________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રવર્તતા દીકરીને દૂધપીતી કરવાના રિવાજને નાબૂદ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તે માટે આ રાજવીઓ પાસેથી દીકરીઓને જીવતી રાખી તેનું પાલન પોષણ કરવાનું અને ઈનામ આપવાનું તેમજ ગરીબ રજપૂત કુટુંબની દીકરીઓને લગ્ન પ્રસંગે આર્થિક મદદ કરવાનું બ્રિટિશ સત્તાએ શરૂ કર્યું હતું. પરિણામે ૧૯મી સદીના પૂર્વાર્ધના અંતે આ અમાનવીય પ્રથાનો સમાધાન, લાલચ અને દંડનીય પગલાં દ્વારા અંત લાવવામાં આવ્યો હતો.૧૦ ઉપરોક્ત બ્રિટિશ અમલદારો ઉપરાંત ભાવનગરના દીવાન ગગા ઓઝા, જૂનાગઢના દીવાન રણછોડજી અને ગોકુળજી ઝાલા, સુધારક મણિશંકર કિકાણી અને કરસનદાસ મૂળજી વગેરેના પ્રયાસોને કારણે દીકરીને દૂધપીતી કરવાની પ્રથા, અન્ય વહેમો અને સામાજિક અનિષ્ટો દૂર કરવામાં સફળતા મળી હતી. બાળવિવાહ, સતીપ્રથા, વિધવાવિવાહ, બહુપત્નીપ્રથા, જુગાર, વેશ્યાવૃત્તિ, મદિરાપાન જેવાં દૂષણોમાં કમી આવી. દૂષણો દૂર થતાં સમાજ સામાજિક રીતે સ્વસ્થ બન્યો. આંતરજ્ઞાતીય ભોજન અને લગ્નો તે સમયે સ્વીકાર્ય ન હતાં. પણ પાશ્ચાત્ય અસર હેઠળ અપવાદ રૂપે પણ તે શરૂ થયાં હતાં. કેટલાંક પાશ્ચાત્ય શિક્ષણ પામેલાં પ્રજાજનો પણ પાશ્ચાત્ય પોશાક જેવાં કે પૅન્ટ, ફોટ, હેટ, બૂટ વગેરે ધારણ કરવા લાગ્યા હતા. સ્ત્રીઓ પણ હવે શિક્ષિકા કે નર્સ તરીકે કામ કરતી થઈ હતી.
www.kobatirth.org
સૌરાષ્ટ્રમાં તત્કાલીન સમાજમાં દરિયાપાર પ્રવાસ ઉપરન્સામાજિક રીતે નાખુશી પ્રવર્તતી હતી પણ તેમ છતાં ગાંધીજી સહિતના અનેક યુવાનો પરદેશમાં અભ્યાસ કરવા ગયા હતા. તેમાં પણ સૌરાષ્ટ્રના રાજવીઓ પોતે આધુનિક શિક્ષણ મેળવવા અથવા પ્રવાસ કરવા ઇંગ્લૅન્ડ કે યુરોપ જતા હતા. પરિણામે પાશ્ચાત્ય દુનિયામાં જોયેલ આધુનિક સમાજવ્યવસ્થા અને વિવિધ ક્ષેત્રે થયેલાં સુધારાઓ જોઈને તેમણે સ્વદેશ પરત ફરીને પોતાના રાજ્યમાં પણ તેવાં પ્રકારના સુધારાઓ કરી પોતાના રાજ્યને આધુનિક બનાવવાનો પ્રયાસ કર્યો અને જાણે કે તે કામ કરવામાં રાજાઓ વચ્ચે એક પ્રકારની હરીફાઈ થવા લાગી. રાજવીઓએ પોતાની રાજધાની કે અન્ય મુખ્ય શહેરોને સ્વચ્છ અને સુઘડ રાખવા પાકા રસ્તાઓ વૃક્ષારોપણ કર્યા, બગીચા તથા અન્ય આનંદ-પ્રમોદના સ્થળોનું નિર્માણ કર્યું. રાજધાનીના સૌંદર્યાકરણના પ્રયત્નો કર્યાં, તે પાશ્ચાત્ય અસર દર્શાવે છે. કેટલાંક રાજવીઓએ પોતાના રાજધાનીના શહે૨માં રાજ્ય દ્વારા નક્કી કરેલી ડિઝાઈનના મકાન જ બાંધવાની પદ્ધતિ દાખલ કરી હતી. તેનાં પરિણામે જામનગર અને મોરબીનું સૌંદર્થીકરણ થતાં તે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ખ્યાતિ પામ્યાં.
આરોગ્ય ક્ષેત્રે આધુનિક સગવડોવાળી પણ પાશ્ચાત્ય પદ્ધતિની હૉસ્પિટલોમાં સૌરાષ્ટ્રનાં મોટાં, મહત્ત્વના અને સલામી રાજ્યોમાં અને એજન્સીના વડામથક એવા રાજકોટમાં પણ સ્થપાઈ. એ રીતે પ્રજાની સુખાકારીના પ્રયત્નો અને તેનાં આરોગ્યનું ચિંતન એ બ્રિટિશ શાસનની અસર ગણાવી શકાય.
140
(ક) આર્થિક :
સૌરાષ્ટ્રમાં બ્રિટિશ શાસનને પગલે શાંતિ અને સલામતી સ્થપાતા તેનાં આર્થિક વિકાસે પણ વેગ પકડ્યો અને રાજ્ય પોતાની વધેલી આવકમાંથી પ્રજાકલ્યાણની પ્રવૃત્તિઓને વેગ આપવા લાગ્યું. આમ, બ્રિટિશ શાસનના પરોક્ષ પરિણામે સૌરાષ્ટ્રમાં વિકાસવાદી નીતિનો પ્રારંભ થયો અને શહેરીકરણ વેગવંતું બન્યું. ૧૮૭૨માં સૌરાષ્ટ્રની શહેરી વસ્તીની ટકાવારી સંપૂર્ણ ભારતની ટકાવારી કરતાં બમણી થઈ ગઈ હતી. જે ૧૯૪૧ સુધી ચાલુ રહી હતી. તે નીચેના ચાર્ટ ઉપરથી જોઈ શકાય છે.૧૨
વર્ષ
ભારત-શહેરી વસ્તીની ટકાવારી
સૌરાષ્ટ્ર-શહેરી વસ્તીની ટકાવારી
૧૯૦૧
૧૧
૨૬
૧૯૧૧ ૧૯૨૧
૧૦
૧૧
૨૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
૧૯૩૧
૧૨
For Private and Personal Use Only
૨૫
૧૯૪૧
૧૪
૨૮
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ માર્ચ, ૨૦૦૯
-