________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ લખાણનો સાર એ છે કે ન્યૂઝીલેન્ડના મિસિસ અને રેવ. (રેવન્ડ) એચ.પી. ક્રોમી વતી આ સ્મારકનું ૧લી જાન્યુ-૧૯૮૭ના રોજ પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું. અર્થાત્ આ ક્રોસને ચર્ચના કમ્પાઉન્ડમાં ઊભો કરવા
ટે એચ.પી. ક્રોમીએ આર્થિક સહાય પૂરી પાડી હતી. લેખની પ્રથમ બે પંક્તિઓવાળું વાક્ય બાઈબલમાંથી લેવામાં આવ્યું છે. તેનો સાર છે કે તમે મારા આ ભાઈઓ માટે જે કંઈ કર્યું તે તમે મને કરતા હતા. એટલે કે દીન દુઃખિયાઓ માટે કરેલી સેવા ઇસુને જ કરેલી સેવા બરાબર છે.
અહીંનું ચર્ચ ૧૮૮૫માં બંધાયું. આઈ.પી. મિશના રેવ. જે.એલ.સ્ટીવન્સન સાહેબે અહીં ૧૮૯૫ થી ૧૯૨૪ સુધી એવા આપી હતી. ૨૦૦૧ના ધરતીકંપમાં આ ચર્ચ ખંડિત થઈ જવાથી ૨૦૦૭માં તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. જૂના દેવળમાં સ્ટીવન્સન સાહેબની સ્મૃતિમાં તકતી હતી તે પણ ધરતીકંપ વખતે ખંડિત થઈ જવાથી નવા દેવળના પ્રવેશની ઉત્તર દિશામાં નવી તકતી કાળા આરસમાં સોનેરી અક્ષરોમાં છે. તેનો પાઠ નીચે પ્રમાણે છે.
(૧) પ્રભુને નામે. (૨) સને ૧૯૮૦ના દુષ્કાળ પીડિતોને પોષી, અનાર્થીની પિતૃભાવથી સેવી (૩) અને અનેક રીતે ખીલવી તેમજ સત્વની મહિમાવાન સુવાર્તા ફેલાવી (૪) જિંદગીનો સર્વોત્તમ ભાગ ગુજરાતની સેવાને અર્થે ઈ.સ. ૧૮૯૫થી (૫) ૧૯૨૪ સુધીનાં વર્ષો આઈ.પી. મિશનના મિશનરી (૬૦ રેવ.જે.એસ.સ્ટીવન્સન સાહેબે (૭) ઈશ્વરના ઐશ્વર્ય અર્થે સમર્પણ કર્યા તેમના સ્મરણાર્થે (૮) “ “ઇષ્ટ વસ્તુઓ જો ભૂખ્યાઓને આપી દે, અને દુઃખી માણસના (૯) જીવને તૃપ્ત કરે, તો તારો પ્રકાશ અંધકારમાંથી ઝળકી ઊઠશે.” (૧૦) યશા પ૮; ૧૦
નવા દેવળના બાંધકામને લગતો શિલાલેખ ઉપરના શિલાલેખની નીચે છે. તે પણ કાળા આરસમાં સોનેરી અક્ષરોમાં લખેલો છે. તેનો પાઠ નીચે પ્રમાણે છે :
(૧) આ પ્રભુમંદિરને ઈ.સ. ૨૦૦૧ના ધરતીકંપ દ્વારા (૨) પારાવાર નુકસાન થતાં પુનઃ બાંધકામ કરવામાં આવ્યું. (૩) જે પ્રભુ પર પ્રેમ રાખનાર સ્વ.જયોર્જ સુલેમાન ક્રિસ્ટી તથા (૪) ફલોરા બહેનનાં બાળકોનાં વિશ્વાસ, સમર્પણ, પ્રાર્થનાને (૫૦ કારણે શક્ય બન્યું છે. (૬) ઈશ્વરના મહિમાથે તા. ૦૧-૦૭-૨૦૦૭ના રવિવારે (૭) સી.એન.આઈ. ગુજરાત ડાયોસિસના બિશપ રાઈટ (૮) રેવ. વિ.એમ. માલવિયા સાહેબના હસ્તે આ પ્રભુમંદિરનું
(૯) પુનઃસમર્પણ કરવામાં આવ્યું. 132
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ - માર્ચ, ૨૦૦૯
For Private and Personal Use Only