________________
નામ કર્મપ્રકૃતિ છે. તે કર્મપ્રકૃતિ નામના પ્રાભૂતાદિ ગ્રન્થો સાક્ષાત્ તીર્થંકરની વાણીરૂપ છે. તેમાં સર્વજ્ઞ ભગવંતે કહેલા અર્થાનુસારી પદો છે તેથી તે સિદ્ધ (અચલ) પદવાળા ગ્રન્થો છે. એ સિદ્ધપદવાળા કર્મપ્રકૃતિ વગેરે ગ્રન્થોને અનુસારે ગ્રન્થકાર ભગવંત બંધોદયસત્તામાં પ્રકૃતિસ્થાનોને (બંધોદયસત્તાના સંવેધને) કહી રહ્યાં છે.
(૨) સિદ્ધ
પ્રસિદ્ધ
પદ
જીવસ્થાનક અને ગુણસ્થાનક રૂપ પદો.....
જૈનદર્શનમાં પ્રસિદ્ધ એવા જીવસ્થાનક અને ગુણસ્થાનકરૂપ પદોને સિદ્ધપદ કહે છે. એ સિદ્ધપદમાં = જીવસ્થાનક અને ગુણસ્થાનકમાં ગ્રન્થકાર ભગવંત બંધોદયસત્તાનો સંવેધ કહી રહ્યાં છે.
=
=
સપ્તતિકાગ્રન્થમાં ગ્રન્થકારભગવંતે જીવસ્થાનકમાં અને ગુણસ્થાનકમાં બંધોદયસત્તાનો સંવેધ બતાવેલો છે એટલે ટીકાકાર ભગવંત શ્રીમલયગિરિસૂરીશ્વરજી મહારાજે સિદ્ધપદનો બીજો અર્થ જીવસ્થાનક અને ગુણસ્થાનક કર્યો છે.
ગ્રંથકાર ભગવંત ‘“બંધોન્યસંતપયકિાળાĪ'' પદથી વિષય બતાવી રહ્યાં છે. ‘‘સંઘેવ'' પદથી પ્રયોજન બતાવી રહ્યાં છે અને ‘“નિટ્ટિવાયર્સ નીમંત્'' પદથી સંબંધ બતાવી રહ્યાં છે.
(૧) વિષયઃ- ગ્રન્થકારભગવંત આ ગ્રંથમાં બંધ-ઉદય-સત્તામાં પ્રકૃતિસ્થાનોને (બંધોદયસત્તાના સંવેધને) કહી રહ્યાં છે. એટલે આ ગ્રન્થનો મુખ્ય વિષય બંધોદયસત્તાનો સંવેધ છે.
(૧) આત્માની સાથે કર્મપુદ્ગલોનું ક્ષીરનીર કે લોહાગ્નિની જેમ એકમેક થવું, તે “બન્ધ” કહેવાય...
(૨) કર્મપુદ્ગલોનો વિપાકથી અનુભવ કરવો, તે ઉદય કહેવાય. (૩) જે કર્મપુદ્ગલોએ જે સમયે બંધથી કે સંક્રમથી પોતાનું જે સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તે સમયથી માંડીને જ્યાં સુધી તે કર્મપુદ્ગલોનું