________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્થામાં કાર્યરત શ્રી બ્રહ્મચારી વાડી સંસ્કૃત પાઠશાળા દ્વારા તા. ૯-૫-૨૦૦૮ના દિવસે શંકરાચાર્યજયંતિના પાવન પ્રસંગે પાઠશાળાના પૌરોહિત્યમ્ વિભાગના વિદ્યાર્થીઓ વડે ભો. જે. વિદ્યાભવનના વાચનખંડમાં યજ્ઞાનુષ્ઠાનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે શ્રી બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદ દ્વારા ગતવર્ષે લેવાયેલ કર્મકાંડભૂષણ તથા વિશારદું અને જ્યોતિષભૂષણની પરીક્ષાઓના પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભો. જે. વિદ્યાભવનના માધ્યમથી “શ્રી ૨. ચિ. ત્રિપાઠી શિષ્યવૃત્તિ' દર વર્ષે પાઠશાળાના એક વિદ્યાર્થીને આપવામાં આવે છે. ચાલુ વર્ષની આ શિષ્યવૃત્તિ ઉમેશ અવસ્થીને આપવામાં આવી હતી. શ્રી બ્રહ્મચારી વાડી સંસ્કૃત પાઠશાળા ખાતે શ્રાવણવાસ નિમિત્તે તા. ર૭-૮-૨૦૦૮ ના રોજ માના આચાર્ય શ્રીધરભાઈ વ્યાસનું શિવમહિમ્ન સ્તોત્ર” ઉપર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં પાઠશાળાના છાત્રો ઉપરાંત અન્ય પાઠશાળાના આચાર્યો અને વિષયના જિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદ દ્વારા ડિસે. ૨૦૦૮માં યોજાયેલ સંસ્કૃત નાટ્યસ્પર્ધામાં શ્રી બ્રહ્મચારી વાડી સંસ્કૃત પાઠશાળા દ્વારા રજૂ કરવામાં આવેલ “શ્રી સત્યનારાયણો વિજયતેતરામ્” નાટકને “વિશ્વવંદ્ય પ.પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રી વિજયપધ્ધ' પ્રાપ્ત થયું હતું. આ નાટકનું લેખન તથા દિગ્દર્શન પાઠશાળાના માના આચાર્ય શ્રીધરભાઈ વ્યાસે કર્યું હતું.
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ – માર્ચ, ૨૦૦૯
157
For Private and Personal Use Only