Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 28
________________ શબ્દસંનિધિ દ્વિતીય મુદ્રણની પ્રત તૈયાર કરી, પણ એમના અવસાનસમય સુધીમાં (તા. ૨-૧-૫૨) એ પ્રગટ થઈ નથી. લેખકે તૈયાર કરેલા નાટકના પ્રથમ પૃષ્ઠની વિશેષતા જોઈએ તો અગાઉ નાટકના શીર્ષક હેઠળ “સાંસારિક નાટક, ભજવાય એવું” એમ લખ્યું હતું. બીજા મુદ્રણ વખતે માત્ર ‘સાંસારિક નાટક’ એ શબ્દો રાખીને ‘ભજવાય એવું” એ કાઢી નાખે છે. છતાં બીજા મુદ્રણ સમયના નિવેદનમાં પ્રો. ઠાકોરે લંબાણથી નાટકની તખ્તાલાયકી વિશે લખ્યું છે. લેખકે પોતે જ પ્રથમ આવૃત્તિના પ્રથમ પ્રવેશમાં ‘નાટક ભજવવાની જરૂરિયાતોને આદિથી અંત સુધી પૂરેપૂરી લક્ષમાં રાખીને જ દરેક પ્રવેશ રચવામાં આવ્યો છે ' એમ કહ્યું છે. જોકે એ સ્વીકારવું પડશે કે આખરે તો આ નાટક પાક્યનાટક જ બન્યું છે. પ્રથમ આવૃત્તિમાં કર્તા તરીકે ‘બળવંતરાય કલ્યાણરાય ઠાકોર બી. એ., આઈ. ઈ. એસ.’ લખ્યું છે, જ્યારે છવ્વીસ વર્ષના ગાળા બાદ તેઓ બી.એ.ની ઉપાધિ કાઢી નાખીને ‘આઈ.ઈ.એસ. (નિવૃત્ત) દીવાન બહાદુર' લખે છે. પ્રથમ આવૃત્તિમાં એમના નામ પર કર્તા જ લખ્યું છે, બીજી આવૃત્તિ વખતે ‘કર્તા અને પ્રકાશક' બને છે. પ્રો. ઠાકોરે ધિ. બી. સેહની પ્રકાશન બિરાદરી લિમિટેડ નામની પ્રકાશનસંસ્થા પોતાની અને બીજી વીણેલી ચોપડીઓનું શિષ્ટ પ્રકાશન થાય તે માટે સ્થાપી હતી. પણ આ સંસ્થા ઈ. સ. ૧૯૫૧માં સ્થપાઈ અને તે વિશેનો કોઈ ઉલ્લેખ પણ મુદ્રણuતમાં મળતો નથી. આમ છતાં મુખપૃષ્ઠને પાછલે પાને કરેલી નોંધ ‘કર્તા અને પ્રકાશકે આ ચોપડી ૩૪, ચોપાટી રોડ, મુંબઈ ૭, એ પોતાના નિવાસસ્થાને પ્રકટ કરી. ઈ. ૧૯૪૯, સં. ૨૦૦૫ પરથી ખ્યાલ આવે છે કે આ પુસ્તકનું પ્રકાશન એમણે પોતે જ કરવા ધાર્યું હતું. ‘ઉગતી જુવાની'ની અપ્રગટ મુદ્રણપ્રત લેખકે નવી આવૃત્તિ માટે તૈયાર કરેલું અર્પણપત્ર જોઈએ. શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ને પ્રથમ આવૃત્તિ વખતે કરેલા અર્પણપત્રમાં નજીવા ફેરફાર કરીને, પંક્તિઓ ગોઠવીને મૂકે છે. બીજી આવૃત્તિનું અર્પણપત્ર આ પ્રમાણે છે : અર્પણપત્ર રા. રા. મણિશંકર રત્નજી ભટ્ટ, ભાવનગર – ગદ્યપદ્યમ – પ્રિય ‘કાન્ત’ ‘આત્મોપમ,’ ‘સખે,’ ‘ઉર’ એ બધાં સંબોધનો ત્યજિ , સરલ મનભર ‘ભાઈ’ શબ્દ આ કૃતિ સાથે હને જોડું છું.' ભાઈ, સ્મરે છે તે દિવસે યૌવનતણા જ્યાં આપણે કાલોદધિમાં ઉંડી ડુબકી દઈને ઇતિહાસના એથેન્સસ્પાર્ટીમાં જ જાણે વિહરતા, એ નાટકો એ કાવ્યભાષણમૂર્તિસંવાદો વિશે ? એ જગન્મોહ કે અમર ખંડેરો થકી વિસ્મિત થતા, - એ ઓપતી જનતા ફરી જોવા ફરીથી વિરચવા એ નૌજુવાનીની ખુમારીભર્યા મથતા હતા ! અહા, એ શો રસભીનો કાળ ! અરે એ સહશિક્ષણ શાં રસાળ પછી તો ભાઈ, ઝિદગી આવી આપણી જુદાઈ જેને ભાવી; તું અસલ ગુજરાતે રહ્યો, હું ગરવિ ગુજરાતે વહ્યો. પ્રથમ આવૃત્તિમાં આ પ્રમાણે શબ્દો છે : ૧. હું ૨. નવયૌવનતણા ૩. ખાઈને ૪. કાવ્યભાષણમૂર્તિસંવાદ ૫. જુવાનીની કે. મત્ત બાલિશતા ભર્યા મથતા હતા ૭.૨ ૮. તું ૯. હું ૧૦. ગરવી.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80