Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 19
________________ શબ્દસંનિધિ સુદર્શનાએ અપરંપાર આપત્તિઓ ઊભી કરી. પરમાત્માના અપાર ઐશ્વર્યને ‘હુંપદ ' રાખીને માનવી પામી શકતો નથી, જ્યારે એ કરવતું તન્મથી મત્ – શર જેમ લક્ષ્યમાં બિલકુલ લીન થઈ જાય તેમ પરમાત્મામાં લીન બને છે કે આપોઆપ પરમાત્માના અઢળક સૌંદર્યની પ્રતીતિ કરે છે. રાણી સુદર્શનાને અંધારા ઓરડામાં મળતા રાજાના જે રૂપને જોવાની ઉત્કટ કામના છે તે કોઈ બતાવતું નથી. સહુ કોઈ અદ્દેશ્ય રહેલા રાજાની વિભૂતિ વિશે અહોભાવ પ્રગટ કરે છે. રાણી સુદર્શના અંધારા ઓરડાની સેવિકા દાસી સુરંગમાને પોતાના રાજાના રૂપ વિશે પૂછે છે, તો સુરંગમાં કહે છે ‘જ્યારે બાપની પાસેથી વછોડીને મને તેમની પાસે લઈ ગયા ત્યારે મને કેવા ભયાનક લાગ્યા હતા ! મારું આખું મન એવું વિમુખ થઈ ગયું કે આડી નજરે પણ તેમના તરફ જોવાનું મન થતું નહીં. ત્યાર પછી અત્યારે એવું થયું છે કે જ્યારે સવારના પહોરમાં તેમને પ્રણામ કરું છું ત્યારે તેમના પગ તળેની ભોંય તરફ જ જોઈ રહું છું. અને મનમાં થાય છે કે મારે આટલું બસ છે, મારી આંખ સાર્થક થઈ ગઈ. રાણી સુદર્શનાએ એની માતાને પૂછયું, તો એ કહે કે જોશીઓએ કહ્યું છે કે એ અદ્વિતીય છે, પણ ઘૂમટામાંથી એમને બરાબર જોવા જ પામી નથી. પછી રાજાના રૂપ વિશે શું કહી શકે ? સામાન્ય નારીની જેમ જ શંકા, રોષ, આનંદ, આવેગ કે ઉલ્લાસ ધરાવતી રાણી સુદર્શનાની જિજ્ઞાસા વધુ ઉત્કટ બને છે. પોતાના રાજાના રૂપ વિશે કેટલીય છાની-છાની મધુર કલ્પનાઓ તેણે ઘડી કાઢી ‘રાજા' (કિંગ ઑફ ધ ડાર્ક ચેમ્બર) છે. આ કલ્પના ઊર્મિકવિનું હૃદય પ્રગટ કરે છે. સાથે જે મનમાં એક છે, પણ બહાર અસંખ્યરૂપે અનુભવાય છે તેવા રાજાના અસ્પર્ય અને અપાર રૂપનો પણ ખ્યાલ આપે છે. રાણી સુદર્શના રાજાના રૂપ વિશે કહે છે– ‘એ કંઈ એક પ્રકારનું રૂપ નથી ! નવવર્ષાના દિવસોમાં જલભર્યા મેથી આકાશને છેવાડે વનની રેખા જ્યારે નિબિડ બની જાય છે, ત્યારે હું બેઠી બેઠી મનમાં વિચાર કરું છું કે મારા રાજાનું રૂપ કદાચ આવું હશે આવું ઝૂકી આવેલું, આવું ઢાંકી દેનારું, આવું આંખ ઠારનારું, આવું હૃદય ભરનારું, આંખનું પોપચું આવું જ છાયામય, મુખનું હાસ્ય આવું જ ગંભીરતામાં ડૂબેલું. વળી, શરદઋતુમાં આકાશનો પડદો જ્યારે દૂર ઊડીને ચાલ્યો જાય છે ત્યારે એમ થાય છે કે તમે સ્નાન કરીને તમારે શેફાલિવનને માર્ગે થઈને જઈ રહ્યા છો, તમારા ગળામાં કંદ ફૂલની માળા છે, તમારી છાતી ઉપર શ્વેત ચંદનની છાપ છે, તમારે માથે બારીક સફેદ વસ્ત્રોનો ફેંટો છે, તમારી આંખની દૃષ્ટિ દિગંત ઉપર જ ડાયેલી છે ત્યારે મને એમ થાય છે કે તમે મારા પથિક મિત્ર છો.... અને વસંતઋતુમાં જ્યારે આ આખું વન રંગે રંગે રંગાયું છે ત્યારે અત્યારે હું તમને જોઉં છું તો કાને કુંડળ, હાથે અંગદ, શરીરે વાસંતી રંગનું ઉત્તરીય, હાથમાં અશોકની મંજરી, તાને તાને તમારી વીણાના બધા સોનાના તારો ઝણઝણી ઊડ્યા છે.' પણ રાણીને આ વિવિધ અને સુંદર રૂપો કરતાં પોતાના રાજાના રમણીય દેહને નીરખવાનું કુતૂહલ છે. નિરાકાર ઈશ્વર ચર્મચક્ષુથી જોવાય કેવી રીતે ? દાસી સુરંગમાં યોગ્ય જ કહે છે કે તમે જોવાની આતુરતા છોડી દેશો એટલે તરત રાજા દેખાશે. પણ રાણીની જિજ્ઞાસા અદમ્ય હતી. એ તો કુતૂહલ શમાવ્યે જ છૂટકો કરે તેમ હતી. આખરે રાણીને રાજાનું રૂપ જોવા મળે છે. આગ વખતે રૂપ-ઘેલી રાણી રાજાનું બિહામણું કાળું રૂપ જોઈને કંપી ઉઠે છે. રાજાને તજીને ૨. ‘રવીન્દ્રનાથનાં નાટકો' ખૂ. ૧, પૃ. ૭૧. પ્રસ્તુત લેખમાં શ્રી નગીનદાસ પારેખે કરેલા “રાજા” નાટકના ગુજરાતી અનુવાદનો ઉપયોગ કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80