Book Title: Samipya 2008 Vol 25 Ank 03 04
Author(s): R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 155
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માનતા ભાનુજીનો વિરોધ કરવા પાછળનું તેમનું વલણ સમજાતું નથી. ૭ કોઈ કોઈ વાર જે તે વનસ્પતિની સ્પષ્ટ ઓળખ લેખકશ્રી આપી શકતા નથી ત્યારે ક્યાંક સીધેસીધું પોતાનું અસામર્થ્ય બતાવે છે જેમ કે, પ્રક્ષેષ્ઠ વિશે તેમને જાણકારી નથી તેનો સ્પષ્ટ એકરાર કર્યો છે (પૃ. ૨૮૪). તો ક્યાંક વળી જે તે વનસ્પતિને જુદા જુદા નામે ને જુદા જુદા સ્વરૂપે વર્ણવી છે. જેમ કે, મત્તની સમજૂતીમાં લેખકે તેના પર્યાયો નિર્દેશ્યા છે, જેમાં વત્તયનો પણ નિર્દેશ છે. તેનો અર્થ તેમણે નીલોત્પલ એવો આપ્યો છે. (પૃ. ૯૪) અને આગળ જતાં, કમલની ભિન્ન ભિન્ન જાતો નિર્દેશતાં વલયને જોનવના પર્યાયરૂપ ગણાવી તેનો અર્થ રાતું કમળ એવો આપ્યો છે (પૃ. ૧૨૪) અને વળી, પૃ. ૧૧૨ ઉપ૨ ઉત્તરરામચરિતના ટીકાકાર વી૨૨ાઘવનો મત નિર્દેશતાં વલયને ચન્દ્રવિકાસી શ્વેતકમળ હોવાનું જણાવ્યું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એ જ રીતે, પૃ. ૨૦૪ ઉપર ગનપુષ્પીના નિરૂપણમાં-રામાયણમાંથી તેનો સંદર્ભ આપ્યા પછી તેની ઓળખ અંગે પહેલાં તેનો અર્થ યુથિકા એટલે જાઈ ક૨વાનું વલણ જણાય છે પણ પછી તેને ગજવેલ સાથે એકરૂપ માનવાનું વલણ અપનાવી તેનો અર્થ શતાવરી એવો કર્યો છે. અહીં એક વાત નોંધવી જોઈશે કે, ઉપરનિર્દિષ્ટ કેટલાક સંદર્ભોને બાદ કરતાં, અન્યત્ર જે તે વનસ્પતિના સ્વરૂપની સ્પષ્ટતા અર્થે લેખકે લીધેલ પરિશ્રમને દાદ દેવી રહી. તેમાંય મંવાર (પૃ. ૩૦૮) એટલે કયું વૃક્ષ ? તે વિગત સ્પષ્ટ કરવાનો તેમનો પ્રયાસ ખરેખર સ્તુત્ય છે. ૭ લેખકશ્રીએ પોતાનો ઓષધિજ્ઞાનને સંસ્કૃત સાહિત્યના સંદર્ભો સાથે સાંકળી આપ્યું છે, તેમાં ક્યારેક મૂળ સંદર્ભ આપવાને બદલે નોંધમાત્ર જ લીધી છે, જેમ કે - પૃ. ૧૬૨ ઉપર નોંધ છે કે – ભતૃહિરએ કુશોને (શૃંગાર-૩૪) વંશકરીરની કાંતિ સાથે સરખાવ્યા છે. સહતત્વાદ્યથા વેળુ: નિવિૐ; ટ: વૃતઃ । ન ાયતે સમુદ્ધેનું ભ્રાતૃસંધાતવાંસ્તથા ॥ (હિતોપદેશ) અહીં શૃંગાર-૩૪ એટલે શૃંગારશતકનું ૩૪મું પઘ, જેનો મૂળ સંદર્ભ અહીં અપાયો નથી, જ્યારે મહતત્વાદ્યથા... વગેરે મૂળ સંદર્ભ ઉદ્ધૃત કરી (હિતોપદેશ) એમ મોઘમ નિર્દેશ કરી લીધો છે, પણ ચોક્કસ સંદર્ભ અપાયો નથી, જે આપવો જોઈતો હતો. એ જ રીતે, પૃ. ૧૮૨ સુક્ષ્મ વનસ્પતિના નિરૂપણમાં ઋતુસંહાર-૧.૨૪, ૬.૪ એ પ્રમાણે સંદર્ભનોંધ મળે છે પણ તેનાં મૂળ ઉદ્ધરણ અહીં અપાયાં નથી. પાદટીપમાં પણ તે અંગે કોઈ નોંધ પ્રાપ્ત થતી નથી. સામાન્ય રીતે, લેખક જે તે વનસ્પતિના સંદર્ભો મૂળ રચનામાંથી ઉદ્ધરણ ટાંકીને આપતા હોય છે ને ઘણુંખરું તેનો અર્થ પણ જણાવતા હોય છે. 152 આ ઉપરાંત, પૃ. ૧૭૫ ઉપર એવી નોંધ છે કે — રાતો કાંટારિયો એ વૃક્ષ ન કહેવાય. એનાં ફૂલની મંજરીઓ નથી આવતી – આ બે પરિચયો કુરબક સાથે બંધબેસતા નથી. આ નોંધમાં રાતા કાંટાસરિયાના પરિચય અંગેની જે બે બાબતો દર્શાવી છે, તેનો મૂળ આધાર આપવાનું લેખકશ્રી ચૂકી ગયા હોવાનું જણાય છે. સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ - માર્ચ, ૨૦૦૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164