Book Title: Samipya 2008 Vol 25 Ank 03 04
Author(s): R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 140
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રિટિશ શાસનની સૌરાષ્ટ્ર પર પડેલ અસરો* ડૉ. કલ્પા એ. માણેક પ્રાચીન કાળથી સૌરાષ્ટ્ર એક સમૃદ્ધ અને સભ્ય દેશ તરીકે ઓળખાય છે, અને પ્રાચીન ગ્રંથોમાં તેનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. પ્રાચીન યુગમાં અહીં શર્યાતો અને યાદવો, મૌર્યો, શકો, ગુપ્ત, મૈત્રકો જેવાં મહાન અને પ્રભાવશાળી વંશોની સત્તા રહી હતી. તો ગારૂલકો, સૈધવો, ચાલુક્યો, વાળાઓ, પ્રતિહારો, રાષ્ટ્રકૂટો અને ચાપ જેવાં રાજ્યો પણ હતાં. મધ્યયુગમાં સૌરાષ્ટ્રમાં ચાવડા, ચુડાસમા, જેઠવા, ગોહિલ, વાઘેલા રાઠોડ, જાડેજા, પરમાર જેવાં રાજપૂત વંશોનાં રાજ્ય હોવાથી તે સમયે રાજપૂતયુગ તરીકે ઓળખાય છે. એ ગાળામાં જ મુસ્લિમ આક્રમણો સૌરાષ્ટ્ર ઉપર થયાં હતાં. પરંતુ પછીથી ઓગણીસમી સદીના પ્રારંભે આધુનિક યુગની શરૂઆત સાથે સૌરાષ્ટ્રમાં કુલ ૨૨૨ રાજ્યો આવેલાં હતાં. આમ, પ્રાચીનકાળથી લઈને છેક ઓગણીસમી સદીના પ્રારંભ સુધી સૌરાષ્ટ્રમાં વિવિધ વંશોના સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યો હતાં, પરંતુ પછીથી પેશ્વા અને ગાયકવાડે તેમની નબળાઈનો લાભ લઈને મુલુકગિરિ ચડાઈ કરીને ખંડણી વસૂલ કરવાનું શરૂ કર્યું હતું. આ મુલકગિરિ ચડાઈઓથી બચવા માટે સૌરાષ્ટ્રનાં રાજયો દ્વારા અને પોતાને મળવાપાત્ર ખંડણી નિયમિત રૂપે મળતી રહે તે માટે તે બંનેની વચ્ચે (૧૮૦૭-૦૮) વોકર કરાર થયા હતા. પરિણામે સૌરાષ્ટ્રમાંથી મુલકગિરિ ચડાઈઓનો અંત આવ્યો. ત્યારપછી ૧૮૨૦માં ગાયકવાડે સૌરાષ્ટ્રમાંથી ખંડણી ઉઘરાવવાની સત્તા બ્રિટિશ સરકારને આપી દેતાં તેના વહીવટ માટે બ્રિટિશ સરકારે સૌરાષ્ટ્રના કેન્દ્રમાં આવેલ રાજકોટમાં બ્રિટિશ એજન્સી (કોઠી)ની સ્થાપના કરી હતી. આમ, બ્રિટિશ સરકાર તો ખરેખર ગાયકવાડ વતી કર ઉઘરાવનાર એજન્સી હતી, પરંતુ તેઓ જ હવે સૌરાષ્ટ્રના રાજ્યોના સીધા સંપર્કમાં રહ્યા. પરિણામે સૌરાષ્ટ્રનાં રાજયો બ્રિટિશ સરકારને જ સાર્વભૌમ સત્તા માનવા લાગ્યા. પોતાની આ સર્વોચ્ચ સત્તાનો સૌરાષ્ટ્રનાં રાજ્યો કે ગાયકવાડે પણ કોઈ વિરોધ ન કરતાં ૧૮૨૦થી લઈને છેક ૧૯૪૭માં આઝાદી મળી ત્યાં સુધીના ૧૨૭ વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર ઉપર બ્રિટિશ સત્તા રહી. આ ૧૨૭ વર્ષના બ્રિટિશ શાસન દરમિયાન તેની કામગીરીની સૌરાષ્ટ્રના પ્રદેશમાં વિવિધ ક્ષેત્રે અસરો પડી હતી. તે અત્યંત નોંધપાત્ર અને અસરકારક હતી. તેને નીચે પ્રમાણેના વિભાગોમાં સંકલિત રીતે રજુ કરી શકાય : (અ) રાજકીય : રાજકીય દૃષ્ટિએ સૌરાષ્ટ્ર ઉપર બ્રિટિશ શાસનની ઘણી વ્યાપક અસર થઈ હતી. ૧૯મી સદીના પ્રારંભે અંધાધૂંધી અને અરાજકતાથી ઘેરાયેલ સૌરાષ્ટ્રમાંથી અશાંતિનો અંત આવ્યો અને સૌરાષ્ટ્રમાં શાંતિ અને વ્યવસ્થાના યુગના પ્રથમ કિરણ પડ્યાં.' વળી રાજકોટમાં એજન્સી સ્થપાયા પછી ૧૨૭ વર્ષ સુધી સૌરાષ્ટ્રમાંથી મોટા ભાગે યુદ્ધોનો અંત આવ્યો અને તેથી સુખ અને શાંતિ સ્થપાયાં. સૌરાષ્ટ્ર ઉપરની સર્વોચ્ચ સત્તા હવે ગાયકવાડના બદલે બ્રિટિશ શાસન ભોગવવા લાગ્યું હતું. તેથી ૨૨૨ રાજયો ધરાવતા આ વિશાળ પ્રદેશ ઉપર પોતાની સત્તા સ્થિર અને સુદઢ કરવા માટે જરૂરી એવું કુશળ વહીવટતંત્ર તેમણે સ્થાપ્યું હતું. તેના વડા તરીકે પોલિટિકલ એજન્ટની નિમણૂક કરવામાં આવી હતી, અને તેની મદદ માટે ચાર આસિસ્ટંટ પોલિટિકલ એજન્ટ નિમાયા હતા. આ અધિકારીઓએ બ્રિટિશ હિંદના પ્રદેશોના વહીવટના ધોરણે વહીવટ ચલાવવાનું શરૂ કર્યું હતું. પરિણામે સૌરાષ્ટ્રના કેટલાંક મોટાં, મહત્ત્વના અને ઉદારવાદી રાજ્યોએ પણ * એસોસિયેટ પ્રોફેસર, ઇતિહાસ અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્રયુનિવર્સિટી, રાજકોટ + સૌરાષ્ટ્ર કચ્છ ઇતિહાસ પરિષદના અધિવેશનમાં આ રિસર્ચ પેપરને રીપ્યચંદ્ર એનાયત થયેલ છે. વર્ષ ૨૦૦૭-૨૦૦૮. બ્રિટિશ શાસનની સૌરાષ્ટ્ર પર પડેલ અસરો 137 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164