Book Title: Sati Shromani Chandanbala Author(s): Mohanlal Dipchand Chokshi Publisher: Shashikant And Co View full book textPage 4
________________ ભૂમિકા ડાકટર ત્રિભુવનદાસ શાહના નિકટ પરિચયમાં હું તેમની કૃતિ– પ્રાચીન ભારતવ નામા બૃહદ્ ગ્રંથના વાંચન પછી આવ્યેા. તેઓના મનમાં જૈનસમાજમાં ચાલુ કાળને અનુરૂપ સાહિત્ય તૈયાર કરી પ્રચારવાની અને એ રીતે માતા સરસ્વતીનાં બહુમાન કરવાની ધગશ - અગ્રપદે હતી. વિશેષમાં આમજન સમૂહને સરળ ભાષામાં, વર્તમાન કાળની નવલકથા રૂપે જૈન ધર્મનું ઐતિહાસિક સાહિત્ય સસ્તા મૂલ્યે આપવામાં આવે તે ધર કરી બેઠલ સુષુપ્તિ અને જડતા આપે। આપ નાશ પામે અને જાગૃતિ તેમજ વીરતાની ઉષા ઊગે; એવુ` મ`તવ્ય સચેટ હેવાથી આ ગ્રંથમાળાનાં મંડાણ થયાં. મારે પણ એકાદ કૃતિદ્વારા એમાં સાથ પૂરાવવા એવી તેમની આગ્રહભરી માંગણી થઇ. મારા લેખન વ્યવસાય એક શેખના વિષય તરીકેનેા છે. મેં હા તે ભણી પણ પાત્ર આલેખન સબંધી નિશ્ચય તેા પછી થયા. મારાજ વડિલ ભ્રાતા સ્વĆસ્થ કસ્તુરચંદ દીપચંદ ચાકશીની પુત્રી સુભદ્રાએ આળવયમાં ભાગવતી દીક્ષા સ્વીકારેલી હતી. જો કે એ બાળાનેા ધાર્મિક અભ્યાસ મધ્યમ પ્રકારના હતા પણ સંસ્કારી જીવન હોવાથી સ`યમરંગ પાર્ક હતા. સાધ્વીજીવનમાં પગલાં પાડયાં. પછી વિવિધ પ્રકારની તપ કરણીમાં લગભગ અગીયાર વર્ષાં તેમણે ગાળ્યાં હતાં. હસમુખા ચહેરા અને સમતાભાવ હરકાને આશ્ચર્ય મુગ્ધ કરે તેવા હતા. એકાદ મેળાપ ટાણે એ મુદ’નાશ્રી તરીકે પૂજ્ય સૌભાગ્યશ્રીજીના સંધાડામાં વિચરતા સાધ્વીને જોઇ, બાળ બ્રહ્મચારી સાધ્વી ચ`દનબાળા સમધી કંઇક લખવાની ઇચ્છા ઉદ્ભવી. સામાન્ય ગુંથણીની વિચારણા પણ કરી. દરમિઆન ડો. શાહ તરફથી ગ્રંથમાળાના આરંભ થઇ ચૂકેલ હોવાથી માંગણી પણ થઈ. સતી શિરામણી ચંદનબાળાની રચના -સબધી આ ભૂમિકા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 292