Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 33
________________ શબ્દસંનિધિ ‘ડમી'ના ટિપ્પણની આગળ લેખકેની નોંધ મળે છે– ‘ટિપ્પણ આખું નવેસર લખવું છે તે હમે ફેમ છપાઈ જાય તેમ તેમ મોકલશો એટલે લખાશે. ટિપ્પણ જ બાકી રહે, એમ આખી ચોપડી છપાઈ જતાં આ નકલે પાછી મોકલશો. એટલે આ જૂનું ટિપ્પણ જોઈ જોઈને નવું લખાશે. બીજી નકલ મહારી ક્યું નથી. અમદાવાદ ૧૬-૪-૪૯.' નાટકની દૃષ્ટિએ જોઈએ તો ‘ઊગતી જુવાનીમાં પ્રો. બળવંતરાય ઠાકોર કોઈ અતિકાય માનવીના ઉત્થાન-પતનના સંઘર્ષણને આલેખવાને બદલે સહુને અતિ વહાલું, નિજનું જ લાગે એવું નાટક રચવાનો ઉદ્દેશ ધરાવે છે; પણ નાટક કઠોર-નઠોર વાસ્તવના વર્તુળમાં જ ફેરફુદરડી ફરીને અટકી જાય છે. જીવનની સાદાઈ અને વાસ્તવિકતાની પડછે છુપાયેલા સનાતન માનવ-ભાવોને સ્પર્શતું નથી. લગ્નપ્રથા, મઘનિષેધ અને ઉચ્ચ કેળવણીના સહુ કોઈને સ્પર્શતા પ્રશ્નોને વિષય બનાવ્યા છે, પણ એનું નાટટ્યરૂપાંતર બરાબર થયું નથી. જીવનની વિસંવાદિતા પાત્રના મંથનમાંથી, વેદના-ચીસમાંથી કે પ્રસંગમાંથી પ્રગટ થવાને બદલે મોટે ભાગે પાત્રોની ‘વાતોથી રજૂ થાય છે. Drama is intense actionની દૃષ્ટિએ excitementના અભાવવાળું આ નાટક મોળું પણ લાગે. નાટકની સપાટી પર લેખકનો વિચાર જ તર્યા કરે છે. આમ છતાં પ્રો. ઠાકોરની પ્રયોગશીલ પ્રતિભા અછતી રહેતી નથી. તેઓ સંસ્કૃત નાટ્યપ્રણાલીથી જુદા ફંટાય છે. વાસ્તવ-આલેખન, સમગ્ર નાટક પર ઝળુંબતું ઉલ્લાસનું વાતાવરણ, નવીન અર્પણપત્રિકા, નાની બહેનનું દશ્ય, પાત્રોના સંબંધની નોંધ તેમજ પાત્રોચિત ભાષા પ્રયોજવાનો નાટકકારનો પ્રયત્ન અવશ્ય પ્રશંસનીય છે. અને તે રીતે નાટક નોંધપાત્ર ઠરે છે. ધૂમકેતુનો સ્થિર પ્રકાશ એક કોચલામાં પુરાઈ જવાની ભીતિ ધરાવતી ગુજરાતી નવલિકા ધૂમકેતુના ‘તણખામંડળ ૧” દ્વારા વિષય, વિચાર, લાગણી, સમાજ અને સહ-અનુભૂતિનાં નવાં ફલક પર પ્રયાણ આદરે છે. ભદ્ર અને સુખી સમાજ આસપાસ વીંટળાયેલી, એમનાં ગાદી-તકિયે બેસીને વિચારતા પ્રશ્નોને ચર્ચતી કે વાગોળતી તેમજ સમાજ સુધારાના સમર્થનાર્થે કે ક્યારેક પ્રચારાર્થે પ્રયોજાતી નવલિકાની ત્રિજ્યા ધૂમકેતુના આ વાર્તાસંગ્રહથી વિસ્તરે છે. સર્જકની સંવેદનાની વિશાળ વ્યાપ્તિને કારણે જ નાની શી કેડી સમો આ સાહિત્યપ્રકાર એક મોટા માર્ગનું રૂપ ધારણ કરે છે. દીવાનખાનાના ઠઠારા અને બેઠાડુ જીવનના સંઘર્ષોની વાતોમાંથી નવલિકાને બહાર આણીને ધૂમકેતુ ઉપેક્ષિત એવા સમાજ ની કથાઓ આપે છે. શ્રીમંતો અને સમાજ તરફથી અનાદર પામેલા તેમજ કહેવાતી સભ્યતાના સીમાડાની બહારના ગણાતા સાવ નીચલા થરના માનવીઓની વ્યથા, વેદના, મૂંઝવણો, આઘાત, માનસિક સંઘર્ષ અને એમના થતા શોષણને અભિવ્યક્ત કરે છે. લેખકના ગહન અને વ્યાપક સમભાવને કારણે જ હલકા કે સામાન્ય ગણાતા માનવીઓની ઝળહળતી ચિત્ત-સમૃદ્ધિ આલેખાઈ છે. એમની નજર પોસ્ટઑફિસ, શાકમાર્કેટ અને રેલવે-કૉલિંગની ઓરડીથી માંડીને વૈશાલીમાંના આમ્રપાલીના વૈભવી આવાસ સુધી પહોંચે છે. તાજની આસપાસના રંગીન, રમણીય અને મુલાયમ વાતાવરણની સાથેસાથે ત્રણ દરવાજાની આસપાસ હરતી-ફરતી કંગાલિયત પણ અહીં રજૂ થઈ છે. વારાણસી, નંદગિરિ અને પૃથ્વી પર સ્વર્ગ સમાં પ્રકાશતા સતલજ ના કિનારાના

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80