Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 7
________________ શ્રી સિસ્ટર્સના સર્જકની કલા શબ્દસંનિધિ આ બહેનોનાં જીવનમાં અમૃતનું અમી પડશે કે નહીં ? એમના પર હૃદય ચીરી નાખે તેવી આપત્તિઓની પરંપરા ગુજરી છે. જીવનમાં કશું શેષ રહ્યું નથી. આશા વિનાની એકતાનતાના ઘેરા ધુમ્મસમાં અટવાતાં ને અથડાતાં એનાં પાત્રો સુંદર અને ઉચ્ચતર જીવનની ઝંખના રાખે છે, પરંતુ એમના ક્ષુલ્લક, નિરર્થક અને અસાર જીવન તથા મનોહર જીવનની આકાંક્ષા વચ્ચેની ખાઈ વણ-પુરાયેલી જ રહે છે. એમનાં મનોહર સ્વપ્નો માનસમાં જન્મતાં સાથે જ મૃત્યુ પામવા સર્જાયેલાં છે. દરેક પાત્ર પોતપોતાની દુનિયામાં રમમાણે છે. એક પાત્ર બીજા પાત્રને સમજવો પણ ચાહતું નથી. માત્ર ભિન્નભિન્ન હોવા છતાં – વાઘના તંતુઓ ભિન્નભિન્ન હોવા છતાં – બધામાંથી અંતે સૂર તો એક નિઃસારતાનો જ નીકળે છે. મોટી બહેન ઓલ્ગાના જીવનમાં પ્રેમ પહોંચી શકે તેમ નથી. પ્રેમને માટે વલખાં મારવાં એ એને અનુચિત લાગે છે. વચેટ બહેન માશા નાની ઉંમરે એક શિક્ષકને ચતુર સમજી પરણી, પણ તેનો ભ્રમ ભાંગી પડે છે. કરુણતા તો ત્યાં છે કે એનો પતિ કુલિગિન એના વિશે વારંવાર *I am content, content, content !' કહ્યા કરે છે, ત્યારે માશી એના પતિ વિશે ‘Bored, bored, bored' કહ્યા કરે છે. માશાનો પ્રેમી વેર્શિનિન એક વિષાદપૂર્ણ પ્રેમી છે. એ કહે છે : ‘આપણે સુખી નથી અને સુખી થઈશું પણ નહીં. આપણે તો એની ઝંખના જ કરવાની છે.' આ વિષાદ કદાચ વેશિનિનના અંગત જીવનમાંથી પણ આવ્યો હોય. એ એવી પત્નીને પરણ્યો છે કે જેને માટે ઝેર ખાવું એ જ એકમાત્ર આનંદનો વિષય છે. વેર્શિનિનને દુ:ખ એ છે કે પોતે પોતાનાં બાળકોને તંદુરસ્ત માતા ન આપી શક્યો. ઉમદા વિચારો ધરાવતા આ માનવીના જીવનમાં બધું ઊણું છે. ત્રણસો વર્ષ પછી આવનારી જિંદગીનાં સુખમય સ્વનાં નિહાળતો વેર્શિનિન પોતાની ચોપાસ ટુકડેટુકડા થઈ જતા જીવનને જોતો નથી. સૌથી વધુ વેદનાબોજ સહેતી ઇરિનાને જીવને કીડાએ કોરી ખાધેલા છોડ સમું લાગે છે. એને એનો વ્યવસાય પસંદ નથી અને ચીસ પાડી ઊઠે છે કે એનાથી એની બુદ્ધિ મંદ પડતી જાય છે. ઇરિના બળે બળે તુઝેનબાચને ચાહવા જાય છે, પણ ચાહી શકતી નથી. માત્ર મોસ્કો જવાની આશાએ એની સાથે લગ્ન કરવાની હોય છે અને લગ્નને આગલે દિવસે તુઝેનબાચ માટે ઘાતક નીવડનાર હૃદ્ધયુદ્ધ થાય છે. હૃદયુદ્ધમાં જતા પહેલાં ઇરિના પાસે તુઝેનબાચ આવે છે ત્યારે ઇરિના કહે છે : “હું મારી જિંદગીમાં ક્યારેય પ્રેમમાં ન હતી. ઓહ ! હવે તો પ્રેમનાં સ્વપ્નાં સેવું છું. ઘણા વખતથી રાત-દિવસ પ્રેમનાં સ્વપ્નમાં રાચું છું. પણ મારો આત્મા, જેની ચાવી ખોવાઈ ગઈ છે એવા બંધ પિયાના જેવો છે !' વિદાયવેળાની આવી ગૂંગળામણભરી પરિસ્થિતિ ચેખોવ જ આલેખી શકે. તુઝેનબાચ હૃદયુદ્ધમાં જતાં પહેલાં ઇરિના પાસે કૉફી પીવાની ઇચ્છા વ્યક્ત કરે છે, પણ એની આવી મામૂલી ઇચ્છા ય સંતોષાતી નથી. ઇરિના કહે છે કે પાનખર જશે ને શિયાળો આવશે. એ વસંતની તો વાત જ કરતી નથી ! આ પાનખર ગામડામાં નથી, જેનું બધું આગમાં હોમાઈ ગયું છે તેમને ત્યાં નથી, પરંતુ એ તો ઇરિનાના હૃદયમાં છે. મૉસ્કો યુનિવર્સિટીના વિદ્વાન પ્રોફેસર થવાનું સ્વપ્ન સેવતો ત્રણે બહેનોનો ભાઈ આન્દ્ર જુગારી બની, ઘર ગીરે મૂકીને માત્ર ડિસ્ટ્રિક્ટકાઉન્સિલના સભ્ય બનવામાં સંતોષ માને છે. ચોથા અંકમાં એની બહેન માશા એને વિશે સાંપડેલી નિરાશા દર્શાવતાં કહે છે, “હજારો માનવીઓના અથાગ યત્ન અને ધનને પરિણામે એક ઘંટ બનાવ્યો હોય અને તે એકાએક, કેશા ય કારણ વિના પડીને ચૂરેચૂરા થઈ જાય તેવું આ વિશે બન્યું છે.’ સાઠ વર્ષનો દાક્તર શૈબુતિકિન નકામા છાપામાંથી નોંધ ટપકાવે છે. આ કામમાં એ એનું થોડુંઘણું વૈદક પણ ભૂલી જાય છે. આ બહેનોની માતાને ચાહનારો શૈબુતિકિન સૌથી નાની

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 80