________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માહિતી પૂરી પાડવામાં આવી છે. તેમાં સ્વ, વમન, વરવીર, હિંગુ, કન્દ, વેતી, વમ્પ, પરિવાર, મલ્ટિી, માનતી, શિરીષ, શનિ જેવાં પુષ્પ સમૃદ્ધિભર્યા વૃક્ષો છે અને ગામનક્કી, મામ્ર, ઉનૂરી, નર્તુ ટુડિમ, દ્રાક્ષ, વનસ જેવાં ફલવૃક્ષો પણ છે. વળી, અશ્વત્થ, પુરતું, નિસ્વ, ચોધ, વેરી, શમી, શામળી, શિંશપ જેવાં જાણીતાં વૃક્ષો ય છે અને મારુ, મગ, ૩,સ્વર, પૂર, રૂમ, મુક, ગુJI[, વન્દન, ઢ, તૂર્વા, નાનિર, વિન્ડ, રિવન્દન વગેરે પૂજાદ્રવ્ય પૂરાં પાડતાં વૃક્ષો પણ છે.
ગ્રંથનું નામ જ સૂચવે છે તેમ અહીં સંસ્કૃત સાહિત્યમાં પ્રાપ્ત થતા, વનસ્પતિ અંગેના નિર્દેશો તપાસવાનો લેખકનો ઉપક્રમ છે, પરંતુ સાથે સાથે ક્યારેક ક્યારેક ગુજરાતી સાહિત્યમાંથી, તેમજ ગુજરાતી ભાષાના સાક્ષરો દ્વારા અનૂદિત સંસ્કૃત રચનાઓમાંથી પણ તેમણે નિર્દેશો સુલભ કરી આપ્યા છે. એટલું જ નહીં, અનેક સ્થળે લેખકશ્રીએ અંગ્રેજી સાહિત્યકારોની નોંધો પણ ઉપસાવી છે અને વળી, સંસ્કૃત સાહિત્યના મૂળગ્રંથોના અભ્યાસ ઉપરાંત, જે તે સાહિત્ય ઉપર રચાયેલ ટીકાગ્રંથ પણ અનેકવાર અભ્યાસનો વિષય બન્યા છે.
આ સમગ્ર નિરૂપણમાં કેટલીક ઉલ્લેખનીય બાબતો ધ્યાનમાં આવી છે. તે આ પ્રમાણે છેછે અહીં જે તે વનસ્પતિના સંદર્ભ આપતી વખતે, ક્રમપ્રાપ્ત નામનિર્દિષ્ટ વનસ્પતિના પર્યાયરૂપ શબ્દો નિર્દેશી, તે અંગેના સંદર્ભો ય લેખકશ્રીએ આવરી લીધા છે.
જેમ કે, #નમ ની સાથે શાંતિ અથવા મની સાથે રશ્મીર વળી, લેખકશ્રીએ વનસ્પતિઓનાં વિશેષ પ્રચલિત એવાં નામોને જ અહીં સ્થાન આપ્યું છે. જેમ કે, વત્વનો નિર્દેશ છે, નીનો નહિ. પરંતુ નીપ અંગેની જાણકારી ધ્વમાંથી જ મળી રહે છે.
[વાસ્તવમાં તે બન્ને પર્યાયરૂપ નહીં પણ અલગ અલગ છે. એ અંગેની નોંધ લેખકે કાલિદાસ અને રાજશેખરને ટાંકીને લીધી છે તેમાં અમરકોશમાં પ્રાપ્ત વિગતનો વિરોધ કરાયો છે, છતાં, તે બંને ખૂબ નજીકનાં છે અથવા તો પ્રકારવિશેષ છે તે બાબતનો સ્વીકાર પણ કર્યો છે.]. છે અત્રે જે તે વનસ્પતિની સ્વરૂપગત ખાસિયત કે લક્ષણ સ્પષ્ટ કરવાની યથાશક્ય કોશિશ કરવામાં આવી છે. તે માટે વિવિધ કોશોની મદદ લેવાઈ છે. છતાં, કોશગત સંદર્ભને પૂર્ણ ચકાસણી પછી જ સ્વીકારવાનો આગ્રહ રખાયો છે. ઉચિત ન જણાય ત્યાં કશગત વિગત સામે પ્રશ્નાર્થ કે વિરોધ પણ દર્શાવ્યો છે.
[અમરકોશ તથા તેના ઉપરની ટીકામાં પ્રાપ્ત ઘણી બાબતો લેખકશ્રીને વાંધાજનક લાગી છે (જુઓ : ૫. ૧૩૦, ૩૧૦ ઇત્યાદિ) એ જ રીતે, ભાવમિશ્ન આપેલ નોંધ પણ તેમને ક્યારેક અસ્વીકાર્ય જણાઈ છે. (જુઓ : પૃ. ૧૩૧] ૭ પ્રસ્તુત ગ્રંથમાં જે તે વનસ્પતિ માટેના સાહિત્યિક સંદર્ભો તો લગભગ બધી જ વનસ્પતિ અંગે આપવામાં આવ્યા છે, પરંતુ અપવાદરૂપે ક્વચિત્ સંદર્ભ નિર્દેશાયા નથી. જેમ કે, ૩૬ (પૃ. ૬૮).
આ રીતે, પ્રસ્તુત સંપાદનમાં લેખકશ્રીનો મહનીય પ્રયત્ન કોઈપણ વાચકને લક્ષ્યમાં આવ્યા વિના નહીં રહે, જે તેમના સંસ્કૃત તેમ જ આયુર્વેદ અંગેના વ્યાપક ને અગાધ જ્ઞાન તથા બહોળા અનુભવનો પરિચાયક છે.
આમ છતાં, સમગ્ર સંપાદનમાં કેટલીક વિગતો અસ્પષ્ટ રહી જવા પામી છે. તે નીચે પ્રમાણે છે –
ગ્રંથસમીક્ષા
149
For Private and Personal Use Only