________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્વરની ગાયિકા કોયલનું કાંગડા ચિત્રશૈલીમાં આલેખન
ડૉ. અન્નપૂર્ણા શાહ*
સંગીતમાં ગાયન, વાદન અને નાટ્યકલાનો સમાવેશ થાય છે. જેની અભિવ્યક્તિમાં ધ્વનિનું મહત્ત્વ છે. માટે સંગીતને નાદવિદ્યા પણ કહેવામાં આવે છે. જે ધ્વનિ કે અવાજ આત્માને સ્પર્શે, આનંદની અનુભૂતિ કરાવે તે નાદ છે. પ્રાયવાયુ અને અગ્નિના સંયોગથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તે નાદ કહેવાય છે. તેથી જ હૃદયના ધબકારા શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્રિયાઓ જે જીવન સાથે સંકળાયેલી છે તે નાદ વગર સંભવ નથી. આ નાદ હૃદય, કંઠ અને મસ્તિષ્કમાં વાસ કરે છે. જેને સંગીતની પરિભાષામાં મંદ, મધ્ય અને તારનાં નામે ઓળખવામાં આવે છે. ૨
નાદના આહત અને અનાહત એવાં બે પ્રકાર છે. જે કોઈ પણ પ્રકારના ઘર્ષણ વગર પ્રગટ થાય તે અનાહત નાદ છે. યોગની સાધનામાં તેનું મહત્ત્વ છે. આ નાદનું મૂળસ્થાન હૃદય છે. જયાં ઈશ્વરનો વાસ છે. માનવ પ્રયત્નથી બે વસ્તુઓના ઘર્ષણથી કે પરસ્પર અથડાતાં જે ધ્વનિ પ્રગટે છે તે આહત નાદ છે. સામાન્ય રીતે લોકરંજન માટે આહત નાદની સાધના થાય છે. પણ આ સાધનાનું ચરમબિંદુ તો છેવટે આહત નાદ સુધી પહોંચવાનું જ છે. સમગ્ર બ્રહ્માંડ નાદમય છે. નાદથી વર્ણ, વર્ણથી શબ્દ, શબ્દથી ભાષા અને ભાષાથી વાણી સમૃદ્ધ બને છે. તેમજ ભાષાથી આખી સૃષ્ટિ ચાલે છે. તેથી આખી સૃષ્ટિ નાદને આધીન છે. સંગીત રત્નાકરના રચનાકાર સારંગદેવ કહે છે કે, “બોલવાની ઇચ્છા કરનારો આત્મા મનને પ્રેરણા આપે છે. મન શરીરમાં રહેલા અગ્નિને ગતિ આપે છે. આ અગ્નિ શ્વાસોચ્છવાસ ચલાવનાર પ્રાણવાયુને ચલાવે છે તે વાયુ નાભિ, હૃદય, કંઠ મસ્તક અને મુખ વાટે ધ્વનિ પ્રગટ કરે છે. આમ, આ પાંચ સ્થાનોમાંથી પ્રગટ થયેલો ધ્વનિ નાદ કહેવાય છે. આ નાદનું અલૌકિક અને ચમત્કારિક રૂપ એટલે સંગીત.
મનુષ્ય આહત નાદની ઉપાસના કરી અને વિવિધ ધ્વનિઓનું સર્જન કર્યું. આ ધ્વનિના સૂક્ષ્મ રૂપને શ્રુતિ અને સ્થળ રૂપને સ્વર કહેવામાં આવે છે. જે સ્વાભાવિક રીતે સાંભળનારના ચિત્તને આકર્ષિત કરે, ભાવમય કરે તે સ્વર છે. આ નાદમાં ૨૨ ભેદ છે. જે શ્રુતિ તરીકે ઓળખાય છે. જેમાંથી મુખ્ય સાત સ્વરની ઉત્પત્તિ મનાય છે અને તેમાંથી અનેક રાગ-રાગિણીઓનું સર્જન થયું. આ સાત સ્વર ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, પૈવત અને નિષાદના નામે ઓળખાય છે. આ સ્વરોને પોતાની ચોક્કસ ઓળખ છે.
માનવ વિકાસનો ઇતિહાસ તપાસીએ તો આપણે કહી શકીએ કે પ્રકૃતિનાં વિવિધ જીવોનું શિષ્યત્વ માનવે પોતાની વિકાસ યાત્રામાં સ્વીકાર્યું છે. એવી જ રીતે સંગીતના સ્વરોમાં પણ તેણે એ શિષ્યત્વ સ્વીકાર્યું હશે. વર્ષો સુધી એમના સ્વર સાંભળી-સાંભળીને માનવીએ વિવિધ સ્વરોની શોધ કરી હશે. અહોબલ કહે છે કે, “પ્રકૃતિનાં બધાં જ જીવો જેમકે મોર, ચકલી, કોયલ, ભમરા, હરણ જેવાં પશુ-પક્ષીઓ ગાય છે તેથી સંગીત સુષ્ટિ પર ચારેબાજુ કુદરતી રીતે વ્યાપ્ત છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિશા, આભા, મન અને જીવો પર આ સાત સ્વરનો ઊંડો પ્રભાવ છે. માનવે આ પશુ-પક્ષીઓનાં ધ્વનિઓમાંથી સંગીતનાં સ્વરોનું સર્જન કર્યું છે. આ વાતનાં પ્રમાણ સંગીતને લગતાં ગ્રંથો જેવાં કે નારદીય શિક્ષા, નાટ્યશાસ્ત્ર, સંગીતરત્નાકર, સંગીત પારિજાત‘, સંગીતમકરંદ, સંગીતદર્પણo, જૈન આગમો-સ્થાનાંગસૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર વગેરે ગ્રંથોમાં કયો સ્વર કયા પશુ-પક્ષીઓનાં ધ્વનિઓ સાથે સામ્ય ધરાવે છે તેનો ખ્યાલ આપે છે જે આ પ્રમાણે છે : * વ્યાખ્યાતા, ભારતીય સંસ્કૃતિ વિભાગ, વીરબાઈ મા મહિલા કૉલેજ, રાજકોટ 124
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ - માર્ચ, ૨૦૦૯
For Private and Personal Use Only