________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ઈ) સાંસ્કૃતિક
બ્રિટિશ સરકારની સૌથી વધુ અસર સાંસ્કૃતિક ક્ષેત્રે શિક્ષણમાં જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં પાશ્ચાત્ય શિક્ષણનો પ્રારંભ કરાવનાર બ્રિટિશ શાસન હતું. રાજકોટમાં ૧૮૩૭માં સૌપ્રથમ ગુજરાતી શાળા સ્થપાઈ. પછીથી સૌરાષ્ટ્રમાં ૧૮૪૬માં કર્નલ માલેટે આધુનિક શિક્ષણ પદ્ધતિનો પાયો નાખ્યો. ૧૮૫૫માં કર્નલ લેંગે પોતાના ખર્ચે રાજકોટમાં કન્યા શાળા ખોલી અને સૌરાષ્ટ્રમાં કન્યા કેળવણીનો પાયો નાખ્યો. ૧૯મી સદીના અંત સુધીમાં સૌરાષ્ટ્રમાં ૯૦૦ શાળાઓ સ્થપાઈ ગઈ હતી. શિક્ષણના વિકાસના આ કાર્યમાં બ્રિટિશ સરકારને જામનગર, જૂનાગઢ, ધ્રાંગધ્રા, ભાવનગર, વડોદરા વગેરે રાજ્યોનો ટેકો મળ્યો હતો. શાળાઓની સંખ્યા વધતાં તાલીમ પામેલાં શિક્ષકો મેળવવા ૧૮૬૭માં પુરુષો માટેની હંટર ટ્રેનિંગ કૉલેજ અને ૧૮૮૫માં મહિલાઓ માટે બાર્ટન ટ્રેનિંગ કૉલેજ શરૂ કરાઈ હતી. ૧૮૫૩માં રાજકોટ ઇંગ્લિશ સ્કૂલ સ્થપાઈ હતી. જે પછીથી ઇંગ્લેન્ડની મહારાણી વિકટોરિયાના બીજા નંબરના પુત્ર આલ્ફડની ભારત મુલાકાતની સ્મૃતિમાં આફ્રેડ હાઈસ્કૂલના નામથી પ્રસિદ્ધ થઈ હતી. તેવી જ રીતે ભાવનગર તથા અન્ય મોટાં શહેરોમાં પણ આફ્રેડના નામથી હાઈસ્કૂલો સ્થપાઈ હતી. તેમાં ગાંધીજી જેવાં અનેક મહાનુભાવોએ અભ્યાસ કર્યો હતો. તે સૌરાષ્ટ્રનાં જાહેરજીવનના અનેક અગ્રણીઓની માતૃસંસ્થા બની હતી. અનેક રાજપુરષો, વહીવટકારો, ઉદ્યોગકારો, અર્થશાસ્ત્રીઓ, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, કલાકારો જેવા મહાનુભાવોનું આ સંસ્થાએ ઘડતર કર્યું હતું.'
૧૮૭૦માં રાજકોટમાં રાજકુમાર કોલેજની સ્થાપના એ સૌરાષ્ટ્રમાં શિક્ષણના વિકાસના ક્ષેત્રે એક સીમા ચિહ્ન ગણાય છે. તેમાં ભણેલાં રાજવીઓએ પોતપોતાના રાજ્યમાં વિવિધ ક્ષેત્રમાં સુધારા કર્યા હતા. એ રીતે આ સંસ્થાએ સૌરાષ્ટ્રમાં સર્વાગી પરિવર્તનના બીજ વાવ્યાં હતાં. આ કૉલેજ એ સૌરાષ્ટ્રમાં વિવિધ ક્ષેત્રે સુધારાનું મશાલચી બન્યું. સૌરાષ્ટ્રના આધુનિક સમાજના ઘડતરમાં તેનું યોગદાન ઘણું મહત્ત્વનું ગણાવી શકાય.
ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે પણ સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં ૧૮૮૫માં શામળદાસ કૉલેજ, જૂનાગઢમાં ૧૮૯૭૧૯૦૦ માં બહાઉદ્દીન કૉલેજ અને રાજકોટમાં ૧૯૩૭માં ધર્મેન્દ્રસિંહજી કૉલેજ સ્થપાઈ. પાશ્ચાત્ય ઢબના ઉચ્ચ શિક્ષણની આ સંસ્થાઓએ બ્રિટિશ એજન્સી તેમજ અનેક રાજ્યોને ઉચ્ચ અમલદાર, દીવાન, કારભારી, ન્યાયાધીશ, વહીવટદાર જેવાં મહત્ત્વના અમલદારો પૂરા પાડ્યા હતા. લેંગ લાઇબ્રેરી અને વૉટ્સન મ્યુઝિયમ, બાર્ટન મ્યુઝિયમ, જૂનાગઢ મ્યુઝિયમ વગેરે પણ બ્રિટિશ શાસનના પ્રભાવ હેઠળ સ્થપાયાં હતાં. અનેક રાજયોમાં મહેલો, શાળાઓ કે કૉલેજોના મકાનો બંધાયા હતા. તેમાંનાં ઘણાં પાશ્ચાત્ય પદ્ધતિની ગોથિક શૈલીના સ્થાપત્યના ઉત્તમ નમૂના ગણાવી શકાય. તેમાં વૉટસન મ્યુઝિયમ, આફ્રેડ હાઈસ્કૂલ, રાજકુમાર કોલેજ, શામળદાસ કૉલેજ, બહાઉદીન કોલેજ, કેનેડી ફાઉન્ટેન વગેરે સ્થાપત્યોનો સમાવેશ કરી શકાય. વૉટસન મ્યુઝિયમમાં અને મોરબીમાં મણિમંદિર સામે આવેલ રાણી વિક્ટોરિયાના આરસના બાવલાં કે બીજા રાજયોમાં અન્ય બ્રિટિશ અમલદારોના બાવલાં સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર મુકાયા હતાં, જે પાશ્ચાત્ય શિલ્પકળાના ઉત્તમ નમૂના ગણાય છે. આમ, સાંસ્કૃતિક ક્ષેત્રે પણ તેમની અસર પ્રભાવક રહી હતી.
ટૂંકમાં, એમ કહી શકાય કે ૧૮૨૦ થી ૧૯૪૭નાં ૧૨૭ વર્ષના ગાળામાં સૌરાષ્ટ્રમાં બ્રિટિશ શાસન દરમિયાન યુદ્ધોનો અંત આવ્યો હતો, શાંતિ અને સલામતી સ્થપાયાં હતા, અને પરિણામે સૌરાષ્ટ્રના પ્રદેશમાં માત્ર વહીવટી ક્ષેત્રે જ નહીં, પરંતુ સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ વ્યાપક અને દૂરોગામી અસરો થઈ હતી. તેણે રાજ્ય અને સમાજના પ્રત્યેક અંગ ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રભાવ પાડ્યો જે સામાન્યતઃ સૌરાષ્ટ્ર માટે
રહ્યો. આમ, સ્વતંત્રતા પહેલાંના સૌરાષ્ટ્રનાં આધુનિકીકરણના પાયામાં બ્રિટિશ શાસનનો પ્રભાવ જોવા મળે છે.
142
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ - માર્ચ, ૨૦૦૯
For Private and Personal Use Only