________________
વિના ૧ થી ૭ ગુણઠાણાવાળા જીવો છે.
૮કર્મના બંધસ્થાનનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. કારણકે આયુષ્યકર્મ એકભવમાં એક જ વાર માત્ર અંતર્મુહૂર્તકાળ સુધી જ બંધાય છે અને જ્યારે આયુષ્ય બંધાય છે ત્યારે જ ૮ કર્મો બંધાય છે એટલે ૮ કર્મના બંધસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત છે.
* ૩/૮/૯ ગુણઠાણે અને ૧ થી ૭ ગુણઠાણે આયુષ્ય ન બંધાતું હોય ત્યારે જ્ઞાના૦૭ કર્મો બંધાય છે. એટલે ૭ કર્મના બંધ સ્થાનના સ્વામી ૧ થી ૯ ગુણઠાણાવાળા જીવો છે.
૭કર્મના બંધસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વક્રોડવર્ષનો ત્રીજો ભાગ અધિક છ માસ ન્યૂન ૩૩ સાગરોપમ છે. કારણકે જે તિર્યંચ-મનુષ્ય ચાલુભવનું માત્ર અંતર્મુહૂર્ત જ આયુષ્ય બાકી રહે છે ત્યારે તે પરભવનું લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચમનુષ્યનું અંતર્મુહૂર્ત જેટલુ આયુષ્ય બાંધે છે, તે તિર્યંચ-મનુષ્ય ચાલુભવના બાકી રહેલા અંતર્મુહૂર્ત સુધી અને પરભવમાં લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચમનુષ્યમાં ઉત્પન્ન થયા પછી પોતાના ચાલુભવના અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્યના બે ભાગ પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત આયુષ્ય વિના જ્ઞાના૦૭ કર્મોને બાંધે છે. એટલે સાતકર્મના બંધસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે.
પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો તિર્યંચ-મનુષ્ય પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે છે ત્યારે અનુત્તરદેવનું કે સાતમી નરકનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધવાની શરૂઆત કરે છે અને અંતર્મુહૂર્ત પછી તે આયુષ્યનો બંધ પૂર્ણ થાય છે. પછી તે જ્ઞાના૦૭ કર્મોને બાંધવાની શરૂઆત કરે છે એટલે તે તિર્યંચ-મનુષ્ય ચાલુભવમાં અંતર્મુહૂર્તન્યૂનપૂર્વક્રોડવર્ષના ત્રીજાભાગ સુધી સતત જ્ઞાના૦૭ કર્મોને બાંધે છે અને તે અનુત્તરમાં કે સાતમીનરકમાં ઉત્પન્ન થયા પછી પણ પોતાના આયુષ્યના છ માસ બાકી રહે ત્યાં સુધી સતત આયુષ્ય વિના
૧૩