Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 12
________________ શ્રી સિસ્ટર્સના સર્જકની કલા સોફોલિસ, શેક્સપિયર, મોલિયર, શિલર અને ઇબ્સનની પેઠે કલાકાર ચેખોવ પોતાની વિશિષ્ટ છાપવાળી રંગભૂમિ રચે છે. એણે રશિયાના realistic dramaમાં ગતિશીલતા આણી. રંગભૂમિને નાટકી તત્ત્વથી મુક્ત (detheatralise) કરવા બધું જ કર્યું ! ઉશ્કેરાટભરી નાટયાત્મક પરિસ્થિતિથી અળગો રહ્યો. એમાંનું બધું ‘ભવ્ય’ દૂર કર્યું. કૃત્રિમતાનો ત્યાગ કર્યો. નાટકને વિલક્ષણ રીતે વ્યંજનાપૂર્ણ બનાવ્યું. એના આંતરિક કાર્યને સમજવા માટે ભાવકે નાટકની સપાટી ભેદીને નીચે નજર કરવાની રહે છે. ચેખોવે થોડાં નાટકો રચ્યાં હોવા છતાં આ કલાસ્વરૂપમાં માનવે આત્માની અભિવ્યક્તિની નવી શક્યતાઓ પ્રગટાવીને નાટ્યસાહિત્યમાં આગવું સ્થાન મેળવ્યું છે. શબ્દસંનિધિ ચેખોવના નાટકનું વસ્તુ કે વિષય જૂજ લીટીમાં કહી શકાય. આથી “શ્રી સિસ્ટર્સ'ને કુશળતાથી ભજવનાર ‘માંસ્કો આર્ટ થિયેટરના કલાકારોને પ્રારંભમાં ‘આ સંપૂર્ણ નાટક કરતાં નાટકની રૂપરેખા છે' એમ લાગ્યું હતું. અન્ય નાટકમાંથી કોઈ પ્રસંગ કાઢી લઈએ તો એની આખી ઇમારત કડડભૂસ કરતી તૂટી પડે. અહીં કોઈ પણ પ્રસંગ કાઢી નાખીએ તો ય કશો તફાવત પડતો નથી. આગનો પ્રસંગ કાઢી નાખીયે તેમ છતાં નાટકની આખી વસ્તુ–ઇમારત તૂટી પડતી નથી. આગ એ વાસ્તવિકતાના એક અંશ રૂપે આવેલી છે. જિંદગીના બહાર વેરાયેલા આવા ટુકડા નીચે એક આંતરિક એકતા વહે છે. ભાવકને એની સંકલના માટે સક્રિય કાર્ય કરવાનું રહે છે. બનાવોના ભૂખ્યા અને કાર્યની ધમાલ ચાહનારા પ્રેક્ષકને અહીં નિરાશ થવું જ પડશે. ચેખોવ તખ્તા પર કોઈ જ વસ્તુ ‘માઉન્ટ' કરીને મૂકતો નથી. એનાં નાટકોને સરળતાથી રજૂ કરનાર અદાકાર અને દિગ્દર્શક સ્ટેનિસ્તાવસ્તી આ વિશે કહે છે : “નાટ્યકૃતિમાં ચેખોવે આંતરિક અને બાહ્ય બંને સત્ય વિશે પૂર્ણ પ્રભુત્વ મેળવેલું છે. આ સુંદર, કલાત્મક, બુદ્ધિગ્રાહ્ય સત્ય આલેખીને તેણે રંગભૂમિના આંતરિક અને બાહ્ય ડોળને તોડી નાખ્યો. એ આપણી સૌથી ગાઢ પ્રકૃતિને ઓળખે છે. એ આપણા હૃદયના સૌથી વધુ ગુપ્ત ખૂણાને સ્પર્શે છે. ચેખોવના નાટકને ભજવવાનો ડોળ કરવા પ્રયત્ન કરે છે તે ભૂલ કરે છે. દરેકે એના નાટકના ભાગરૂપ બની જવું જોઈએ. એમાં એકરૂપ બનવું જોઈએ. રુધિરાભિસરણમાં બને છે તેમ સૂક્ષ્મ કળા અને છુપાયેલા ભાવને અનુસરવું જોઈએ.*. ચેખોવની રંગભૂમિ એ એનું આગવું કલાસર્જન હતું. એના “સીગલ’ નાટકમાં સોરિનને જવાબ આપતાં ત્રેપલિફ કહે છે, “Let us have new forms, or else nothing at all.' 2424, • 'Chekhov Plays'. Tr. Elastaveta Fen.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80