Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 20
________________ શબ્દસંનિધિ એ પિતૃગૃહે ચાલી જાય છે. સુદર્શનાના પિતા પ્રતિષ્ઠાભ્રષ્ટ પુત્રીને સ્વીકારવા તૈયાર નથી. પતિકુલનો સંબંધ છોડીને આવેલી સુદર્શનાના હાથ માટે કાંચી, કલિંગ, વિદર્ભ, કોશલ વગેરે દેશના રાજાઓ આવે છે. આ સમયે રાજા એની ખબર લેવા ય આવતા નથી. સુદર્શના એની દાસી સુરંગમાને એના રાજાની કઠોરતા વિશે કઠોર શબ્દોમાં સંભળાવે છે. વિપત્તિને સમયે પાર્થિવ રાજાઓની માફક એને સદેહે બચાવવા નહીં આવનાર રાજા વિશેની એની શ્રદ્ધા ડગી જાય છે. છેવટે બીજા રાજાઓને હરાવીને ચાલ્યા જનારા આ રાજાને સુદર્શના ‘વીરત્વનો ડોળ કરનાર' કહે છે. અશ્રદ્ધાથી ભરેલી રાણીનું માનસ કસોટીમાં તવાઈને પરિવર્તન પામે છે. સુદર્શનાનો આત્મા શાશ્વત સૌંદર્યને ‘નજરે' નીરખવા માટે નહીં, પણ એને પામવા, માણવા કે એમાં લીન થવા માટે કાંચનશુદ્ધિની પ્રક્રિયામાંથી પસાર થાય છે. યાતના અને પરિતાપને પરિણામે જ શાશ્વત સૌંદર્ય પમાય છે. કાળાશ જોઈને ડરનારી સુદર્શનાને કાળાશના રૂપની ખબર પડે છે. રાજાની વાટ જોતાં જોતાં મૃત્યુને ભેટવા તૈયાર થયેલી સુદર્શના કહે છે— ‘ભલે મૃત્યુ આવતું, આવવા દો—તે તમારા જેવું જ કાળું છે, તમારા જેવું જ સુંદર છે, તમારી પેઠે જ તેને પણ મન હરી લેતાં આવડે છે. તે તમે જ છો, તમે જ છો.” સુવર્ણના બનાવટી રૂપનો ખ્યાલ આવતાં સુદર્શના એની આંખે બાઝેલી રૂપની કાળપ રાજાના કાળા રૂપમાં ડુબાડીને ધોવા ચાહે છે. એનું ‘હું’ મરી જાય છે. રાણીનો મહિમા એના મનમાંથી સરી જાય છે. એ દાસી પાસે આશીર્વાદ માગે છે અને હવે ઇચ્છે છે— ‘પેલા અંધારા ઓરડામાંની ઇચ્છા–જોવાની નહીં, નીરખવાની નહીં, માત્ર ગંભીરમાં પોતાને છોડી દેવાની ઇચ્છા ! સુરંગમા, તું એવો 30 ‘રાજા’ (કિંગ ઑફ ધ ડાર્ક ચેમ્બર) આશીર્વાદ આપ જેથી ’ રાજાની રાહ જોતી સુદર્શના આખી રાત બારી પાસેની ધૂળમાં આળોટતી આળોટતી રડી. મદને ઓગાળી નાખતા વીણાના સૂરને સાંભળી રાણી વિચારે છે કે જે નિષ્ઠુર હોય એના કઠોર હાથે આવો કાલાવાલાભર્યો સ્વર વાગે ખરો ? રાણી રથમાં બેસીને રાજા પાસે પાછી ફરવા માગતી નથી. જે માર્ગે થઈને રાજાથી દૂર આવી તે માર્ગની બધી ધૂળ પોતે ખૂંદી વળશે ત્યારે જ પોતાનું પ્રયાણ સાર્થક ગણાશે, એમ એને લાગે છે. પોતાને રાણીનો પોશાક જૈનો મહિમા અગાઉ કેટલી ય વાર ગાતી હતી તે છોડાવીને દાસીનો પોશાક પહેરાવી હળવી ફૂલ જેવી બનાવી તે માટે રાજા તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. હવે તો એ અનુભવે છે— આમિ તોમાર પ્રમેર પત્ની ઐઇ તો આમાર માન. ‘હું તમારી પ્રેમપાત્ર પત્ની છું, એ જ મારું માન છે.’ ગર્વનું આવરણ દૂર થતાં સુદર્શનાનું આજ લગી ઢાંક્યું રહેલું અનોખું રૂપ પ્રગટ થાય છે. રાજાને એ સાચે રૂપે ઓળખે છે. સુદર્શના કહે છે— ‘સુદર્શના: મારા પ્રમોદવનમાં, મારા રાણીના ખંડમાં મેં તમને જોવાની ઇચ્છા કરી હતી એટલે જ તમે મને આવા વિરૂપ લાગ્યા હતા— ત્યાં તમારા દાસનો અધમ દાસ પણ તમારા કરતાં આંખને વધારે સુંદર લાગે છે. તમને એ રીતે જોવાની ઇચ્છા હવે લગારે રહી નથી. તમે સુંદર નથી, પ્રભુ, સુંદર નથી; અનુપમ છો. હવે જીવાત્મા અને પરમાત્મા નોખા રહ્યા નથી. માનવઆત્મા અને શાશ્વત પરમાત્માનું મિલન રચાયું છે અને તે ય કેવું ભવ્ય મિલન ! ૩૧

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80