________________
ત્યાં જલ અને ગીચ જંગલોના સ્થાને સમતલ માથાની ટાલ જેવા મેદાનો પણ બનેલો છે. પહાડો અને સમુદ્રોના પુરાતન અવતરણોના ચિન્હો પણ શેષ રહ્યા નથી.
પુરાણ કલિન સરસ્વતી પણ વેદકાલિન મહા નદી સરસ્વતીના અવશિષ્ટ અવશેષો માત્ર છે. વેદકાલિન અને પુરાણકાલિન સરસ્વતીમાં જે તફાવત છે તે પ્રાકૃતિક નિયમોના ભુસ્તરીય પરિવર્તનોના હજારો વર્ષની ઘટનાચક્રના પરિણામોનું દર્શન છે. સ્વરૂપ પરિવર્તન તો સૃષ્ટિના તમામ અવતારોના પ્રત્યેક સ્તરે દર્શન દે છે. સૃષ્ટિ રચના તંત્રમાં ઉત્પન્ન થતા નાના મોટા પ્રત્યેક અવતાર કાળબળના પ્રભાવથી વિસ્તાર, વિકાર અને વિસર્જનની પ્રક્રિયામાં પરિણમે છે.
પુરાણ કાલિન પરિસ્થિતિને પણ હજારો વર્ષ વિતી ચૂક્યાં છે. તેમાં વર્ણવાયેલી સરસ્વતી પણ સ્વરૂપાન્તર હાલતમાં હાલ જેવા મળે છે. સરસ્વતીના વૃકમુલિક તીર્થના ઇતિહાસમાં વર્ણિત સરસ્વતીનું તે સ્વરૂપ આજે ક્યાં છે ? આજે તો અર્બુદારણ્યના ભુગર્ભ જળ સ્રોતોમાંથી ભુગર્ભ વહી અંબિકા વનના ભુસ્તર પર અવતરણ પામે છે.
પુરાણોક્ત સરસ્વતી પણ સરસ્વતીના જળ સ્રોતોના અન્વેષિત પ્રવાહ ધારાઓનું ચિત્ર રજુ કરે છે. પ્રત્યેક યુગમાં સંશોધનોનો સિલસિલો ચાલુ જ હોય છે. ધરાતલ પરથી ધરાતલમાં સમાઈ જતાં જળ પૃથ્વીના પેટાળમાં પ્રસરણ થતાં થતાં ક્યાંક ભુસ્તરે તો ક્યાંક ભૂતલના જળાશયોમાં પ્રસૂત પામે તેમાં આશ્ચર્ય કે અપ્રાકૃતિક જેવું કશું જ નથી. પ્રકૃતિના પ્રાકૃતિક નિયમાનુસાર જ સરસ્વતીના સંશોધિત જળ સ્રોતોના સ્થાનોનું પુરાણોમાં નિરૂપણ કરાયેલું છે. પૌરાણિક કાળના આ ઐતિહાસિક દૃષ્ટિકોણને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.
આ સ્થાનોમાં પ્રતિવર્ષ લાખો યાત્રાળુઓ સરસ્વતી સ્નાન માહાત્મ્યનો શ્રદ્ધાપૂર્વક લાભ લે છે. તે જળમાં પિતૃ તર્પણ કરે છે. આ બધાં કાર્યા વંશ પરંપરાથી પ્રચલિત છે. આ પરમ્પરાગત સામાજિક ધારણાઓ પણ આ સ્થાનોના સરસ્વતી પ્રવાહોને પુષ્ટિ આપે છે. આ તીર્થસ્થાનો સમાજના શ્રદ્ધા કેન્દ્રો બનેલા છે. સરસ્વતીનાં આ તીર્થ સ્થાનો સામાજિક ભાવનાઓને સંતોષવા તેમજ તેનું જતન અને સંવર્ધન કરવાનું જે સામર્થ્ય ધરાવે છે. તેની પૂર્તિ કરી શકે એવું લક્ષ્ય આ સંશોધનોના ઉદ્દેશ્યમાં સમાવિષ્ટ નથી.
આ નદી અંગે સંશોધનની જે પ્રવૃત્તિયો ચાલે છે તે એક અલગ દિશાની છે. આ સંશોધન ભલે તેના ભૂગર્ભ જળભંડારો પર પ્રકાશ પાડી જળ પૂર્તિની સુવિધા ઉત્પન્ન કરી શકે; પરંતુ તે તીર્થસ્થાનો સંબંધની સામાજિક આકાંક્ષાઓને સંતોષી નહીં શકે.
આપણાં પુરાણો આપણા ભૂતકાલિન ઇતિહાસના વારસાનું પ્રતિબિમ્બ પાડે છે. વેદ ઉપનિષત કાળનાં સાક્ષાત્કારિત જ્ઞાન-વિજ્ઞાનના ગૂઢ તત્ત્વોનું જીવનદર્શન પ્રસ્તુત કરે છે. તેમાં હિન્દુ જીવનદર્શનના પ્રેરણાદાયક ઇતિહાસો પણ છે તો