અમે, અમારાથી, અમારામાં - એ બહુવચનોમાં નહીં (૩) પણ હમને, હમારું, હમે, હમારામાં, હેમારાથી, હેમ, ઍવું, ફહેવું, હેવુ, હાવું, એમ બીજે બધે ખરો; જો કે ના હોય તો પણ ભૂલ ન ગણવી. કેમ કે હકારનો વાપરી વિકલ્પ-optional—એવો હાર નિયમ છે. II વિશે – ‘વિષે' નહીં. III મહારે જોઈએ છે –I want, થવું જોઈએ ought to be વગેરેમાં ઈએ પરંતુ જોવું ધાતુ (to see)નાં રૂપમાં જોઈયે. દાખલો–દાળ શાકમાં મીઠું જોઈએ, હવે આ છબી જોઈયે. બધાં ક્રિયાપદરૂપોમાં કરિયે જ ઈયે અપનાવિયે એમ ઈયેથી જ જોડણી કરવી. ઉપર જોઈએ અપવાદ જ છે. કેમ કે એ ધાતુનાં તમામ રૂપો થતાં નથી. IV સંસ્કૃત શબ્દોની જોડણી સંસ્કૃત પ્રમાણે જ . V પણ સંસ્કૃત નહીં, પ્રાકૃત અને દેશ્ય શબ્દોની જોડણીમાં , ઈ, ઉ, ઊ, વિકલ્પ જ્યાં જે ઠીક લાગે છે અને કવિતામાં તો છંદોબંધ જે સ્થાને જે ગુરુલઘુ માગે તે પ્રમાણે. ‘જિગર-તે ક્યાં, હે ખુદા ! છડા જીવનની મુદા.” ચોથા પ્રવેશને અંતે લાવણીમાં ગવાતી કવિતા* સાથે પાંચ યુગલ નાચે છે. ‘તાબ્લો' રચે છે. અહીં પ્રવેશને અંતે લેખક ઉમેરે છે : વન્સમોર'નો હુકમ માનવો જ પડે એટલા જોરશોરથી થાય તો ઉપલી જ કડીને બદલે તે પછીની બીજી કડી પ્રયોજી શકાય માટે નાટકને અંતે પરિશિષ્ટ લેખ છાપી છે.” નવાઈની બાબત એ છે કે આ નાટકની આગવી વિશેષતા તરફ પ્રસ્તાવનામાં અંગુલિનિર્દેશ કરતાં સૂત્રધાર કહે છે – (નિરાશાનો ડૉળ કરતો) પ્રેક્ષકોની સહાનુભૂતિ યે માફકસર જ. આ કવિતા “અલનેરનાં નૂર’ એ શીર્ષક હેઠળ 'ભણકાર (૧૯૫૧)માં (ગુ-૨, કાવ્ય-૨, પૃ. ૩૨) થોડા ફેરફાર સાથે મળે છે. અહીં નાટકમાં આવતી અને તે સાથે ટિપ્પણમાં મળતી વધારાની કડીઓ ભેગી કરીને કવિતા આપવામાં આવી છે.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80