Book Title: Samipya 2008 Vol 25 Ank 03 04
Author(s): R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 153
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃ. ૬૭ - છેલ્લેથી છઠ્ઠી પંક્તિ – અંજીર એ આપણા દેશનું વતની નથી. પરદેશથી આવેલું છે. અંજીર નામ જ અરબી છે. દુર નામે વનસ્પતિના નિરૂપણમાં આવતી આ પંક્તિઓ શું સૂચવે છે? તેનો શો અર્થ સમજવો? ઝાસ્ત્રીય નામે વનસ્પતિના નિરૂપણમાં પૃ. ૧૪૬ ઉપર એવી નોંધ છે કે – કાલેયક એટલે અગરની કોઈ જાત એવો ધન્વન્તરિ નિઘટુકારે અર્થ કરેલો છે તે પણ સંભવિત છે. કાલેયક અમરસિંહના મત પ્રમાણે દારુહળદર (Berberic asiatica) છે, પરંતુ એ અર્થ અહીં ઉચિત નથી લાગતો. દારૂહળદરમાં સુગંધ નથી હોતી... અહીં પહેલાં તો એ પ્રશ્ન થાય કે, શાત્રેયે ને તીયનો પર્યાય સમજવો? કે પછી સ્ત્રીન્ને સ્થાને છાને છપાયું હશે એમ વિચારી તેને મુદ્રણદોષ માનવો? કેમ કે, શાત્રેય નામે અન્ય અલગ વનસ્પતિનો નિર્દેશ છે જ. બીજો પ્રશ્ન જોય નામે વનસ્પતિમાં લખેલી નોંધ ઉપરથી ઉદ્દભવે છે. તેમાં કહ્યું છે – ...દારૂહળદરનાં વૃક્ષો દહેરાદૂન તરફ ખૂબ થાય છે. એનાં પુષ્પોમાં ખુશબો હશે એમ આ ઉલ્લેખ ઉપરથી લાગે છે. ઉપર વાનીના સંદર્ભમાં અમરસિંહના મંતવ્યનો અસ્વીકાર કરતાં નોંધ્યું છે કે, “દારૂહળદરમાં સુગંધ નથી હોતી' અને અહીં જોય ના સંદર્ભમાં – તેનાં પુષ્પોમાં ખુશબો હોવાનું જણાવ્યું છે. તેમાં વધતોવ્યાઘાત નથી શું? અથવા તો લાગે છે’ શબ્દો – નહીં ખુલ્લો વિરોધ કે નહીં પૂર્ણ સંમતિ એમ તે અંગે લેખકનો મોળો પ્રતિસાદ સૂચવનારા છે ? પૃ. ૧૦૨ ઉપર આ પ્રમાણે નોંધ છે - મૃણા ખ્રિસં” – આ બે પર્યાયવાળા મૃણાલનો અર્થ ભાનુજી દીક્ષિતે ““કમળનું મૂલ” એવો આપ્યો છે. કમળના દાંડા (નાd)ને જુદો ગણાવવામાં આવ્યો છે, પરંતુ પૃપાત્ર અને વિસ બન્નેનો એક અર્થ કરવો ઉચિત નથી. વૃન્દટીકાકાર શ્રીકંઠ મૃણાલને “સ્કૂલ' અને બિસને “મૃUIનાત્રિતપ્રતાઃ' અર્થાત્ મૃણાલમાંથી નીકળેલા તાંતણા એવો ઉચિત અર્થ કરે છે.' [१. एषा मनो मे प्रसभं शरीरात्पितुः पदं मध्यममुत्पतन्ती । सुराङ्गना कर्षति खण्डिताग्रात सूत्रं मृ!लादिव राजहंसी ।।] આ સંદર્ભમાં કેટલીક બાબતો વિચારણીય જણાય છે. પ્રથમ તો એ કે, અહીં લેખકશ્રીએ પાદટીપ ક્રમાંક૧ જયાં – જે વિગત આપીને – મૂક્યો છે, તે બાબતનો મૂલ સંદર્ભ પાદટીપમાં અપાયો હોય એમ નથી, પરંતુ શ્રીકંઠના મતને પોતાના મંતવ્યના સમર્થનમાં તેમણે ઉલ્લેખ્યો છે અને શ્રીકંઠે જે બાબત નિર્દેશી છે તેની પુષ્ટિ માટે લેખક કાલિદાસની રચનામાંથી સંદર્ભ લઈ પાદટીપમાં ટાંકે છે. અલબત્ત, તેમણે ત્યાં (વિક્રમો. અં. ૩.૧૩) એ પ્રમાણે સંદર્ભનોંધ મૂકી છે પણ આ પાદટીપ દ્વારા એટલું જ સમજાય છે કે, મૃણાલમાં તંતુ હોય છે પણ તે તંતુ એટલે બિસ એવી સ્પષ્ટતા થતી નથી. બીજું, લેખકે અહીં મૃણાલ અને બિસનો ભેદ તારવ્યો છે અને તેમાં આગળ જતાં - કુમારસંભવમાંથી સંદર્ભ ટાંકી મૃણાલનો અર્થ દાંડો એમ સ્વીકાર્યો છે. વળી, પૃ. ૧૦૩ ઉપર કમલના કંદો (મૃણાલ) એવો નિર્દેશ મળે છે તો પૃ. ૧૦૪ ઉપર ગીતગોવિંદના 150 સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ – માર્ચ, ૨૦૦૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164