________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કે ‘સ્ટન્ટ’ કરે તેવી રજૂઆતોથી સંતોષ ન માગતાં, જરૂર જણાય ત્યાં અનેક સંદર્ભગ્રંથોનો વિચારદાર આધાર ટાંકે છે ને ઇતિહાસની અનેક ઘટનાઓને નોખી નજરે અવલોકી એવી સચોટ રીતે રજૂ કરે છે કે એના પ્રવાહમાં તણાઈ આપણે પણ એમની વાતોને સમર્થન આપતા થઈ જઈએ છીએ. અલબત્ત કેટલીક રૂઢ માન્યતાઓ આપણને એ વિચારસરણી વિસારે પાડી દેતી પણ હોય છે. ઇતિહાસની અનેક ઘટનાઓને તથા એની પ્રચલિત માન્યતાઓને નોખી નજરે અવલોકન આવી સંસોધનાત્મક રીતે રજૂ કરી આપણા ચિત્તને અનેક બાબતોમાં નવેસર વિચારતા કરી મૂકે તેવી શ્રદ્ધેય રજૂઆત માટે પત્રકા૨ સંશોધનકાર શ્રી હરિ દેસાઈને જેટલાં અભિનંદન આપીએ એટલાં ઓછાં છે. વર્ષો સુધી મુંબઈમાં વસવાટ કરી તેઓ ગુજરાતમાં આવી વસ્યા છે, ત્યારે આપણને આ પીઢ પત્રકા૨નો વધુ લાભ મળે છે.
ડૉ. હરિપ્રશાદ શાસ્ત્રી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ, લેખક : બાપાલાલ ગ. વૈદ્ય, પ્રકાશક : ગુજરાત વિદ્યાસભા, પ્રેમાભાઈ હૉલ, ભદ્ર, અમદાવાદ, દ્વિતીય આવૃત્તિ, ૨૦૦૮, કિંમત રૂા. ૨૦૦-.
ભારતીય સંસ્કૃતિના જ્ઞાનવારસાને અક્ષુણ્ણ રાખવાના પ્રયાસને વરેલી તથા વિદ્યાના પ્રચાર-પ્રસાર અર્થે સક્રિય એવી લબ્ધપ્રતિષ્ઠ વિદ્યાસંસ્થા-ગુજરાત વિદ્યાસભા દ્વારા પ્રકાશિત, શ્રી બાપાલાલ સી. વૈદ્ય દ્વારા સંપાદિત પુસ્તક - ‘‘સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ’” એક ઉત્તમ, આવકારયોગ્ય ગ્રંથ છે.
મૂળ ઈ.સ. ૧૯૫૩માં, તે સમયના વિદ્યાસભાના અધ્યક્ષ વિદ્વર્ય શ્રી રસિકલાલ પરીખની પ્રેરણાથી લેખકશ્રીએ પ્રસિદ્ધ કરેલ આ પુસ્તકની આ દ્વિતીય આવૃત્તિ છે, જેનું પ્રકાશન ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગરની આર્થિક સહાયથી કરાયું છે.
સંસ્કૃત સાહિત્યનું ફલક તો ઘણું વિશાળ છે ને તેથી તેનો સાઘોપાંત અભ્યાસ કરવાનું તો મુશ્કેલ બને, છતાં લેખકશ્રીએ યથાશક્ય સંસ્કૃત સાહિત્યકૃતિઓનો અભ્યાસ કરી, તેમાં પ્રયુક્ત જે તે વનસ્પતિગત સંદર્ભોને તારવીને તે સર્વ સંદર્ભો અહીં અકારાદિક્રમે ગોઠવીને રજૂ કર્યા છે. તે રીતે, આ એક પ્રકારનો કોશગ્રંથ બની રહે છે.
પ્રસ્તુત ગ્રંથનું વૈશિષ્ટ્ય એ છે કે, તેમાં જે તે સંદર્ભપરક કેવળ સ્થૂળ વિગતો કે માહિતીમાત્ર આપીને લેખક અટકી ગયા નથી પણ જે તે વનસ્પતિને મળતા આવતા નિર્દેશો પણ સાથે મૂકી આપ્યા છે. વળી, જે તે નિર્દેશના ચોક્કસ અર્થને તારવવાનો કે જે તે નિર્દેશ સાથે વણાયેલ સાંસ્કૃતિક સંદર્ભ ઉપસાવવાનો તથા જે તે સાહિત્યસંદર્ભનો આછેરો આસ્વાદ કરાવવાનોય લેખકશ્રીએ યથોચિત પ્રયાસ કર્યો છે. તેમાંય જે તે સાહિત્યસંદર્ભના નિર્દેશ સાથે તે સંદર્ભ અંગેનો આયુર્વેદપરક ઉપયોગ દર્શાવવાનો તેમનો પ્રયાસ તો ખરેખર સ્તુત્ય છે. સાથે સાથે, જે તે વનસ્પતિની ઓળખ સુસ્પષ્ટ રીતે ઊપસે એ માટે તેનાં આધુનિક નામ આપવાનો ય પ્રયાસ કર્યો છે.
148
ગ્રંથના પ્રારંભે (પૃ. ૬ થી ૨૦) લેખકે પ્રાસ્તાવિકરૂપે જે કેટલીક વિગતો નિરૂપી છે તે દ્વારા ગ્રંથમાં પ્રવેશ તો સુપેરે થાય જ છે પરંતુ તે દ્વારા લેખકના અંતરમાં પણ સહજ પ્રવેશ થઈ જાય છે. તેમાં લેખકના જ્ઞાનનિધિની ઝલક છે, જે એક તરફ તેમણે આસ્વાદેલ સાહિત્યસૃષ્ટિ પ્રતિ દોરી જાય છે, તો બીજી તરફ તેમના ઓષધિજ્ઞાનને ય ઉજાગર કરે છે અને આની પાછળ ગુંજતું ભારતીય સંસ્કૃતિનું ગાન વાચકને અભિભૂત ન કરે તો જ નવાઈ !
આ પછી કુલ ૪૧૪ પૃષ્ઠોમાં અકારાદિક્રમે ૨૦૦ થી ય વધુ (કુલ ૨૨૨) વનસ્પતિઓ વિશે ઘણી સૂક્ષ્મ સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ - માર્ચ, ૨૦૦૯
For Private and Personal Use Only