________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષડજ - મોર ઋષભ – ચાતક, કૂકડો ગાંધાર-બકરી, હંસ મધ્યમ - ક્રાંચ, કાગડો અને ગાય પંચમ – કોયલ પૈવત - સારસ, દેડકો, ઘોડો
નિષાદ-હાથીના સ્વરો સાથે સામ્ય ધરાવે છે. આગળ જતાં સ્વરોની ઉત્પત્તિનાં કારણમાં સત્ત્વ, રજસ્ અને તમસ ગુણો પણ મનાય છે તેથી દરેક સ્વરના ભાવ(રસ) નક્કી થયા જેમ કે
ષડજ - શૃંગાર, અદ્ભુત ઋષભ - હાસ્ય, શૃંગાર, કરુણ ગાંધાર-વીર, રૌદ્ર અને અદ્ભુત મધ્યમ - હાસ્ય, શૃંગાર પંચમ - શૃંગાર, કરુણ પૈવત - કરુણ, હાસ્ય, બીભત્સ
નિષાદ – વીર, રૌદ્ર, અદ્ભુત સંગીત રત્નાકર અને સંગીત પારિજાતમાં આ સ્વરોમાં રંગો અને ઋતુઓનું પણ વર્ણન છે. તે મુજબ સ્વરોનાં રંગ આ પ્રમાણે છે :
ષડજ – કમળ જેવો લાલ અથવા ગુલાબી ઋષભ - તાડવૃક્ષનાં પાન જેવો લીલો-પીળો મિશ્રિત ગાંધાર - પીળો (સોના જેવો) પંચમ - કાળો પૈવત - હળદર જેવો પીળો મધ્યમ - સફેદ નિષાદ - કાબરચીતરો એવી જ રીતે સાત સ્વરની ઋતુઓનું પણ વર્ણન છે. તે મુજબ સ્વરોની ઋતુઓ આ પ્રમાણે છે. ષડજ-વસંત ઋષભ-ગ્રીષ્મ ગાંધાર-વર્ષા મધ્યમ-શરદ પંચમ-વસંત, વર્ષા ધવત-શિશિર
નિષાદ-મિશ્ર પંચમસ્વરની ગાયિકા કોયલનું કાંગડા ચિત્રશૈલીમાં આલેખન
125
For Private and Personal Use Only