________________
તદુપરાંત આ લેખકે વૈદિક સરસ્વતી નદી શોધ સંસ્થાને રાજસ્થાન દ્વારા આયોજિત એક શોધપત્ર સંગોષ્ઠિ માટે આ શોધપત્ર મોકલ્યું હતું. નાદુરસ્ત સ્વાથ્યને કારણે લેખક આ સંગોષ્ઠિમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. પરંતુ આ સંગોષ્ઠિમાં શોધપત્રનું વાંચન થઈ સંગોષ્ઠિના પ્રાયોજકો દ્વારા તેને એક વિદ્વતાપૂર્ણ પ્રસ્તુતિ તરીકે આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.
કેટલાક ધનિષ્ટ મિત્રોના આગ્રહથી પ્રસ્તુત શોધપત્રના આધાર ઉપર સરળ ગુજરાતી ભાષામાં લેખકે આ પુસ્તક તૈયાર કર્યું છે. આ ગ્રંથમાં પૌરાણિક સાહિત્યની માહિતીયોના આધારે સરસ્વતીની એક નદી તરીકેના અવતારની ઉત્પત્તિ કથા, તેના વહન માર્ગ અને માર્ગ પર આવેલ તીર્થ, તેમજ આ તીર્થોના પ્રાચીનતમ ઇતિહાસનાં દૃષ્ટાંતો પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કરાયેલો છે. વિશેષમાં વિષયાનુલક્ષિત હિન્દુ જીવનદર્શનના મુદ્દાઓનું વિવેચનાત્મક આલેખન પણ લેખકની કલમે પ્રસ્તુત છે.
આ ઉપરાંત સરસ્વતીના કિનારે વિકસિત વૈદિક સંસ્કૃતિના એક કેન્દ્ર સમાન પ્રાચીન તીર્થધામ શ્રીસ્થલ અર્થાત્ આજના સિદ્ધપુરની પ્રાચીન અર્વાચીન યશોગાથાના સંસ્મરણો પણ તેમાં ઉપલબ્ધ છે. પ્રાચીન સમયથી એક વિદ્વદ નગરીનું બહુમાન આ નગરે પ્રાપ્ત કરેલું છે. તદુપરાંત તેની પ્રાચીનતમ ઐતિહાસિક પ્રતિષ્ઠાને કારણે શ્રીસ્થલ દેશનું એક સુપ્રસિદ્ધ તીર્થધામ તરીકે લોક રૂદયમાં રેખાંકિત છે. .
સરસ્વતી નદી સંબંધેના પુરાણોક્ત માર્ગદર્શનને સ્વીકાર્યા સિવાય તેનું સ્પષ્ટ દિશાદર્શન કરાવે એવા કોઈ સંજોગો હાલ હયાત નથી. કારણ કે, વૈદિક કાળમાં એક મહાનદી તરીકે વર્ણવાયેલ સરસ્વતી પુરાણ કાળમાં પૌરાણિક ઇતિહાસના સાહિત્યકારોની નજરે જ્યાં લુપ્ત-પ્રકટ પ્રવાહોમાં વહેતી દેખાયેલી છે, ત્યાં તેના નવા માર્ગદર્શન માટે ગાઢ અંધકારમાં ફાંફાં મારવા જેવું છે.
વેદગ્રંથોમાં તેના સ્તવન મંત્રો છે પણ તેની ભૌગોલિક પરિસીમાને સ્પર્શતી વાસ્તવિકતાનું ચિત્ર નથી. વેદકાળ પછીના પૌરાણિક કાળના ગ્રંથોમાં તેનાં તીર્થ સ્નાન માહાસ્ય અંગેના જે વર્ણનો મળી આવે છે તેની સમીક્ષા કરતાં એક વાત સ્પષ્ટ ઉપસી આવે છે કે પુરાણ કાળના સાહિત્ય ગ્રંથોમાં વર્ણિત સરસ્વતી તેનું વેદકાલિન સ્વરૂપ યથાવત જાળવી શકી નથી. પુરાણ કાળના સાહિત્યિક ઇતિહાસના ગ્રંથકારોએ સંશોધનોથી સાક્ષાત્કારિત સંશોધિત સરસ્વતીના સ્વરૂપનું જ વર્ણન કરેલું
પુરાણોમાં પણ સર્વશ્રેષ્ઠ પુરાણગ્રંથની વિધેશ્વર સંહિતામાં સરસ્વતીને સાઈઠ મુખવાળી દર્શાવેલ છે. અર્થાત તેની સાઈઠ ધારાઓ છે.
કાળ મર્યાદા દરેક અવતાર માટે એક સમાન ધોરણ ધરાવતી નથી. નદિયો, પહાડો, જંગલો, સમુદ્રો વગેરેના આયુષ્ય તો હજારો વર્ષનાં હોય છે. ઇતિહાસનાં તથ્યો અને સંશોધનોના સત્યો એક વાત પ્રકટ કરે છે કે લાખો વર્ષનાં ઘરાતલ અને ઘરાતલ ઉપરના અવતારો ભુસ્તરીય ફેરફારોના કારણે પરિવર્તનનીય રહેલાં છે. સ્થલ