________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉત્તરાર્ધમાં સમાજ-સુધારાનું જે આંદોલન થયું તેમાં નર્મદ, મહીપતરામ રૂપરામ, મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને કવિ દલપતરામની જેમ હરકુંવર શેઠાણી, પાર્વતીકુંવર જડાવ, કૃષ્ણાગૌરી હીરાલાલ રાવલ, પંડિતા જમનાબાઈ, નાનીબહેન ગજ્જર, બાજીગૌરી મુનશી અને ડૉક્ટર મોટી બહેન કાપડિયા જેવી તેજસ્વી મહિલાઓએ ભારે પરિશ્રમ કરીને સ્રીઓના ન્યાય અને સમાનતા માટે ઝૂંબેશ શરૂ કરી હતી. ગુજરાત અને બ્રિટનના દફતરો તેમજ ગ્રંથાલયોનો ઉપયોગ કરીને, અનેક સ્રોતોને આધારે ડૉ. શિરીનબહેન મહેતાએ ગુજરાતમાં વિકસેલ નારી ચેતનાને સુંદર રીતે ઉપસાવી છે. અને આ મહાન ઘટનાને સમજવા માટે તેમણે પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતની સ્ત્રીઓનું વર્ણન અને વિશ્લેષણ કર્યું છે. માત્ર વર્ણનો કરવાને બદલે તેમણે સામાજિક વિકાસના સૈદ્ધાંતિક અને વૈચારિક અભિગમોની છણાવટ કરીને સ્ત્રી-અભ્યાસ અને તેની પદ્ધતિઓને નવી દિશા આપી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પુસ્તકના સૌપ્રથમ પ્રકરણમાં ચોખવટ કરી છે કે તેમણે લિંગભેદ (gender)ને તેમના અભ્યાસમાં મુખ્ય સ્થાન આપ્યું છે. તેમના શબ્દોમાં : ‘કુદરતી શારીરિક ભેદને ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિક પરિબળોએ સ્ત્રીનાં જીવન, કવન, મોભાનું કઈ રીતે ઘડતર કર્યું ? એ મારા અભ્યાસની મુખ્ય ધરી છે. લિંગભેદને લીધે સાંસ્કૃતિક, સામાજિક ભૂમિકામાં સ્ત્રી-પુરુષનાં કેવાં વલણો છે તે અગત્યનું છે. આને પરિણામે પુરુષનું આધિપત્ય અને સ્ત્રીનું ગૌણ સ્થાન ઉદ્ભવે છે. સ્ત્રીને નૈતિક મૂલ્યો આધારિત આચારસંહિતાનું પાલન કરવાનું હોય છે. સ્ત્રીધર્મનો અમલ કરવાનો હોય છે. પુરુષ આ બધાં નિયંત્રણોથી પર બને છે... આમ છતાં મારા અભ્યાસની ભૂમિકા પુરુષ વિરુદ્ધ સ્ત્રીની નથી કારણ કે સ્ત્રી-પુરુષ વચ્ચે સંવાદ (dialogue) અને એકબીજા સાથે સહકાર કરવાની પણ ભૂમિકા સર્જાય છે.''
આધાર
પ્રાચીન સમયના સાહિત્યિક, ધાર્મિક અને નૈતિક સ્રોતોને આધારે લેખિકાએ આર્યસંસ્કૃતિ અને તેમાંથી કાળક્રમે પ્રગટ થયેલ હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનું વિહંગાવલોકન કરીને સ્ત્રીઓની સામાજિક પરિસ્થિતિ સમજાવતાં લખ્યું છે કે તે સમયે સ્ત્રી-સન્માનની ભાવના પ્રવર્તતી હતી અને આવાં કારણોસર ખાસ કરીને, જૈન અને બૌદ્ધ ધર્મમાં અનેક તેજસ્વી સ્ત્રીઓ થઈ ગઈ. પરંતુ ‘મનુસ્મૃતિ’ જેવા ગ્રંથો દ્વારા પુરુષોની સ્ત્રીઓ ઉપર પકડ વધતી ગઈ. લેખક કહે છે : ‘‘યાજ્ઞવલ્કયસ્મૃતિ અને વિષ્ણુસ્મૃતિ સ્ત્રીઓ અને વિધવાઓ, માટેના મિલકતના અધિકારો અંગે મનુસ્મૃતિ કરતાં વધારે ઉદાર હતા.''
મધ્યકાલ દરમિયાન જો કે સ્ત્રીઓ ઉપર પુરુષોની પકડ વધી. આમ છતાં મુસ્લિમ સમાજમાં રઝિયા સુલતાના, ગુલબદન બેગમ અને ઝેબુગ્નિશા જેવી સ્ત્રીઓ અને જૈન તથા હિંદુ સમાજમાં અનુપમા, ગૌરીબાઈ, મીરાં અને જાનીબાઈ જેવી શક્તિશાળી સ્ત્રીઓએ સાંસ્કૃતિક અને સાહિત્યિક ક્ષેત્રોમાં પ્રદાન કર્યું હતું. અલબત્ત, મોટા ભાગની સ્ત્રીઓ રાજવંશી કુટુંબોની હતી. આમ છતાં સ્ત્રીઓએ ઇતિહાસમાં મહત્ત્વની ભૂમિકા તો ભજવી જ હતી. પ્રસ્તુત ગ્રંથમાં તેમની ભૂમિકા સમજાવવામાં આવી છે.
154
આવી લાંબા ગાળાની ઐતિહાસિક ભૂમિકાને તપાસ્યા બાદ શિરીનબહેને ૧૯ અને ૨૦ મા સૈકાની સ્ત્રીનેતાગીરીને ઉપસાવી છે. શિક્ષણ, સાહિત્ય, સમાજ સુધારો, અર્થકારણ અને પત્રકારત્વ જેવા અનેક ક્ષેત્રોમાં ગુજરાતી મહિલાઓએ ભગીરથ પ્રયાસો કરીને સ્ત્રીઓની પરિસ્થિતિ સુધારી હતી. માત્ર વ્યક્તિગત રીતે જ નહીં, લેડીઝ ક્લબ, વનિતા વિશ્રામ અને ગુજરાતી હિંદુ સ્ત્રી-મંડળ જેવી સંસ્થાઓ દ્વારા સામૂહિક સંઘબળ ઊભું કરીને સ્ત્રીઓએ સામાજિક જાગૃતિની જ્યોતને વિસ્તારી હતી. ગાંધીજીના ૧૯૧૫માં હિંદ આગમન પહેલાં ગુજરાતની સ્ત્રીઓએ પ્રગતિશીલ પુરુષોનો સહકાર પ્રાપ્ત કરીને સમાજ પરિવર્તનની નવી દિશા બનાવી હતી. તેને પરિણામે શ્રીમંત અને મધ્યમ વર્ગની સ્ત્રીઓની સ્થિતિ સુધરી હતી.
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮
For Private and Personal Use Only
-
માર્ચ, ૨૦૦૯