________________
(૨) પ્રયોજન - વર્તમાનકાળમાં અલ્પાયુ અને મંદબુદ્ધિવાળા જીવો કર્મપ્રકૃતિ નામના ચોથાપ્રાભૃતનો બોધ કરવાને માટે અસમર્થ છે. તેથી ગ્રન્થકારભગવંત કર્મપ્રકૃતિ નામના ચોથાકાભૂતના ત્રીજા અનુયોગદ્વારમાંથી સંક્ષેપથી બંધોદયસત્તામાં પ્રકૃતિસ્થાનોને બતાવી રહ્યાં છે. એટલે ગ્રંથકાર ભગવંતની શિષ્ય ઉપરની ઉપકારક બુદ્ધિથી થતી કર્મનિર્જરા વગેરે ગ્રન્થકારનું અનંતર પ્રયોજન છે અને શિષ્યોને ગ્રન્થ ભણવાથી થતો બોધ વગેરે શિષ્યનું અનંતર પ્રયોજન છે. તે બન્નેનું પરંપર પ્રયોજન મોક્ષ છે. શંકા - સિંહેવં પદની પૂર્વે મહ€ વિશેષણ મૂકવાની શી જરૂર છે ? કારણકે કોઈપણ વિષયનો સંક્ષેપ વિસ્તારાર્થના સંગ્રહરૂપ હોવાથી સંક્ષેપ મહાન અર્થવાળો જ હોય છે એટલે મહત્વે વિશેષણ વ્યર્થ થશે. સમાધાન - કોઈ પણ વિષયનો સંક્ષેપ મહાન અર્થવાળો જ હોય એવું નથી. આખ્યાન, આલાપક, સંગ્રહણી ગ્રંથો સંક્ષેપરૂપ છે પણ મહાન અર્થવાળા નથી અને સપ્તતિકાગ્રન્થ સંક્ષેપરૂપ હોવા છતાં પણ વિશેષતાથી ભરપૂર મહાન અર્થવાળો છે. એટલે કોઈપણ શિષ્ય સપ્તતિકાગ્રન્થ સંક્ષેપરૂપ હોવાથી અલ્પઅર્થવાળો છે એવું સમજી ન લે. માટે સંed પદની પૂર્વે મહાથે વિશેષણ મૂકવામાં આવ્યું છે.
(૩) સંબંધ - પૂજ્યશ્રી ગણધરભગવતે દ્વાદશાંગીની રચના કરી છે. તેમાં બારમું અંગ દૃષ્ટિવાદ છે. તેમાંના ચોથા વિભાગમાં ૧૪ પૂર્વ બતાવેલા છે. તેમાં અગ્રાયણી નામના બીજાપૂર્વની ક્ષીણલબ્ધિનામની પાંચમી વસ્તુમાં કર્મપ્રકૃતિ નામનું ચોથુ પ્રાભૃત બતાવેલું છે તેમાં ૨૪ અનુયોગદ્વાર બતાવેલા છે. તેમાંના ત્રીજા અનુયોગ દ્વારમાંથી સપ્તતિકા ગ્રન્થની રચના કરવામાં આવી છે. એટલે ગુરૂપરંપરાથી પ્રાપ્ત થયેલ અર્થની સાથે આ ગ્રન્થનો “ગુરુપર્વક્રમલક્ષણ” સંબંધ છે.
(૪) અધિકારીઃ- જે જીવો બંધોદયસત્તાના સંવેધને જાણવાની
૧૦