________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમરસિંહજીએ ૧૯૧૪-૧૫માં ફ્રાંસના મોરચે, હિંમતસિંહજીએ ૧૯૧૭-૧૮માં મેસોપોટેમિયામાં અને ભાવનગરના કૅપ્ટન જોરાવરસિંહજીએ ઇજિપ્ત મોરચે બ્રિટિશ લશ્કરમાં સેવા બજાવી હતી. જામનગરના રણજીતસિંહજી તો પછીથી લીગ ઑફ નેશન્સમાં પણ ભારત તરફથી ગયા હતા. તેનું કારણ તેમણે મેળવેલું આધુનિક પાશ્ચાત્ય શિક્ષણ ગણાવી શકાય.
૧૮૨૦ પૂર્વે સૌરાષ્ટ્રનો પ્રદેશ પારસ્પરિક યુદ્ધોથી ખરડાયેલો હતો. તેને કારણે પ્રજાપીડનમાં વૃદ્ધિ થતી હતી, અને આર્થિક રીતે રાજયનો વિકાસ રૂંધાઈ જતો હતો. તેને ધ્યાનમાં રાખીને બ્રિટિશ સત્તાએ સૌરાષ્ટ્રના રાજ્યોના પારસ્પરિક ઝઘડાઓને શાંતિથી ઉકેલવામાં મધ્યસ્થી કરીને કાયમી શાંતિ સ્થાપવાના ક્ષેત્રે અસરકારક કામગીરી બજાવી હતી. દા.ત. કચ્છ અને મોરબી રાજ્ય વચ્ચે અઘોઈ મહાલ અંગે, જૂનાગઢ અને માંગરોળ વચ્ચે તથા જૂનાગઢના નવાબ મહોબતખાન ૨જાના શાસનકાળમાં જેતપુર, પોરબંદર, ભાવનગર, ગોંડલ, જાફરાબાદ અને માંગરોળ રાજ્ય સાથે સરહદના મમ્ ગામો અંગે હકૂમતનો વિવાદ હતો. તો વડોદરા અને જૂનાગઢ રાજ્ય વચ્ચે સોમનાથ અને ગીરની સરહદ અંગે વિવાદ હતો. તે બધામાં બ્રિટિશ એજન્સીએ મધ્યસ્થી કરીને કુશળતાપૂર્વક આ પ્રશ્નનો ઉકેલ આણ્યો હતો. આમ, આ રાજ્યોમાં કાયમી શાંતિ સ્થાપવામાં બ્રિટિશ શાસનની વિધાયક અસર જોવા મળે છે.
સૌરાષ્ટ્રના રાજદરબારોની ભવ્યતા ઉપર પણ બ્રિટિશ શાસનની અસર જોવા મળે છે. બ્રિટિશ અમલદારોની હાજરીમાં યોજાતા આ દરબારો તેની સાક્ષી પૂરે છે. રાજાઓને અપાતા K.C.S.E. અને K.C.S.I., G.C.S.E. અને G.C.S.I., M.B.E. જેવાં બિરુદો બ્રિટિશ સત્તા તરફથી તેમને આપીને રાજાના રાજ્યાભિષેક સમયે બ્રિટિશ પ્રતિનિધિ હાજર રહેતો અને રાજાને અભિનંદન આપતું ભાષણ કરતો. પછીથી મિજબાની, સરઘસ, આતશબાજી, રોશની જેવાં કાર્યક્રમો પણ થતા.
બ્રિટિશ હિંદમાં ૧૮૮૫માં રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાને કારણે હિંદમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર થયો હતો, પરંતુ સૌરાષ્ટ્રના દેશી રાજ્યોને તો શ્રી ઉ. ન. ઢેબરે ‘“દમામ, શોષણ અને ખટપટની ખાણ ગણાવ્યાં હતાં.’૫ સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં રાજ્યોએ પ્રજાને શાસનમાં ભાગ લેવાનો હક્ક આપ્યો ન હતો. બ્રિટિશ શાસનની આ રાજ્યોમાં રાષ્ટ્રીય ચળવળ અંગે નકારાત્મક અસર થઈ હતી, કારણ કે તે ચળવળને રાજાઓ ખફા નજરે જોતા હતા. વળી બ્રિટિશ શાસન તેને પોતાના સ્વાર્થવશ સૌરાષ્ટ્રના રાજાઓને તેમના આ વલણ બાબત સમર્થન આપતા હતા. તેથી જ ૧૮૮૯માં મુંબઈની બ્રિટિશ સરકારે દેશી રાજ્યોને પ્રજાકીય ચળવળ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખવા અને કોઈ પણ પ્રકારનો ફાળો ન આપવા જણાવ્યું હતું.॰ તેમ છતાં બ્રિટિશ હિન્દમાં યોજાયેલા રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનો અને કાઠિયાવાડ રાજકીય પરિષદના અધિવેશનો, તેમના નેતાઓ અને કાર્યકરોના અથાગ પ્રયત્નોને પરિણામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વિકાસ પામી હતી.
(બ) સામાજિક :
બ્રિટિશ શાસનની માત્ર રાજકીય ક્ષેત્રે જ નહીં પણ સામાજિક ક્ષેત્રે પણ વ્યાપક અસર થઈ હતી. તત્કાલીન સમાજમાં બાળકીને દૂધપીતી કરવાની પ્રથા, બાળલગ્ન પ્રથા, સતીપ્રથા, વિધવા વિવાહ, બહુપત્ની પ્રથા જેવાં કુરિવાજો, વહેમો અને અંધશ્રદ્ધા પ્રચલિત હતાં. ૧૯મી સદી એ ભારતમાં સુધારાની સદી ગણાય છે. આ સમયમાં નવા પ્રવાહોની શરૂઆત અને તે ઘટનાઓ પ્રત્યે પ્રતિસાદ વધારે આવિષ્કાર પામ્યા. પાશ્ચાત્ય દેશોનો સંપર્ક તથા પાશ્ચચાત્ય સાહિત્ય અને વિજ્ઞાનના પરિણામે ભારતનો સમાજ સુધારા અને પરિવર્તન તરફ આગેકૂચ કરી રહ્યો હતો. સૌરાષ્ટ્રમાં બ્રિટિશ શાસનની સ્થાપનાને પરિણામે માનવીય સુધારાઓ કરવાનું વાતાવરણ સર્જાયું હતું. બ્રિટિશ અમલદારો એવાં વિલોબી, લેંગ, માલેટ વગેરેએ સૌરાષ્ટ્રનાં રજપૂતોમાં ખાસ કરીને જાડેજા, જેઠવા અને સુમરાઓમાં
બ્રિટિશ શાસનની સૌરાષ્ટ્ર પર પડેલ અસરો
For Private and Personal Use Only
139