________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાંધી યુગ દરમિયાન નવા આયામો સર્જાયાં અને સ્ત્રીઓએ તેમના કાર્યક્ષેત્રને વ્યાપક અને વધારે મક્કમ બનાવ્યું. જ્યોતિસંઘ અને વિકાસગૃહ જેવી અનેક સંસ્થાઓ, પહેલાંની સ્ત્રી સંસ્થાઓની સરખામણીમાં વધારે લડાયક સ્વરૂપની હતી. પુરુષો દ્વારા થતા અત્યાચારો સામે સંઘર્ષ કરવાના આશયથી વિનોદિની નીલકંઠ, ચારૂમતી યોદ્ધા અને પુષ્પાબહેન મહેતા જેવી સ્ત્રીઓએ વર્તમાનપત્રો, પોલીસ અને કાયદાનો ઉપયોગ કરીને કેટલાયે ગુ ગાર પુરુષોને જેલભેગા કર્યા હતા. તેનું એક મહત્ત્વનું કારણ એ છે કે આ નવી પેઢીની કેટલીય સ્ત્રીઓ કૉલેજો અને યુનિવર્સિટીઓમાં ભણીગણીને પરિસ્થિતિને પહોંચી વળવા માટે ““તૈયાર થઈ હતી. વળી ગાંધી યુગ દરમિયાન ગુજરાતની લાખો સ્ત્રીઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. માત્ર નગરોમાં વસતી સ્ત્રીઓ જ નહીં, ગામડામાં ખેતીનું કામ કરતી સ્ત્રીઓએ પણ પ્રભાત ફેરીઓમાં ભાગ લીધો હતો અને દારૂની દુકાનો સામે પિકેટિંગ કર્યું હતું. ગાંધીજીએ શરૂ કરેલી “માસ મુવમેન્ટ”નાં રચનાત્મક પાસાંઓ સ્ત્રી-જાગૃતિની દૃષ્ટિએ ક્રાંતિકારી પુરવાર થયા હતા.
ડૉ. શિરીન મહેતાએ લાંબા સમયના ફલક ઉપર બૃહદ્ અને સુગ્રથિત નારી ઇતિહાસ લખ્યો છે. તે સ્ત્રીઅભ્યાસમાં નવી ભાત પાડે છે. વળી છેલ્લાં દસેક વર્ષથી તો કૉલેજો અને યુનિવર્સિટીઓમાં સ્ત્રી-અભ્યાસો એકેડેમિક સીલેબસના ભાગરૂપે શરૂ થયા છે. લેખિકાએ એવી ભાવના વ્યક્ત કરી છે કે ““સમતાવાદી અને બહુત્વવાદી સમાજના નવનિર્માણમાં રસ ધરાવનાર સૌ કોઈ ગુજરાતીને - વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સામાન્ય માણસો, મહિલા નેતાઓ અને સંસ્થાઓ - તેમનો ગ્રંથ ઉપયોગી અને રસપ્રદ થઈ પડશે.”
- રામજીભાઈ સાવલિયા
ગ્રંથસમીક્ષા
15s
For Private and Personal Use Only