________________
ઈચ્છાવાળા હોય અને તે વિષયને સમજવાની યોગ્યતાવાળા હોય, તે આ ગ્રન્થ ભણવાના અધિકારી છે.
એ રીતે, સપ્તતિકા ગ્રન્થની શરૂઆતમાં અનુબંધચતુટ્ય કહ્યું.... પ્રશ્નોત્તર :कइ बंधंतो वेयइ कइ कइ वा संतपयडिठाणाणि । मूलुत्तरपगईसुं भंगविगप्पा मुणेअव्वा ॥ २ ॥
ગાથાર્થ - કેટલી પ્રકૃતિને બાંધતો જીવ કેટલી પ્રકૃતિને ભોગવે છે ? અથવા કેટલી પ્રકૃતિને બાંધતા અને કેટલી પ્રકૃતિને ભોગવતા જીવને કેટલી પ્રકૃતિ સત્તામાં હોય છે ? એ રીતે, મૂલ અને ઉત્તરપ્રકૃતિમાં ભાંગાના વિકલ્પો જાણવા..
વિવેચનઃ- શિષ્ય ગ્રન્થકારભગવંતને પ્રશ્ન કરે છે કે, જીવ કેટલી પ્રકૃતિને બાંધતો હોય ત્યારે કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય છે? એટલે કે, ક્યા બંધસ્થાનકે કયું ઉદયસ્થાનક હોય છે ? અથવા જીવ કેટલી પ્રકૃતિને બાંધતો હોય અને કેટલી પ્રકૃતિને ભોગવતો હોય ત્યારે કેટલી પ્રકૃતિ સત્તામાં હોય છે ? એટલે કે, જીવને ક્યા બંધસ્થાને, કયુ ઉદયસ્થાન અને કયુ સત્તાસ્થાન હોય છે ? એનો પ્રત્યુત્તર આપતાં ગ્રંથકાર ભગવંત કહી રહ્યાં છે કે, મૂળકર્મમાં અને ઉત્તરકર્મપ્રકૃતિમાં બંધોદયસત્તાના સંવેધના ભાંગા ઘણા થાય છે તે અનેક પ્રકારની ભંગજાળ સંપૂર્ણપણે વચનથી કહી શકાતી નથી. પણ સામાન્યથી ભંગજાળને કહીએ છીએ.
ગ્રંથકાર ભગવંત સૌ પ્રથમ મૂળકર્મમાં બંધ-ઉદય-સત્તાના સંવેધને કહી રહ્યાં છે પણ જ્યાં સુધી મૂળકર્મના બંધસ્થાન-ઉદયસ્થાન અને સત્તાસ્થાનનો બોધ ન થાય ત્યાં સુધી શિષ્યને બંધોદયસત્તાના સંવેધનો બોધ સહેલાઈથી થઈ શકતો નથી. એટલે સૌ પ્રથમ મૂળકર્મમાં