Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 21
________________ શબ્દસંનિધિ રાજા : તારામાં જ મારી ઉપમાં રહેલી છે. સુદર્શના: જો હોય તો તે પણ અનુપમ છે. મારામાં તમારો પ્રેમ છે, તે પ્રેમમાં જ તમારી છાયા પડે છે, તેમાં જ તમે તમારું પોતાનું રૂપ પોતે જોવા પામો છો. એમાં મારું કશું નથી, એ તમારું જ રાજા : આજે આ અંધારા ઓરડાનાં દ્વાર તદન ખોલી નાખું છું. અહીંની લીલા પૂરી થઈ. આવ, હવે મારી સાથે આવ, બહાર ચાલ—પ્રકાશમાં. સુદર્શના: જતા પહેલાં મારા અંધકારના પ્રભુને, મારા નિષ્ફરને, મારા ભયાનકને પ્રણામ કરી લઉં.’ મિ મિલન અંધારા ઓરડામાં જ થાય છે. માનવઆત્મા એના અંતરાત્મામાં જ–અંધારા ઓરડામાં ઈશ્વરને પેખી શકે છે, પામી શકે છે. અંધારો ઓરડો અને એના પ્રભુનું કાળું સૌંદર્ય માત્ર જીવનરહસ્ય જ ગોપવીને બેઠું નથી. આ અંધકાર પાસે તો વર-વધૂના મિલનને યોગ્ય ભૂમિકા રચવાનું સામર્થ્ય છે. યાતના અને પરિતાપ અનુભવીને પાર્થિવ મર્યાદાઓને પાર કરી ગયેલો સુદર્શનાનો માનવઆત્મા પ્રભુમિલન ઈશ્વરસ્વરૂપ પામે છે. આ નિબિડ અંધકારમાં ઈશ્વરની હાજરી ‘નરી આંખે’ નિહાળાતી નથી, પણ અનુભવાય છે. વાજાં, ઘોઘાટ, આડંબર, મહિમા, ધામધૂમ કે ધૂળ ઉડાડતી સવારી વિનાનો આ રાજા હૃદયની ઊંડી ગુહામાં જ પામી શકાય. અમે તે તેન તન્ય: – એ કહેનારા ઉપનિષદના ઋષિની જ વાત એક રીતે રવીન્દ્રનાથે કરી નથી ? વળી રવીન્દ્રનાથ ઠાકુર માને છે કે પ્રકાશ અને અંધકાર, રમણીય અને ભયાવહ વચ્ચે મૂળગત વિરોધ નથી. આ બધાં ગતિશીલ જીવનમાં પ્રગટતી વિવિધ સૂરાવલિઓ જેવાં છે. આવું વિરોધી દેખાતાં તત્ત્વોમાં એક સનાતન સંવાદ વહી રહ્યો છે. મિલન થયા પછી ખુદ રાજા રાજા” (કિંગ ઑફ ધ ડાર્ક ચેમ્બર) ઈશ્વ—જ , અંધારા ઓરડાની લીલા પૂરી થઈ, એમ કહીને રાણીને પોતાની સાથે બહાર પ્રકાશમાં લઈ જાય છે. દુનિયામાં તો અજવાળું છે, પરંતુ જ્યાં સુધી હૃદયમાં પ્રકાશ થતો નથી ત્યાં સુધી દુનિયાનું અજવાળું દેખાતું નથી. આ ભાવનાના મનોહર પડઘા આપણા કવિ રણછોડના એક ભજનમાં અનુભવાય છે * જ ડી ફેંચી ને ઊઘડ્યું તાળું થયું ભોમંડળમાં અજવાળું રે, દિલમાં દીવો કરો, રે દીવો કરો.” ઇંદ્રિયગ્રાહ્ય સૌંદર્ય અને આત્મસૌંદર્ય એ સાવ નોખી બાબતો છે. ઇંદ્રિયગ્રાહ્ય સૌંદર્યનું પ્રતીક દંભી સુવર્ણમાં જોવા મળે છે. આ રાજ્યમાં કોઈ રાજા નથી, માટે સુવર્ણ રાજવેશ ધારણ કરે છે. પરંતુ રાજવંશનો અંચળો એને જ ભારે પડી જાય છે. આમાંથી બહાર નીકળવા સુવર્ણ પ્રયત્ન કરે છે, પણ પોતે ખોદેલા ખાડામાંથી બહાર નીકળી શકતો નથી, રૂપે સોહામણા સુવર્ણમાં હરિને મારગ ચાલવાની શૂરવીરતાનો સર્વથા અભાવ છે. સર્વવ્યાપી રાજાનો અનુભવ આ સુવર્ણને થાય છે. ‘પણથી ઈશ્વરને ઓળખતો સુવર્ણ કહે છે કે એ ‘પણ’ દેખાતું નથી, પરંતુ એની આગળથી સલામત રીતે ભાગી છૂટવાની જગ્યા જગતમાં ક્યાંય નથી. આખરે બનાવટી, રાજવેશધારી સુવર્ણ—ઇંદ્રિગ્રાહ્ય સૌંદર્ય–શૂન્યમાં લય પામે છે. કાંચીનો રાજા અદૃશ્ય રાજાના અસ્તિત્વનો ઇન્કાર કરે છે, પણ સુવર્ણ જેવો દંભી નથી. માત્ર અદૃશ્ય દૃશ્ય ન થાય ત્યાં સુધી એને સ્વીકારવા એ તૈયાર નથી. એની ૩. એડવર્ડ થોમ્સન અર્ધી પ્રજાસત્તાકનો અસાર જુએ છે અને સમકાલીન રાજકીય પ્રવાહોથી અલિપ્ત રહેનારા રવીન્દ્રનાથની પ્રતિભાનું ક્રાંતદર્શન જુએ છે, પણ આવા આલેખન પાછળ રવીન્દ્રનાથનો રાજ કીય કરતાં આધ્યાત્મિક રહસ્યપૂર્ણ હેતુ વધારે લાગે છે.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80