________________
બંધસ્થાનાદિને કહે છે. તેની સાથે પ્રસંગાનુસારે બંધસ્થાનાદિના સ્વામી અને કાળને પણ કહે છે. મૂળકર્મના બંધસ્થાન :એકી સાથે બંધાતી કર્મ પ્રકૃતિના સમૂહને બંધસ્થાન કહે છે.
* અનાદિકાળથી માંડીને નવમા ગુણઠાણા સુધી આયુષ્ય વિના જ્ઞાના૦૭ કર્મો પ્રતિસમયે બંધાય છે આયુષ્યકર્મ એક ભવમાં એક જ વાર માત્ર અંતર્મુહૂર્તકાળ સુધી જ બંધાય છે. એટલે જ્યારે આયુષ્ય બંધાતું હોય ત્યારે જ્ઞાના૦૮ કર્મો એકી સાથે બંધાય છે તે વખતે ૮ કર્મનું બંધસ્થાન હોય છે અને જ્યારે આયુષ્ય ન બંધાતું હોય ત્યારે જ્ઞાના૦૭ કર્મો એકસાથે બંધાય છે તે વખતે ૭ કર્મોનું બંધસ્થાન હોય છે. ત્રીજા-આઠમા-નવમા ગુણઠાણે આયુષ્યકર્મ બંધાતું નથી તે વખતે આયુષ્ય વિના ૭ કર્મનું જ બંધસ્થાન હોય છે.
* આયુષ્યકર્મ ૭મા ગુણઠાણા સુધી અને મોહનીય ૯મા ગુણઠાણા સુધી જ બંધાય છે. ૧૦મા ગુણઠાણે આયુષ્ય અને મોહનીય બંધાતું નથી. એટલે ૧૦મા ગુણઠાણે આયુષ્ય-મોહનીય વિના જ્ઞાનાવ૬ કર્મો એકીસાથે બંધાય છે તે વખતે ૬ કર્મોનું બંધસ્થાન હોય છે.
* જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-અંતરાય અને નામ-ગોત્રકર્મ ૧૦મા ગુણઠાણાસુધી જ બંધાય છે. ૧૧મા ગુણઠાણે જ્ઞાના૦૭ કર્મો બંધાતા નથી એટલે ૧૧ થી ૧૩ ગુણઠાણા સુધી એક જ વેદનીયકર્મ બંધાય છે તે વખતે ૧ કર્મનું બંધસ્થાન હોય છે.
એ રીતે, મૂળકર્મમાં ૮૬, ૭નું, ૬નું અને ૧નું.... એમ કુલ - ૪ બંધસ્થાન હોય છે. બંધસ્થાનના સ્વામી-કાળ -
* આયુષ્યકર્મ ૩જા ગુણઠાણાને છોડીને ૧ થી ૭ ગુણઠાણામાંથી કોઈપણ ગુણઠાણે બંધાય છે એટલે ૮ કર્મના બંધસ્થાનના સ્વામી ૩જા
૧૨