Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 5
________________ શ્રી સિસ્ટર્સ'ના સર્જકની કલા નાદુરસ્ત તબિયતે પણ સાખાલીન ટાપુ પર સેવા કાજે જનાર દાક્તર ચેખોવ જેટલી જ માનવ પ્રત્યેની અપાર સહાનુભૂતિ સર્જક ચેખોવમાં પ્રતીત થાય છે. આ કલાકાર માનવક્રદયના તલ સુધી પહોંચી, માનવજીવનને ફોટોગ્રાફીની પેઠે માત્ર હૂબહૂ રજૂ ન કરતાં એને કલાત્મકતાથી આલેખે છે. એનું કારણ એ છે કે ચેખોવના રૂંવેરૂંવે સર્જકતા વસેલી છે. એની પાસે સર્જકમાં અનિવાર્ય એવું હ્રદયનું અગાધ કારુણ્ય અને સંસારના તારેતાર સાથે એકરૂપ ચિત્ત છે. સમાજની એ કેએક વ્યક્તિ અને વાતાવરણના એકેએક અંશ સાથે સમભાવ ધરાવતા આ સર્જકને કશું અળખામણું કે અજાયું નથી. વિચિત્ર, બેહૂદી, કંટાળાજનક અને પ્રાકૃત વસ્તુને સાંગોપાંગ અનુભવવાની ક્ષમતા અને સહાનુભૂતિ અને વિશ્વનો એક વિરલ કલાકાર બનાવે છે. માનવ તરફના અપાર સમભાવમાં એની સાથે એક શેક્સપિયર યાદ આવે છે. ચેખોવના સૌથી વધુ કરુણગર્ભ નાટક ‘શ્રી સિસ્ટર્સ'ને આધારે એની નાટ્ય કલાની ખૂબીઓ પારખીએ તો જણાશે કે જીવનમાંથી નાટયક્ષમ વસ્તુ ખોળવાની કે જીવનની કોઈ વિશિષ્ટ પળને જ નાટ્યરૂપ આપવાની અને જરૂર નથી, સંકુલ જીવનનો બધો અસબાબ ધરાવનાર આ નાટકકાર માટે આખું જીવન એ જ નાટક છે. આપણી આસપાસ હાલતા-ચાલતા, ઝઘડતા, ઇચ્છા ને આશાઓ સેવતા, નિષ્ફળતા ને નિઃસારતા અનુભવતા, કંઈક ઝંખતા ને તે મેળવવા ઉધમાત કરતા માનવીઓ અને એમની બેહૂદી વર્તણૂક, વિચિત્ર ટેવો, અસંસ્કારિતા, પ્રાકૃતતા અને અસંબદ્ધ વાતોને કશાય ઓપ કે ડોળ વિના યથાતથ તે આલેખે છે. અને એમાંથી મનોહર નાટ્યકૃતિ ઊગી નીકળે ઋણ સ્વીકાર ડૉ. ધીરુભાઈ ઠાકર 1 શ્રી જયંત કોઠારી 3 શ્રી ભોળાભાઈ પટેલ શ્રી રઘુવીર ચૌધરી 3 શ્રી સુરેશ દલાલ ] ડૉ. મધુસૂદન પારેખ પ્રિ. એમ. સી. શાહ D પ્રિ. મોહનભાઈ પટેલ ડૉ. ચંદ્રકાંત મહેતા શ્રી નીતીન દેસાઈ 3 કુ. માલતી દેસાઈ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 80