________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
associated with peace, security of person and property and spirit of tolerance. It also provided the artistic designs of the vessels that traded with foreign countries.
The most popular 'Avatar' in the Hindu mythology and history is that of Lord Shri Krsna. People have expressed their love for Lord Krsna through innumerable devotional songs and paintings. The chapter 'Lord Shri Kršņa the life Breath of Indian Paintings' provides exciting and eye capturing paintings. The author states:
“Art is a faith, and also act of creation. The entire basis of the artistic creativity is spiritual and it is spontaneous. In view of this shri Krsna's life breath Indian Art and Painting."
Dr. Savalia has also provided beautiful, eye-capturing pictures of the activities associated with the Krsņa cult. The last article provides an authentic account on the 'Illustrated Jain manuscripts preserved in the Bhandaras and the Museums of Gujarat.
In short the author has combined scholarship with the rich artistic visuals. For this reason this book is both entertaining and educatite. We hope that this work will attract not only Indian Cultural historians and Scholars but also the international acaedemic community. The author deserves congratulations for his sincere and painstaking research.
- Makrand Mehta * * *
ઇતિહાસ : નોખી નજરે', લેખક: હરિ દેસાઈ, પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદમુંબઈ, કિંમત રૂા. ૧૦૦/-.
થોડા દિવસ પર વલ્લભ વિદ્યાનગરમાં શ્રી હરિ દેસાઈનાં કેટલાંક પુસ્તકો – પ્રકાશનોના લોકાર્પણનો સમારંભ યોજાશે. તેમાં ‘‘ઇતિહાસ : નોખી નજરે”માં સ્વાભાવિક રીતે મને સવિશેષ રસ પડ્યો. શ્રી ઝવેરચંદ મેઘાણી અને શ્રી ચુનીલાલ વ. શાહ જેવા નામાંકિત પત્રકારોએ દૈનિક-સાપ્તાહિક-વર્તમાનપત્રોને સમકાલીન ઘટનાઓમાં સીમિત ન રાખતાં આધુનિક જીવનને સ્પર્શતા વિવિધ વિષયોની રુચિર છણાવટ દ્વારા વાચકોને વિચારતા કર્યા. એ પરંપરા ગુજરાતી વર્તમાનપત્રોમાં અદ્યપર્યત વિકસતી રહી છે. એવા સમકાલીન પત્રકારોમાં શ્રી હરિ દેસાઈનું પ્રદાન ગણનાપાત્ર રહ્યું છે. “સંદેશ”, “દિવ્યભાસ્કર' અને “કુમાર”માં પ્રગટ થયેલા એમના સંશોધન-લેખોમાંથી ચૂંટેલા ૩૮ લેખોનો સંપુટ છે. આ સંગ્રહમાં લેખકે સૌને સ્પર્શતા ઈતિહાસને તથ્યો તથા તટસ્થ, દષ્ટિથી તપાસવાનો સંશોધનાત્મક પ્રયાસ કર્યો છે.
હાલ પશ્ચિમના દેશોમાં ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મનું વર્ચસ રહેલું છે. તેમાં ઇસ્લામનું વર્ચસ વધતું રહ્યું છે. ભારતની પ્રજા રાજકીય દૃષ્ટિએ શતકો સુધી ગુલામ રહેવા છતાં હિંદુઓની બહુમતીવાળું રાષ્ટ્ર રહ્યું છે. ભારતના રાષ્ટ્રનાયક કોણ ? ભારતીય પ્રજાનો મોટો વર્ગ શ્રી મોહનદાસ ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે સ્વીકારે છે. વર્તમાન કાલના અગાઉના કાલમાં રાષ્ટ્રનાયક તરીકે ત્રણ નામ વિચારવા પાત્ર છે : રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને ટીપુ સુલતાન. આ ત્રણ પૈકી છેલ્લાં બે કોઈ ને કોઈ ઊણપના કારણે ઊણાં ઉતરે છે. જ્યારે એ ત્રણમાં રાણા પ્રતાપે વેઠેલ યાતનાઓ અને સતત જાળવેલ ટેકના કારણે બિરદાવવા જોગ છે, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે રાણા પ્રતાપ મેવાડનો વીર નાયક હતો, અને રાષ્ટ્રનાયક તરીકે બિરદાવવામાં અતિશયોક્તિ - દોષ આવે.
લેખક અહીં ઇતિહાસની કેટલીક અવનવી બાબતોને પ્રકાશમાં લાવે છે. દા.ત. મહમૂદ ગઝનીની દરબારી 146
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ - માર્ચ, ૨૦૦૯
For Private and Personal Use Only