Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 17
________________ રાજા” (કિંગ ઑફ ધ ડાર્ક ચૅમ્બર) કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે એમનાં વિચાર, ભાવના, અનુભવ અને એથી ય વિશેષ ફિલસૂફીના નૂતન વિશ્વને નાટકના કલાસ્વરૂપમાં આકારબદ્ધ કરવા પ્રયત્ન કર્યો. તખ્તાને ગાજતો રાખે તેવા નાટ્યવસ્તુવાળી અથવા પ્રતાપી પાત્રોનાં કરુણ-ભવ્ય ચિત્તધમસાણને નિરૂપતી પશ્ચિમનાં નાટકોની અસરવાળી બંગાળી રંગભૂમિ પર રવીન્દ્રનાથની પ્રતિભા સાવ નવી જ દિશામાં પ્રયાણ આદરે છે. એમણે પ્રેક્ષકગણને રીઝવવા નાટકોની રચના કરી નહીં, પણ આવાં નાટકોથી રિઝાય એવો સજ્જ પ્રેક્ષકવર્ગ તૈયાર કર્યો. આ નાટક ભજવનારને પણ રવીન્દ્રનાથની ફિલસૂફી તેમજ સંગીત, નૃત્ય અને અન્ય કલાઓમાંથી એમને સાંપડેલી પ્રેરણા પારખવાની અનિવાર્ય જરૂર રહે છે, સરળ વ્યક્તિત્વમાં વહેતા ગહન અર્થને સમજવો પડે છે. વીસ વર્ષની વયે રવીન્દ્રનાથે ‘વાલ્મીકિ-પ્રતિભાનો ઑપેરા લખ્યો. થોડા મહિના પછી ‘રુદ્ર ચંડ’ નામનું મોટા ફલકવાળું નાટક રચ્યું અને એ પછી જીવનના અંત લગી નાટ્યલેખન અને ભજવણી તે કરતા રહ્યા. ચાળીસથી પણ વધારે નાટકો લખનાર રવીન્દ્રનાથનાં બધાં નાટકો ‘નાટક'ની પ્રચલિત વિભાવનામાં બેસતાં નથી; આમ છતાં આ બધાં વૈવિધ્ય અને ગુણવત્તાની દૃષ્ટિએ રવીન્દ્રનાથ ઠાકુરને એક અગ્રણી નાટયકાર ઠેરવે તેવાં છે ખરાં. કવિવરે પોતાની જીવન-ફિલસૂફી રૂપકાત્મક નાટકના ઘાટમાં ઉતારી છે. આ પ્રકારનાં નાટકો લખનાર કોઈ પુરોગામી, સાહિત્યજગતમાં શોધ્યો જડતો નથી. રવીન્દ્રનાથનાં રૂપકાત્મક નાટકોમાં ‘રાજા' એ અત્યંત સૂક્ષ્મ અને એટલું જ આકર્ષક નાટક છે. રાજા” (કિંગ ઑફ ધ ડાર્ક ચેમ્બર) ‘કુશજાતક’ નામના બૌદ્ધ જાતકની કથા-માટીમાંથી રવીન્દ્રનાથે મનોરમ વસ્તુ-મૂર્તિ ઘડી છે; એક સામાન્ય કથાને ગૂઢ, આધ્યાત્મિક ધ્વનિ ધરાવતી, સુગ્રથિત કથામાં પલટી નાખી છે. ‘રાજા'ના કથાવસ્તુ સાથે, સેન્ટ ઑગસ્ટિનના ‘The Confessions', ડાન્ટેના ‘The Vita Nuova', વિલિયમ બ્લેકના ‘The Marriage of Heaven and Hell' અથવા ફ્રાંસિસ થોમ્સનના ‘The Hound of Heaven’ સાથે થોડું સામ્ય છે, પણ ‘રાજા'ના કથાવસ્તુ પર એકેનો કશો પ્રભાવ નથી. કવિવરનાં આ પ્રકારનાં નાટકોની મેટરલિકનાં static theatreના ખ્યાલને વ્યક્ત કરતાં પ્રતીકાત્મક નાટકોની સાથે સરખામણી કરવામાં આવે છે. ખુદ રવીન્દ્રનાથે પણ આ નાટ્યસર્જકની અસર તળે આ નાટકો રચાયાની વાત કરી છે. “રાજા” અને “ડાકઘર' કરતાં રવીન્દ્રનાથનાં બીજાં નાટકો મેટરલિકની વધુ નજીક લાગે છે. પરંતુ મેટરલિકમાં નાટ્યવસ્તુ એ માત્ર વિચારની ભૂમિકા ઉપર રહે છે; જ્યારે રવીન્દ્રનાથ ઠાકુર નાટ્યવસ્તુને વિચારની સાથોસાથ ક્રિયાની ભૂમિકા પર - dynamic level પર – લાવીને મૂકે છે. મેટરલિકે પ્રયોજેલું રૂપક ઘણી વાર કોઈ સંવેદનશીલ બાળકના તરંગ જેવું લાગે છે તેમજ એણે આલેખેલું રહસ્ય કૃતિમાંથી સ્વયંભૂપણે પ્રગટ થતું નથી, જ્યારે રવીન્દ્રનાથનું નાટક વાસ્તવિક જીવન સાથે ગાઢ અનુસંધાન ધરાવે છે. કવિનો એક પગ ધરતી પર છે અને એથી જ philosophical abstractionને વાસ્તવિક જીવન સાથે તેઓ સાંધી દે છે. ‘રાજા માં ધરતી અને સ્વર્ગ જોડાય છે. કાલિદાસે ‘શાકુંતલ'માં જુદી રીતે અને વધુ કલાત્મકતાથી ધરતી અને સ્વર્ગનું મિલન સાધ્યું છે. રવીન્દ્રનાથ ઠાકુરનાં નાટકોમાં એમની “જીવનદેવતા’ વિશેની

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80