________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તથા દાન દેનાર રાજાની પ્રશસ્તિ ગદ્યમાં કે પદ્યમાં અપાતી. દાતાના પક્ષે દાન દેવાનો હેતુ જણાવાતો. પ્રતિગ્રહીતામાં દેવાલય કે વિહારમાં એના નિર્માતા, સ્થાન ઇત્યાદિ વિગત અપાતી. બ્રાહ્મણ પ્રતિગ્રહીતાના વિષયમાં એના સ્થાન, ગોત્ર, વેદ, પિતાનું નામ અને એનું નામ જણાવાતું. દાન લેવામાં એનું પ્રયોજન દર્શાવાતું. દેય ભૂમિમાં વહીવટી વિભાગ, ગામનું નામ, ભૂમિનું સ્થાન તથા માપ, એનાં ખૂંટ વગેરે વિગત અપાતી. પછી ધર્મદાય તરીકે ભૂમિદાન દેવાનો મહિમા તથા એના ઉલ્લંઘનથી લાગતો દોષ જણાવાતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાનશાસનની મધ્યે કે એના અંતે દાનની મિતિ સંવત, વર્ષ, માસ, પક્ષ, તિથિ અને કેટલીકવાર વારની વિગત સાથે જણાવવામાં આવતી. ભૂમિદાનનું રાજશાસન લખવા માટે કેટલીક વાર રાજાની સ્વમુખાજ્ઞાનો આધાર અપાતો તો કેટલીક વાર સાત્ત્વિ વિગ્રાહક જેવાં કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા રાજસંદેશો મળ્યાનું જણાવાતું. આ અધિકારીને દૂતક કહેતા. દાન શાસનના અંતે રાજાના દસખત (સ્વહસ્ત) પણ હોય છે ને રાજશાસન લખનાર અધિકારીને લેખક કહેવા. ભૂમિદાનને લગતાં રાજશાસન આમ જે તે સમયના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ માટે વિપુલ સામગ્રી પૂરી પાડે છે.
ભૂમિદાનને લગતું રાજશાસન લખાઈ ગયા પછી તેને તાંબાનાં પતરાં પર કોતરવામાં આવતું. એને ‘તામ્રપત્ર’ કહે છે. એમાં તાંબાનાં બે કે બેથી વધુ લંબચોરસ પતરાં લેવામાં આવે છે. એમાં સહુથી ઉપલા અને નીચલા પતરાને કોરું રાખવામાં આવે છે. લખાણ પતરાંની અંદરની બાજુ ૫૨ કોત૨વામાં આવે છે. પતરાં બેથી વધુ હોય, તો અંદરનાં પતરાંની બંને બાજુ પર કોતરવામાં આવે છે. લખાણ લંબચોરસ પતરાની લાંબી બાજુને સમાંતર લીટીમાં લખીને કોતરવામાં આવે છે. બધાં પતરાંની એક બાજુના છેડા પાસે બે કાણાં પાડવામાં આવે છે. એક કાણામાં તાંબાની વૃત્તાકાર કડીને એના બે છેડા અડાડીને ખોસવામાં આવે છે, જ્યારે બીજી લાંબી કડીના બે છેડાને જોડીને એની ઉપર પીગાળેલા કાંસાનો ગઠ્ઠો લગાવી એની ઉપર રાજમુદ્રાની છાપ લગાવવામાં આવે છે. એમાં રાજવંશનું વિશિષ્ટ પ્રતીક તથા દાનદેનાર રાજાનું નામ અંકિત કર્યું હોય છે. દક્ષિણ ભારતમાં તામ્રપત્ર ઘણી ઓછી ઊંચાઈ ધરાવતાં હોઈ એમાં ત્રણ, પાંચ, સાત કે એથી વધુ પતરાં હોય છે.
ભૂમિદાન અને તામ્રપત્રો
આમ ભૂમિદાનને લગતાં તામ્રપત્રો ૫૨થી જે તે રાજ્યના જે તે સમયનાં રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસને લગતી અનેકવિધ માહિતી પ્રાપ્ત થાય છે.
For Private and Personal Use Only
97