________________
જીવનઘડતરમાં જ અમૂલ્ય ભાથું પૂરું પાડેલ છે તે એક ચિરસ્મરણીય ઘટના બની ગઈ છે.
રાષ્ટ્રીય સ્તરના અનેક સપુરુષોના સંપર્કના કારણે પણ લેખકની દષ્ટિ એક અભિનવ દિશા તરફ વળેલી છે. સંઘના દ્વિતિય સરસંઘચાલક શ્રીગુરૂજીના એક શિશિર શિબીર નિમિત્રને અહીં આગમનના પ્રસંગે શ્રીગુરૂજીની જીવનશૈલીની ઘટનાઓનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી આ લેખકને સોંપાયેલી હતી.
શ્રી દેવશંકર બાપા તેમજ શ્રી ગુરૂજી બંનેની મુલાકાત સમયે ઉપસ્થિત લેખકે બંનેના સંવાદથી ઉત્પન્ન વાતાવરણની જે આબેહૂબ નોંધ તૈયાર કરેલી છે તે નોંધના વાંચન માત્રથી પણ તે વાતાવરણના આવરણમાં આવી જવાય છે.
સિદ્ધપુર ઔ સ. બા.જ્ઞાતિના મંત્રી તરીકેના પાંચ વર્ષના ટૂંકા ગાળામાં પણ લેખકે બહુ લાંબા સમયથી ખોટ અનુભવાતા કેટલાક કાર્યો પૂરાં કરી જે સુવિધાઓ ઉત્પન્ન કરી છે તે ચિરસ્મરણીય છે. જૂજ સમય અભિનવ હાઈસ્કૂલ અને નિવૃત્તિ સુધી એમ.પી. હાઈસ્કૂલમાં વિદ્યાલક્ષી શૈક્ષણિક સેવામાં લેખકે જીવન વિતાવ્યું છે, કુટુંબના વડીલોની સેવા અર્થે શહેર ન છોડવાના તેમના અડગ નિર્ણયે અનેક ઉજળી તકોથી પણ તેમને વંચિત રાખ્યા છે. હું શૈશવ કાળથી જ લેખકનો સોબતી છું. લેખક સાથેના ઘનિષ્ઠ સંબંધને કારણે તેમનો જે પરિચય થયો છે તે રજુ કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે.
લેખકનો વિવાહ અહિંના જ એક ખ્યાતનામ પરખા ઉપનામ ધરાવતા પંડ્યા શંકરલાલ કેશવલાલની સુપુત્રી પુષ્પાબહેન સાથે થયેલો છે. પુષ્પાબહેનનાં માતુશ્રી મણીબેન ઉંઝાના પ્રસિદ્ધ નારાયણજી વિઠ્ઠલદાસ દવેના બહેન થાય છે. લેખકના પિતા મણીલાલ કાળુરામ-કાલુરામ નરભેરામ-નરભેરામ પ્રાણનાથ મંગળજી દવેના વંશના છે. લેખકના માતુશ્રી તુલસી બહેનનો જન્મ દયાશંકર કુબેરજીના પરિવારમાં (પ્રસિદ્ધગાંગડા કુટુંબો થયેલ છે. આ તમામ પરિવાર ખાનદાન નાગરિક્તાના પરિચાયક છે.
તેમના મિત્રોમાં હું, વાસુદેવ અંબાલાલ ત્રિવેદી-બ્રધર્સ, શાન્તકુમાર નારાયણજી દવે, વિ. અનેક છે. વડીલો સાથેના ગાઢ પરિચયમાં જયંતિલાલ મોહનલાલ ઠાકર (માસ્તર) શ્રી આર. એમ. સ્વામી સાહેબ તેમજ શ્રી લાભશંકર રવિશંકર દવે (વકીલ) મુખ્ય છે. સંતોના પરિચયમાં સવિશેષ શ્રીદેવશંકર બાપા (ગુરૂમહારાજ)નું નામ ગણાવી શકાય. પ્રત્યેક પ્રદોષના દિવસે સાંજે બે કલાક જેવો સમય લેખક શ્રી દેવશંકર બાપાના સાન્નિધ્યમાં ગાળતા.
બચુભાઈ રામશંકર દવે
પરિચાયક