________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
શહેરીકરણના પગલે રાજયોનું આધુનિકીકરણ થયું. આર્થિક સમૃદ્ધિ આવતાં કેટલાંક રાજયોએ કાપડમિલ, સિમેન્ટનું કારખાનું, કોટન જીન, દીવાસળીનું કારખાનું, વૂલનમિલ જેવાં ઉદ્યોગો પોત-પોતાના રાજયમાં સ્થાપ્યાં હતાં. તેમાં મુખ્યત્વે જામનગર, ભાવનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, ધ્રાંગધ્રા વગેરે રાજયો અગ્રેસર હતા. તેમાં ભાવનગરી જહાઁગીર વકીલ અને મહાલક્ષ્મી કાપડમિલ અને માસ્ટર સિલ્ક મિલ્સ, રાજકોટની સરકારી કાપડમિલ, અનેક શહેરોનાં કોટન જીન, પોરબંદરની મહારાણા મિલ, જામનગરની દિગ્વિજય વૂલન મિલ, ધ્રાંગધ્રા કેમિકલ વર્કસ, વરતેજ કેમિકલ વર્કસ, ભારતનું પ્રથમ સિમેન્ટનું કારખાનું ૧૯૧૩માં પોરબંદરમાં અને બીજું ૧૯૨૨ માં દ્વારકામાં નખાયું તેને મુખ્ય ગણાવી શકાય. પરદેશી (વિદેશી) કંપનીઓએ પણ સૌરાષ્ટ્રમાં ઉદ્યોગ સ્થાપવામાં રસ દર્શાવ્યો હતો. કેટલાંક રાજયોએ ભારતની નફો કરતી મોટી કંપનીઓના શેરોમાં રોકાણ કર્યું હતું, અને એમ પોતાના રાજ્યની આર્થિક સ્થિતિ સુધારી હતી. તેથી જ જૂનાગઢ રાજયે ૧૯૪૭માં મોરબી પાસે લોનની માગણી કરી ત્યારે તેને મોરબીએ ૫૦ લાખ રૂપિયાની લોન એ શરતે આપવાની તૈયારી દર્શાવેલી કે તે ભારતમાં ભળી જાય. પરંતુ તે શરત જુનાગઢ રાજયને સ્વીકાર્ય ન હતી. આ બાબત જ મોરબી રાજ્યની આર્થિક સધ્ધરતા પ્રગટ કરે છે. (ડ) આવાગમન અને સંદેશાવ્યવહાર :
સૌરાષ્ટ્રમાં શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને આધુનિકીકરણને પરિણામે માલ અને માણસોની ઝડપી હેરફેર જરૂરી બની. ૧૮૬૫ સુધી સૌરાષ્ટ્રમાં પાકા રસ્તાઓ ન હતા. તેથી આવાગમન માટે ૧૮૬૫માં સૌપ્રથમ તત્કાલીન પોલિટિકલ એજન્ટ કર્નલ કટિંગે તે તરફ ધ્યાન આપ્યું અને રાજકોટથી વઢવાણ સુધીનો રસ્તો બ્રિટિશ એજન્સીની પહેલથી નિર્માણ પામ્યો. પરિણામે ૧૮૮૦ સુધીમાં સૌરાષ્ટ્રમાં ૮૯૨ કિમી.ના રસ્તા બંધાઈ ગયા. પછીથી જે.બી.પીલના શાસનકાળ હેઠળ (૧૮૭૪-૭૮) “ટૂંક રોડ ફંડ” ઊભું કરવામાં આવ્યું હતું. પરંતુ ૧૮૮૦માં રેલવેનું બાંધકામ શરૂ કરાતાં રસ્તાઓ બાંધવાનું કામ ધીમું કે બંધ પડી ગયું. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવે લાઇન ભાવનગર રાજ્ય ૧૮૮૦માં શરૂ કરી હતી. તે ભાવનગર-ગોંડલ રેલવે લાઈન તરીકે ઓળખાતી હતી. તેના બાંધકામમાં ૮૬ લાખ વપરાયાં હતાં. તેમાંથી ભાવનગરના ૬૬.૬ ટકા અને ગોંડલના ૩૩.૩ ટકા હતા. ૧૮૮૨માં રેલવેની મૂડી ઉપર ૪.૬૪ ટકાનો નફો મળ્યો હતો. ત્યારપછી જૂનાગઢ, જામનગર, મોરબી, પોરબંદર વગેરે રાજ્યોએ પણ રેલ્વે બાંધકામ ક્ષેત્રે ઝુકાવ્યું હતું. ૧૯૪૭ સુધીમાં સૌરાષ્ટ્રમાં કુલ ૨૨૩૫ કિમી.નો રેલ્વે લાઈનો નંખાઈ હતી. ૧૫ બંદરો અને હવાઈપટ્ટીઓનો પણ વિકાસ થયો હતો. આ બધામાં બ્રિટિશ એજન્સીના ઇજનેરોનો સક્રિય સાથ અને સહકાર મળ્યો હતો. તેમાં પણ એજન્સીના ઇજનેર મિ. બૂથનો ફાળો નોંધપાત્ર હતો. તાર અને ટેલિફોનની લાઇનોની શરૂઆત અને પોસ્ટ ઑફિસોનો વિકાસ કરવામાં આવ્યો હતો. ટેલિફોનની સૌપ્રથમ સગવડ મોરબી રાજયમાં ત્યાંના રાજવી વાઘજીએ ૧૮૮૦-૮૧માં કરી હતી. સૌપ્રથમ સો લાઇનનું ટેલિફોન એક્ષચેન્જ ૧૯૨૦ માં જામનગરમાં નખાયું હતું. સૌથી મોટું સ્વયંસંચાલિત ટેલિફોન એક્ષચેન્જ ભાવનગરમાં ૧૯૩૫-૩૬માં શરૂ થયું હતું.“ રાજકોટ, મોરબી જેવાં રાજ્યોએ ટ્રામ સેવા પણ શરૂ કરેલી જે બહુ લાંબી ચાલી ન હતી.
૧૯મી સદીના પ્રારંભે સૌરાષ્ટ્રમાં બ્રિટિશ સત્તાની સ્થાપના પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સિક્કા બહુ પ્રચલન પામ્યાં ન હતાં. ત્યારે સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે જામશાહી, દીવાનશાહી અને રાણાશાહી કોરી પ્રચલિત હતી. પરંતુ પછીથી બ્રિટિશ સરકારે જે તે રાજ્યને તેનું કોરીનું ચલણ બંધ કરી બ્રિટિશ સિક્કાઓનું ચલણ શરૂ કરાવતાં અને કોરી છાપવાનું બંધ કરાવતાં બ્રિટિશ ચલણ સૌરાષ્ટ્રમાં દાખલ થયું હતું. તેથી પાઈ, પૈસો, આનો, બે આની, પાવલી, આઠ આની અને રૂપિયાના સિક્કા દાખલ થયાં હતાં. આમ, સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં ચલણની એકરૂપતા દાખલ થઈ હતી. તેનાથી વેપાર અને વાણિજ્યને ઉત્તેજન મળ્યું હતું. બ્રિટિશ શાસનની સૌરાષ્ટ્ર પર પડેલ અસરો
141
For Private and Personal Use Only