Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 41
________________ શબ્દસંનિધિ હોય એવી છાપ પડે છે. અથવા કહો કે દૂઝતા ત્રણની ધાર બનીને આ શબ્દો આવે છે. એ ધાર ગીતની પંક્તિ જેટલી લાં...બી છે. બીજી પંક્તિમાં એવી જ મર્મવેધક વેદના છે તે બુઠ્ઠી થઈ ગયેલી લાગણીની કિવ કીટ્સ જેને ‘હૅપી ઇન્સેન્સિબિલિટી' કહેલી તે થીજી ગયેલી સંવેદનાને ખળખળ (હથેળીમાંથી વહેતા લોહીની માફક) વહેતી કરવી છે. પણ એની તૃષ્ણા અતૃપ્ત રહે છે. ‘કોઈ મને આલો રે આલો'માં કેવી આર્જવભરી માગણી છે ! જુવાનીનું કૂંપળ જેવું સગપણ ઊગ્યું ને પીળું પાન થઈને ખરી પડ્યું ! લૉર્ડ મૅકોલેના ‘જેકો બાઇટ્સ એપિટાફ'માં કહ્યું છે તેમ 'greyhaired with sorrow in my manhoods primeઆ જુવાનને પણ કહેવાનું આવ્યું છે. ‘તેજલદે’સંબોધન કેવો વિરોધાભાસ ઊભો કરે છે ! ખરું જોતાં આખું કાવ્ય ચમત્કૃતિજનક વિરોધાભાસનું છે. ઘૂઘવતા જળને જોઈને થયું કે આ દરિયો છે. પણ અમથું અડકી જોયું તો આખો દરિયો જ ખાલી ! છેલ્લાની આગલી લીટીમાં ‘સ્મરણ વિહોણા' નગર ભણીનું પ્રસ્થાન સૂચવ્યું છે. તેનો પ્રારંભ આમ તો છેક પહેલી લીટીથી થયેલો છે, પણ છેલ્લી ચાર લીટીમાં એની અસર ઘેરી બને છે. શૂન્ય લાગતી શેરીનો તડકો, મૃગજળ ને હાંફ સહિતનો ઉલ્લેખ રણનો અનુભવ કરાવે છે. જીવન એટલે ‘જાગી ઊઠતી ભૂતાવળનો દેશ’ અને મરણ એટલે ‘સ્મરણ વિહોણું નગર’. દુર્દેવે દાખલ કરેલી રિક્તતા, એકલતા, શુષ્કતા અને નઠોરતાનું આ ચીલાચાલુ ગીત નથી. એમાં મૉર્બિડિટી નથી, ઉત્સાહથી ઊછળતી ગતિશીલ ઠંકાવાળી વાણીમાં વેદનાનું નિરૂપણ કરીને કવિએ અસાધારણ ખુમારી બતાવી છે. રણ સિવાયની બધી વાત વ્યંજનાથી કરી છે. કર ધીખતી સંવેદનાનું કાવ્ય જિંદગીની થીજી ગયેલી વ્યર્થતાને અર્થપૂર્ણ અને ક્રિયાશીલ શબ્દો દ્વારા પ્રવાહિત કરવાનો કીમિયો આ કવિએ બતાવ્યો છે તે મારે મન એની વિશિષ્ટતા છે. રમેશ પારેખ કે માધવ રામાનુજ જેવાં સમર્થ પ્રતિરૂપો ભલે એની ઊંડળમાં ન આવતાં હોય, પરિચિત પ્રતીકો દ્વારા જે વિશિષ્ટ લહેકો અને છટાથી જીવન અને મૃત્યુનાં સંવેદનને એકમેકમાં ગૂંથી બતાવ્યાં છે એ તેની કવિ તરીકેની સફળતા છે. આ ગીત સમૂહમાં ગાવાની ઑર મજા છે. વાંચી જજો. ૩૩ સ્નેહાધીન કુમારપાળ

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80