Book Title: Sati Shromani Chandanbala Author(s): Mohanlal Dipchand Chokshi Publisher: Shashikant And Co View full book textPage 5
________________ આ નાનકડી પુસ્તિકા પ્રગટ થાય છે ત્યારે સુદર્શનાશ્રીજીનું અસ્તિત્વ નથી. છેલ્લાં બે વર્ષમાં તેઓ પીત્તપાંડુ રોગથી ઘેરાયા હતા; અને સં. ૨૦૦૪ના કારતક સુદ ૨ ની સંધ્યાકાળે પ્રભુસ્મરણમાં લીન બની આ ફાની દુનિયા પરથી વિદાય થયા. તેર વર્ષના દીક્ષા પર્યાયમાં સંયમ જીવનની સુવાસ પાથરી ગયા. જે નિમિત્ત પામી આ પ્રયાસ મેં આરંભેલ તે સ્મૃતિપથમાં સતેજ રહે એ અર્થે ખંભાતના મારા પ્રેમકુટિર'ના વાસમાંજ આ ભૂમિકાના રેખાંકન થયેલા, જે અહીં કાગળ પર ચઢે છે; અસ્તુ ઉપરની અંગત વાત પછી પુસ્તિકા સબંધમાં થોડુંક સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. જૈન સાહિત્યમાં તેમજ શ્રી કલ્પસૂત્ર અને અઠ્ઠાઈધરમાં વંચાતાં વ્યાખ્યાનમાં સાધ્વી ચંદનબાળા સબંધી આવતા. ઉલ્લેખોને નજર સન્મુખ રાખી આ ઐતિહાસિક પાત્રની આસપાસ વર્તમાન કાળની પદ્ધત્તિએ ભિન્ન ભિન્ન પ્રસંગેની સંકલના કરી છે. એ માટે ખાસ વિવેચન કરવાની અગત્ય જરા પણ નથી; કેમકે જેને એથી પરિચિત છે. અહીં તો એ સર્વને શૃંખલાબદ્ધ કરી સંતોષ માન્ય છે. પદ્માવતીને પુત્ર કરકંડૂ છે. એના જન્મ પછી તેણુએ દીક્ષા લીધી હતી એ વાત નિશ્ચિત હોવાથી પદ્માવતી ચંદનબાળાની માતા ન થઈ શકે. કેટલાક ધારિણી પદ્માવતીનું બીજું નામ જણાવે છે એ ભૂલ ભર્યું છે. ચંદનબાળા ઉર્ફે વસુમતીની મા ધારિણી છે અને એ પદ્માવતીના અપહરણ પછી દધિવાહન ભૂપ સાથે લગ્ન ગ્રંથીથી જોડાયેલી છે. સપત્નિપદે હોવાથી ઉભય હે ગણાય. એ ન્યાયે જ ચંદનબાળાની મૃગાવતી માસી થાય. ચંપાના સ્વામીની અભયા નામે રાણી હતી. ઉપર જોયું તેમ ચંપાપતિનું નામ દધિવાહન છે એ જોતાં, અને ધારિણીનું જે રીતે. અવસાન થાય છે એ વિચારતાં તેમણે ત્રીજી વાર લગ્ન કર્યું હોય એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 292