________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦ આ ગ્રંથમાં નિર્દિષ્ટ સર્વ વનસ્પતિઓ મુખ્યત્વે તેમનાં મૂળ નામે એટલે કે સંજ્ઞાવાચી નામથી જ રજૂ થઈ છે. પરંતુ તેમાં એક નિર્દેશ જુદો છે. તે છે. પૃ. ૨૨૫ ઉપરનો જ્યોતિષ્મતી ઓષધિનો. તેના ઉદાહરણરૂપ સંદર્ભ આપતાં, ષષ્ય: કે મહfધ એવો નિર્દેશ છે તે ઉપરથી જણાય છે કે, જ્યોતિષ્મતી ઓષધિ એ સંજ્ઞાવાચી નામ ન હોતાં અથભિપ્રેત સંજ્ઞારૂપ જ ગણાય.
અત્રે નિર્દિષ્ટ આ સઘળી ત્રુટિઓ ઉપરાંત, કેટલાક મુદ્રણદોષો પણ રહી જવા પામ્યા છે. જોકે, પ્રસ્તુત સંપાદનના વિષયનો વ્યાપ તથા લેખકશ્રીનો થોડામાં ઘણું આપવાનો ઉત્સાહ તેમાં કારણભૂત હોવા સંભવ છે. બાકી સમગ્ર ગ્રંથમાં લેખકે લીધેલી જહેમત તથા તેમણે દાખવેલ ચોક્સાઈ ને ચીવટ અછતાં નથી રહેતાં. ગ્રંથની ગુણવત્તા ને ગૌરવ ચોક્કસ જ પ્રશંસાને પાત્ર છે, એમાં બેમત નહીં. હા, ત્રુટિઓ નિવારી શકાઈ હોત તો ગ્રંથ સુજ્ઞ વિદ્વજ્જનોને માટે વિશેષ પ્રીતિભાજન બનત.
– ડૉ. જાગૃતિ પંડ્યા * * * રવીન્દ્રનાથનો શિક્ષણવિચાર', લે. નગીનદાસ પારેખ, પ્રકા. ગુજરાત વિદ્યાસભા, ભદ્ર, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ડિસે. ૨૦૦૮, કિં. રૂ.૪૦-00
રવીન્દ્રનાથને આપણે મુખ્યત્વે એક કવિ તરીકે ઓળખીએ છીએ, પરંતુ આ રાષ્ટ્રપુરુષે આપણા દેશના શિક્ષણ, ગ્રામસુધારણા અને ગુહોદ્યોગ વિષે પણ વિચારણા કરી છે અને તેને અમલમાં કર્યા છે. સાહિત્ય પછી શિક્ષણ જીવનભર એમના રસનો કેન્દ્રીય વિષય રહ્યો છે. ગાંધીજીની જેમ તેમણે પણ આપણા દેશની રૂઢ કેળવણીપ્રથામાં ક્રાંતિકારી વિચારો ધર્યા છે. ગાંધીજી એમને “ગુરુદેવ' કહેતા તે યથાર્થ છે.
રવીન્દ્રનાથે શાંતિનિકેતન આશ્રમમાં પ્રકૃતિના સાન્નિધ્યમાં ઈ.સ. ૧૯૦૧માં શિક્ષણના પોતાના આદર્શ મુજબની શાળા શરૂ કરી હતી. એ પછી ૧૯૨૧માં વિશ્વભારતીની સ્થાપના કરી હતી. આજે તો શાંતિનિકેતન જાણે રવીન્દ્રનાથ નામનો પર્યાય છે.
રવીન્દ્રનાથના શિક્ષણ વિષેના વિચારો વિષે શ્રી નગીનદાસ પારેખે ગુજરાત વિદ્યાસભાના આશ્રયે “વિદ્યાબહેન સ્મારક વ્યાખ્યાનો' (૧૯૮૨) અંતર્ગત આપેલાં વ્યાખ્યાનો અહીં સંગૃહીત છે. ગુજરાત વિદ્યાપીઠમાં ભણીને નગીનદાસ પારેખ ૧૯૨૫માં શાંતિનિકેતન અનુસ્નાતક અભ્યાસ માટે ગયેલાં. ત્યાંની શિક્ષણરીતિનો એમને પ્રત્યક્ષ અનુભવ પણ છે.
શ્રી નગીનદાસ પારેખે ૧૯૦૮-૧૯૯૩) આપેલાં આ વ્યાખ્યાનોમાં ગરદેવ રવીન્દ્રનાથના શિક્ષણવિષયક અનુભવો પ્રયોગો અને વિચારોનું વિશદ નિરૂપણ છે.
– ભોળાભાઈ પટેલ * * * “ગુજરાતમાં નારી ચેતના”, લે. શિરીન મહેતા, પ્રકાશક: દર્શક ઈતિહાસ નિધિ, ૨૦૦૯, પૃ. ૭-૪૮૮, પ્રાપ્તિ સ્થાન : રંગદ્વાર પ્રકાશન, ૧૫, યુનિવર્સિટી પ્લાઝા, નવરંગપુરા, અમદાવાદ, કિંમત : રૂ. ૨૫૦-00
આજે પણ પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થાના ઢાંચામાં ગુજરાતની મોટા ભાગની સ્ત્રીઓ પરાધીન દશામાં છે. પરંતુ એક જમાનામાં તો સ્ત્રીઓની પરિસ્થિતિ અત્યંત દુઃખદ હતી. ગુજરાત અને હિંદમાં પ્રવર્તતા સામાજિક અનિષ્ટોનો ભોગ સ્ત્રીઓ બની હતી. આવા વિષમ સંજોગોમાં બ્રિટિશ શાસનની સ્થાપના બાદ ૧૯મા સૈકાના
ગ્રંથસમીક્ષા
153
For Private and Personal Use Only